હું તું અને આપણે
ધનવાન તો બનવું જ જોઈએ – પૈસાદાર બનવાની 21 ચાવી તમારા ભેજારુપી તાળામાં લાગે છે?

ધનવાન તો બનવું જ જોઈએ – પૈસાદાર બનવાની 21 ચાવી તમારા ભેજારુપી તાળામાં લાગે છે?

कमाओ…कमाते रहो और तब तक कमाओ, जब तक महंगी चीज सस्ती न लगने लगे.

વિશ્વના મોટા અબજોપતિઓને જોઈને દરેક વ્યક્તિ તે ઊંચાઈ સુધી પહોંચવાના સપના જોવે છે. તમારા રૂપિયાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે અને જીવનમાં આગળ કેવી રીતે વધી શકાય એ જ વાત અને વિચાર એક અબજોપતિ અને એક સરેરાશ કમાણી કરનાર વ્યક્તિને અલગ પાડે છે. રૂપિયાનો ઉપયોગ તમારા વિચાર સાથે જોડાયેલ છે. સેલ્ફ મેડ કરોડપતિ સ્ટીવ સીબોલ્ડે પાછલા ત્રણ દાયકા દરમિયાન લગભગ ઘણાં સફળ-ધનવાન લોકોના ઈન્ટરવ્યૂ કર્યા છે. તેમણે તેના પુસ્તક How Rich People Think માં રૂપિયાને લઇને લોકોના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જીવનમાં જુદા જુદા તબક્કે કોણ શું વિચારે છે.

સ્ટીવ એક લેખકની સાથે સેલ્સ અને મેનેજમેન્ટની ટ્રેનિંગ આપે છે. તેમના ગ્રાહકમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સન, ટોયોટા, વોલ્વો વગેરે સામેલ છે. સ્ટીવના પુસ્તકમાં લખેલ એ વાત પર વિચાર કરીએ જ્યાં તેમણે કહ્યું કે, એક સરેરાશ કમાણી કરનાર વ્યક્તિ અને અમીરની વચ્ચે વિચારમાં કેટલો તફાવત છે.

(1) ખુશી / સુખ
અમીર : અમીર વ્યક્તિ વિચારે છે કે, બધાં પાપનું મૂળ ગરીબી છે.
સામાન્ય માણસ : સામાન્ય માણસ વિચારે છે કે રૂપિયો જ બધાં પાપોનું મૂળ છે.
એક સરેરાશ કમાણી કરતી વ્યક્તિ વિચારે છે કે અમીર વ્યક્તિ નસીબદાર થવા અપ્રામાણિક હોય છે. એ જગજાહેર છે કે રૂપિયા ખુશ રહેવાની ગેરેન્ટી નથી આપતા પરંતુ તેનાથી જીવન સરળ અને સુવિધાયુક્ત ચોક્કસ થઈ જાય છે.

(2) સ્વાર્થ
અમીર : અમીર વ્યક્તિનું માનવું છે કે સ્વાર્થ એક વિશેષતા છે.
સામાન્ય માણસ : સામાન્ય માણસ વિચારે છે કે સ્વાર્થ એક અધર્મ છે.
અમીર વ્યક્તિ ખુલીને જીવે છે અને ખુદને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. તે એવું નથી વ્યક્ત કરતાં કે તે વિશ્વને બચાવશે. જો તમે ખુદનું ધ્યાન ન રાખી શકો તો અન્યનું ભલું કરવાની સ્થિતિમાં પણ નથી રહી શકતા. તમે એવી વસ્તુ નથી આપી શકતા જે તમારી પાસે નથી.

(3) દૂરદર્શિતા

અમીર : અમીર વ્યક્તિ ભવિષ્યના સપના જોવે છે.
સામાન્ય માણસ : સામાન્ય માણસ જૂના સારા દિવસ યાદ કર્યા કરે છે.
જે લોકો એવું વિચારે છે કે તેમના સારા દિવસ વિતી ગયા છે, તેઓ અમીર નથી બની શકતા અને તેઓ નિષ્ફળતા અને ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. સેલ્ફ મેડ અબજોપતિ એટલા માટે અમીર બને છે કારણ કે તે ખુદ પર વિશ્વાસ કરે છે. તે પોતાના સપના, લક્ષ્ય અને વિચારને ભવિષ્યમાં લઈ જાય છે.

(4) કાર્ય
અમીર : અમીર વ્યક્તિ પોતાના પેશનની પાછળ ભાગે છે.
સામાન્ય માણસ : એક સરેરાશ કમાણી કરતી વ્યક્તિ રૂપિયા માટે એ કામ કરે છે જે તેને પસંદ નથી હોતું.
એક સરેરાશ વ્યક્તિ એવું વિચારે છે કે અમીર વ્યક્તિ દરેક સમયે કામ કરે છે. જ્યારે વિશ્વની સૌથી સ્માર્ટ સ્ટ્રેટેજી એ છે કે, તમે એ જ કામ કરો જે તમને પસંદ હોય અને તેના માટે તમને રૂપિયા મળે.

(5) રોકાણ
અમીર : અમીર વ્યક્તિ અન્યના રૂપિયાનો ઉપયોગ કરે છે.
સામાન્ય માણસ : એક સરેરાશ કમાણી કરનાર વ્યક્તિ એવું વિચારે છે કે રૂપિયો રૂપિયાને લાવે છે.
અમીર વ્યક્તિ એ જાણે છે કે, ખુદના રૂપિયાથી અમીર બનવું પ્રાસંગિક નથી. લોકો માટે ખરેખર સવાલ એ છે કે, શું ખરીદવું કે રોકાણ કરવું યોગ્ય છે ?

(6) તક
અમીર : અમીર વ્યક્તિ કમાણી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સામાન્ય માણસ : એક સામાન્ય કમાણી કરનાર વ્યક્તિ બચત પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
મોટે ભાગે લોકો નાની-નાની વસ્તુઓ જોડવામાં લાગ્યા રહે છે અને તેની જિંદગી તેમાં જ નીકળી જાય છે. એવામાં ઘણી મોટી તક પણ હાથમાંથી નીકળી જતી હોય છે. અમીર વ્યક્તિ આર્થિક સંકળામણના સમયે પણ તેના પર ધ્યાન નથી આપતા. પોતાની સંપૂર્ણ તાકાત એવી જ જગ્યાએ લગાવે છે જ્યાં તેમને લગાવવી જોઈએ અને તે છે વધુ રૂપિયા. અમીર લોકો વિપરીત પરિસ્થિતિમાં પણ તકનું નિર્માણ કરે છે.

(7) જરૂરિયાત કરતા વધુ ખરીદવું

જો તમે તમારી જરૂરીયાત કરતા વધુ સામાન લો છો તો તમે કયારે પણ અમીર બની શકશો નહી. ગ્રાન્ટ કારડોન લખે છે કે હું ત્યાં સુધી મારી પ્રથમ લકઝરી કાર કે વોચ ખરીદી ન શકયો, જયાં સુધી મને બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટમાંથી આવક ન થઈ. કરોડપતિ થયા બાદ પણ હું ટોયોટા કેમરીમાં મુસાફરી કરુ છું.

(8) નાણાંની નથી કોઇ કમી

અમીર લોકો પોતે કહે છે કે તેમની પાસે પૈસાની કોઇ કમી નથી ત્યારે પણ કે જ્યારે તેમની પાસે પર્યાપ્ત નાણાં ન હોય. અમીર લોકો પોતાના ભવિષ્ય માટે બીજા પાસેથી ભંડોળ લેતા ખચકાતા નથી. સીબોલ્ડે લખ્યું છે કે જો તેમની પાસે ભંડોળ એકઠું કરવાનો કોઇ સારો આઇડિયા ન હોય તો તેઓ બીજા લોકો પાસેથી પૈસા લેવા આગળ વધે છે. અમીર એ જાણે છે કે નાણાં હંમેશા ઉપલબ્ધ થાય છે કેમકે અમીર લોકો હંમેશા સારા ઈન્વેસ્ટમેન્ટ અને સારા પરફોર્મન્સ માટે પ્રયત્નશીલ હોય છે.

(9) અત્યાર સુધી રોકાણ કરવાનું શરૂ કર્યું નથી

વધુ કમાવવાની એક સારી રીત સારું રોકાણ કરવું તે છે. જેટલુ ઝડપથી તમે રોકાણ કરવાનું શરૂ કરશો તેટલું તમારા માટે સારું રહેશે. રમિત સેઠીએ ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર પુસ્તક I will teach You to Be Rich માં લખ્યું છે કે કરોડપતિ તેની ઘરેલું ઈન્કમના સરેરાશ 20 ટકા દર વર્ષે ઈન્વેસ્ટ કરે છે. તેમનું ઈન્વેસ્ટમેન્ટ અને સેવિંગ બંને વધે છે.

(10) સેવિંગ પર આપો છો વધુ ભારે

પૈસા વધારવા માટે સેવિંગ ખુબ જ જરૂરી છે. પરતું જો તમે માત્ર સેવિંગ પર ફોકસ કરશો તો ઈન્કમ વધારવા વિશે નહી વિચારો. જયારે અમીર વ્યક્તિ ઈન્કમ વધારવા વિશે વિચારે છે. સીબોલ્ડે લખ્યું છે કે, સેવિંગ સ્ટ્રેટેજી વિશે વધુ ચિંતા ન કરવી જોઈએ. જો તમે અમીર વ્યક્તિની જેમ વિચારવાનું શરૂ કરો છો તો તમે પૈસા ખત્મ થવાની ચિંતા છોડીને પૈસા કઈ રીતે વધારવા તેના પર ફોકસ કરો.

(11) પહેલા ખર્ચ અને બાદમાં સેવિંગ

જો તમે અમીર બનવા માંગો છો તો પ્રથમ પોતાના પર ખર્ચ કરો. સેલ્ફ મેડ કરોડપતિ ડેવિડ બેચે લખ્યું છે કે સામાન્ય રીતે લોકો પ્રત્યે ડોલરની ઈન્કમ પર પ્રથમ મકાન માલિક, ક્રેડિટ કાર્ડ કંપની, ટેલિફોન કંપની, સરકાર વગેરેને પૈસા આપે છે. ખર્ચ કરવા અને બચેલા પૈસાને બચાવવાની જગ્યાએ પોતાનું સેવિંગ કરો. તમારે તમારી ઈન્કમના ઓછામાં ઓછા 10 ટકાનું સેવિંગ કરવું જોઈએ.

(12) નિશ્ચિત પેમેન્ટ પર નિર્ભર રહેવું

સામાન્ય રીતે લોકો ટાઈમ પ્રમાણે પૈસા કમાવવાનો વિકલ્પ પસંદ કરે છે. જયારે અમીર વ્યક્તિઓ પરિણામોના આધારે પૈસા કમાવવાનો વિકલ્પ પસંદ કરે છે અને તે મોટા ભાગે સેલ્ફ એમ્પલોયડ રહે છે. સીબોલ્ડનું કહેવું છે કે, એવુ નથી કે આ લોકો વર્લ્ડ કલાસ પરફોર્મર નથી હોતા પરંતુ તે અમીર થવાની સુરક્ષિત રીત છે. અમીર થવાની સૌથી ફાસ્ટ રીત સેલ્ફ એમ્પલોયમેન્ટ છે.

(13) નાણાંને પોતાનો દોસ્ત બનાવવો

સીબોલ્ડે લખ્યું છે કે અમીર લોકો નાણાંને પોતાનો સૌથી સારો સાથી અને સારો દોસ્ત ગણે છે. એવો મિત્ર કે જેના માટે તેમને ચિંતાગ્રસ્ત રાત ગુજારવી, તકલીફ વેઠવી અને જિંદગી વિતાવવી સારી લાગે છે. જ્યારે મિડલ ક્લાસના લોકો નાણાંને એનાથી અલગ રીતે જૂએ છે.

(14) અમીર બનવું એ નસીબની વાત નથી

સીબોલ્ડે લખ્યું છે કે, સામાન્ય રીતે લોકો એમ માને છે કે અમીર વ્યક્તિ કેવળ નસીબદાર લોકો જ બની શકે છે. વાસ્તવિકતા તો એ છે કે પ્રત્યેક વ્યક્તિની પાસે અમીર બનવાનો અધિકાર છે. તમે પોતે પોતાને પૂછવાનું શરૂ કરો કે હું કેમ ન બની શકું ?

(15) પડકારનો સ્વીકાર કરતા નથી
જો તમે અમીર, સફળ કે જિંદગીમાં આગળ વધવા માંગો છો તો તમારે અનિશ્ચિતતા કે પડકારનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. અમીર લોકો અનિશ્ચિતતામાં પોતે આરામદાયક સ્થિતિમાં હોવાનું અનુભવે છે.

(16) અમીર બનવું સ્વાભાવિક છે

સ્ટીવ સીબોલ્ડે લખ્યું છે કે અમીર લોકો એવું માને છે કે સફળતા અને ખુશી કુદરતમાં હાજર છે. આટલો વિશ્વાસ તેમને સફળતા પર પહોંચાડે છે. સામાન્ય લોકો માને છે કે પોતે અમીર નહિ થઇ શકે. પોતે એવું જ વિચારે છે કે ધનિક બનનારા આપણે કોણ…?

(17) પોતાને ડરથી દૂર રાખે છે.

સીબોલ્ડે જણાવ્યું છે કે ધનિક-સફળ વ્યક્તિ તેમના દિમાગને એવા લેવલ પર લઇ જાય છે કે જ્યાં ડરની કોઇ જગ્યા હોતી નથી. આ લેવલ પર પણ બધી ચીજો સંભવિત લાગે છે. પોતાના દિમાગને આ લેવલ પર લાવવા તમારે તમારી આરામદાયક સ્થિતિ (કમ્ફર્ટ ઝોન)માંથી બહાર નિકળવું પડશે અને આ જ કામ અમીરો કરે છે.

(18) પોતાના પૈસા માટે તમારું કોઈ લક્ષ્ય નથી

પૈસા પોતાની જાતે આવતા નથી, તેના માટે કામ કરવું પડે છે. જો તમે અમીર બનવા માંગતા હોય તો તમારે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નિશ્ચિત ફાઈનાન્શિયલ પ્લાન બનાવવો પડશે.

(19) તમે પોતાનું નહીં, બીજાનું સપનું જીવી રહ્યાં છો.

જો તમે સફળ થવા માંગતા હોય તો તમારે એ જ કરવું જોઈએ જે તમે સાચે કરવા માંગો છો. સેલ્ફ મેડ કરોડપતિ પર પાંચ વર્ષ સુધી રિસર્ચ કર્યા બાદ થોમસ સી. કાર્લેનું કહેવું છે કે, ઘણાં લોકો બીજાના સપનાઓ પાછળ રહેવાની ભૂલ કરે છે. તેમણે લખ્યું છે કે જયારે તમે બીજાના સપનાને જીવવાનું શરૂ કરો છો ત્યારે તમે પોતાના પસંદ કરવામાં આવેલા પ્રોફેશનલથી ખુશ રહેતા નથી.

(20) નાણાં બનાવવા એક ખેલ

સીબોલ્ડે લખ્યું છે કે અમીર લોકો બિઝનેસ, જિંદગી અને કમાણીને એક ખેલ સમજે છે અને આ એવો ખેલ છે કે જેને તેઓ રમવાનું પસંદ કરે છે. આ કારણ છે કે અબજપતિ રોજ કામ કરે છે, જેથી તે પોતાની આગળની સફળતાને હાંસલ કરી શકે. તેમણે લખ્યું છે કે “ખેલ ખેલવાની” ઈચ્છા તેમને બીજા લેવલ પર લઈ જાય છે.

(21) અમીરો પોતાની અપેક્ષાને ખૂબ ઊંચી રાખે છે.
મિડલ ક્લાસ પોતાના માટે ફાઇનાન્સની બાબતમાં ખૂબ ઓછી અપેક્ષા રાખે છે જેથી ક્યારેય નિરાશ ન થવાય. જ્યારે અમીર અતિશય વધુ અપેક્ષા રાખે છે. તે પોતાને કોઇ પણ પડકાર માટે તૈયાર રાખે છે. તેમણે લખ્યું છે કે કોઇ પણ અમીર મોટુ સ્વપ્ન જોયા વિના રહેતો નથી. કેટલાક લોકો માને છે કે પોતે જેટલી અપેક્ષા રાખશે તેટલું જ મળશે. આમ છતાં ઘણા લોકો પોતાને મિડલ ક્લાસ સુધી જ સીમિત રાખે છે.

● जिस व्यक्ति के सपने खत्म, उसकी तरक्की भी खत्म.

સંકલન – ઈલ્યાસભાઈ
—————————-

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

તાજા લેખો

error: Content is protected !!