ટોક ટાઈમ
મહારાષ્ટ્રિયન લુકમાં કિંજલ દવેનો વિડીયો – ગણપતિ બાપાનું ગજાનંદ દેવા માણવા જેવું છે

મહારાષ્ટ્રિયન લુકમાં કિંજલ દવેનો વિડીયો – ગણપતિ બાપાનું ગજાનંદ દેવા માણવા જેવું છે

‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ ગીતે જેનાં કરિઅરની સુપરસ્પીડ વધારી અને જેને પોપ્યુલારિટીના ઝોનમાં લઈ ગઈ એવી ફેમસ સિંગર કિંજલ દવે પોતાના માતા-પિતાને ચાર બંગડીવાળી ગાડી ભેટ આપવા માગે છે.

ચાલો, જાણીએ 18 વર્ષની લોકપ્રિય સિંગર કિંજલ દવે અને એનાં પરિવાર વિશે.

આજ સુધી કિંજલ દવેના લગભગ 100 જેટલા ગુજરાતી આલ્બમ બહાર પડી ચુકયા છે અને તેમાંના ઘણાં બધાં આલ્બમ હિટ પણ થયા છે.

કિંજલની કારકિર્દીના ઘડતરમાં કોઇનો ફાળો હોય તો, તે એમના પિતા લાલજીભાઇ દવે અને તેમના ખાસ મિત્ર મનુભાઈ રબારીનો છે. મનુભાઈ પોતે ગુજરાતી ગીતોના લેખનમાં મોટુ નામ ધરાવે છે અને ચારેક હજાર જેટલાં ગીતો તેમણે આલ્બમ માટે તેમજ આઠેક ફિલ્મો માટે લખ્યા છે. ચાર-ચાર બંગડીવાળુ ગીત પણ એમણે જ લખ્યું છે.

કિંજલનાં પિતા પહેલે થી જ સંગીત સાથે સંકળાયેલા હતાં. કિંજલ સમજણી થઈ ત્યારે પિતાને ભજનોના કાર્યક્રમો કરતાં, શેરીમાં યોજાતી ગરબીઓમાં ગાવા જતાં જોતી હતી. તેમને જોઇને જ તેને સંગીત પ્રત્યે રસ જાગ્યો અને આ ક્ષેત્રમાં આગળ વધી. પિતા લાલજીભાઇ એક સમયે હીરા ઘસવાનું કામ કરતાં હતાં. પહેલેથી જ તેઓ મિત્ર મનુભાઇ રબારી સાથે મળીને ગીતો પણ લખતા હતાં.

કિંજલે ગુજરાતી ગાયન ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી લીધી છે છતાં પણ તેણે ભણતર છોડ્યું નથી. કિંજલની ઇચ્છા હવે ફિલ્મોમાં પ્લેબેક સિંગર બનવાની અને સાથે અભિનય કરવાની પણ છે. માતાજીની દયાથી પોતાની અભિનય કરવાની ઇચ્છા તો પરિપૂર્ણ થઇ રહી છે. આગામી દિવસોમાં કિંજલને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ગુજરાતી ફિલ્મ પણ આવી રહી છે.

માત્ર અઢાર વર્ષની ઉંમરે જ જેના સો જેટલા ગુજરાતી ગીતોના આલ્બમ રિલીઝ થઇ ગયા છે અને ચાર-ચાર બંગડી વાળી ગાડી…ગીતને કારણે જે ઘર-ઘરમાં જાણીતી બની ગઇ છે તે કિંજલ દવેએ સફળતા મેળવવા માટે ખુબ સંઘર્ષ કર્યો છે.

પહેલા તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. પિતા લાલજીભાઇ હીરા ઘસવાનું કામ કરતાં હતાં અને સાથો-સાથ તેમનો ગીત-સંગીતનો શોખ પણ પુરો કરતાં હતાં. કિંજલ નાનપણમાં જ ગાયન ક્ષેત્રે આગળ વધી ગઇ હતી. પિતા સાથે બાઇક પર બેસી દુર-દુરના ગામોમાં કાર્યક્રમો આપવા જતી હતી.

મનુભાઈ રબારી અને કિંજલનાં પિતા એ સૌ પહેલા ‘જાનડીયો’ નામનાં લગ્ન ગીતોનું આલ્બમ બનાવ્યું અને ત્યારબાદ એક પછી એક આલ્બમો આપતા ગયા અને આગળ વધતા ગયા.

હાલમાં કિંજલ દવેનું મહારાષ્ટ્રિયન સાડીમાં એક અલગ અંદાઝમાં ગણપતિ બાપા ને વધાવતું નવું ગીત “ગજાનંદ દેવા” ધૂમ મચાવી રહ્યું છે.

કિંજલ દવે વિશે ટૂંકમાં માહીતી

જન્મ સ્થળ : બનાસકાંઠા
અભ્યાસ : ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ શરૂ છે.
પહેલો આલ્બમ :  જોનડિયો
કિંજલનું નીકનેમ : કાનજીભાઈ
કિંજલ દવેનો ફેવરિટ સિંગર : અરીજીત સિંઘ
ફેવરિટ હીરો : સલમાન ખાન અને રણવીર સિંઘ
ફેવરિટ હિરોઈન : દીપિકા પાદુકોણ અને વિદ્યા બાલન.
પ્રોગ્રામદીઠ ફી : 2 થી 3 લાખ.

સંકલન – Ilyasbhai

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

error: Content is protected !!