14 વર્ષનો બહાદુર બચ્ચો !, જેમણે પંડિત જવાહરલાલ નેહરુનો જીવ બચાવ્યો હતો

દર વર્ષે 26મી જાન્યુઆરીનાં રોજ રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર આપવામાં આવે છે. યુવાનોથી લઈને વૃદ્ધ દરેક કે જેમણે પોતાની વિરતા, શક્તિ અને બહાદુરીનો પરિચય આપતાં દેશહિત માટે સરાહનીય કાર્ય કર્યું હોય એમને આ પુરસ્કાર આપવામાં આવે છે.

આ શ્રેણીમાં પહેલું નામ છે – “હરીશ ચંદ્ર મેહરા.” શ્રી મેહરા રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર મેળવનાર પહેલાં ભારતીય હતાં.

એમણે પંડિત જવાહરલાલ નેહરુ સાથે બીજા મોટા અધિકારીઓનો પણ જીવ બચાવ્યો હતો. 2 ઓક્ટોબર, 1957માં દિલ્હીનાં રામલીલા મેદાનમાં સાંજે લગભગ 5:30 વાગ્યે VIP બેઠકનાં મંડપમાં ભીષણ આગ લાગી ગઇ હતી. પોતાના જીવની પરવાહ કર્યા વગર 14 વર્ષનો સ્કાઉટ હરીશ આગમાં કુદી પડ્યો.

પોતાની સમજણ અને સાહસથી હરીશ સળગતા મંડપમાં પહોંચ્યો અને 20 ફૂટ ઉંચા વીજળીનાં થાંભલા ઉપર ચઢીને સળગતા કપડાને કાપીને હટાવી દીધું. આ ઘટના દરમિયાન એનાં બન્ને હાથ દાઝી ગયાં હતાં. ઈજામાંથી મુકત થયાં બાદ જ્યારે તે નિશાળે ગયો તો પ્રિન્સિપાલ સાહેબે એમનાં રૂમમાં આવીને જાહેરાત કરી. એમણે કહ્યુ કે, “હરીશને પ્રધાનમંત્રી દ્રારા રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.”

આ પુરસ્કાર 4 ફેબ્રુઆરી 1958માં નેહરુજીનાં હાથે આપવામાં આવેલો. કેટલાય ન્યુઝપેપરમાં હરીશ વિશે ઈન્ટરવ્યુ છપાયા. વિજ્ઞાપન અને પ્રચાર નીર્દેશાલયે આ બહાદુરી ભર્યા કાર્ય વિશે એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવી હતી અને એને દરેક સિનેમાઘરમાં પ્રસારિત કરવામાં આવેલ. ઓલ ઈન્ડિયા રેડિયોમાં પણ હરીશનું ઈન્ટરવ્યુ લેવાયું હતુ.

એ દિવસોને હરીશ આજે પણ યાદ કરે છે, જ્યારે તેઓ પોતાનાં માતા-પિતા સાથે પુરસ્કાર લેવા ગયાં હતાં. એ દિવસે પંડિત નેહરુએ કહેલું કે ” તમારાં દિકરાએ મારો જીવ બચાવ્યો છે અને એક દિવસ ચોક્કસ તે મહાન માણસ બનશે.”

જો કે જીંદગીને કંઈક અલગ મંજુર હતુ. આ ઘટના પછી પાંચ વર્ષ બાદ આર્થિક કારણોસર હરીશને ભણતર છોડવું પડયું અને કેન્દ્રીય લોક સેવા આયોગ, ઢોલપુરમાં ક્લાર્ક તરીકે કામ શરૂ કર્યું. 3 વર્ષ બાદ પ્રકાશન નિયંત્રક વિભાગમાં પ્રમોશન વગર બદલી થઈ ગઈ. લગભગ 25 વર્ષ બાદ એમને પહેલું પ્રમોશન મળ્યું હતું. હરીશ 2004માં સિનિયર ક્લાર્કનાં રૂપે નિવૃત થયાં. આજે છ દસક પછી આ રિયલ હીરોને આપણે ભૂલી ગયાં છીએ.

આ પુરસ્કાર મળ્યા બાદ એમણે પોતાની ઉત્તમ કારકિર્દી માટે ઘણી કલ્પનાઓ કરી હતી પણ નિયતિ પાસે વિરાતા ટૂંકી પડી. આજે પણ ચાંદની ચોકમાં સામાન્ય એવાં ઘરમાં રહેતાં હરીશ ચંદ્ર મેહરા કહે છે, ” શું વીરતા માટે મને સન્માનિત કરવામાં આવ્યો ત્યારે ખરેખર આપણો દેશ ગંભીર હતો ? સરકાર દ્રારા ઘણાં વચનો આપવામાં આવ્યાં હતાં એમ છતા આજ સુધી કોઇએ મારી સંભાળ લેવાનો પ્રયત્ન કર્યો નથી. મને આજ સુધી સમજાયું નથી કે લોકોનું રક્ષણ કરવું એ જેમનું કામ જ છે, એવાં પોલીસ કર્મચારીઓને પણ કોઈનો જીવ બચાવવા બદલ પ્રમોશન મળે છે તો મને પ્રધાનમંત્રીનો જીવ બચાવવા બદલ કેમ સમયસર પ્રમોશન ના મળ્યું ?”

કદાચ આપણે એમનાં કોઈપણ સવાલનો જવાબ આપવા સક્ષમ જ નથી. આશા કર્યે કે દેશ એમની બહાદુરીને હંમેશા યાદ રાખશે.

” કોટી કોટી વંદન વિરલાની વીરતાને ”

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!