ધર્મ તરફ
શા માટે ગણપતિદાદા ને એકદંત, ભાલચંદ્ર, વિનાયક વિગેરે નામથી ઓળખીએ છીએ?

શા માટે ગણપતિદાદા ને એકદંત, ભાલચંદ્ર, વિનાયક વિગેરે નામથી ઓળખીએ છીએ?

ગણપતિ રિદ્ધી સિદ્ધિના સ્વામી કહેવાય છે. આપણે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો સૌ પ્રથમ આપણે ગણપતિજીનું આવાહન તથા પૂજન કરવું પડે છે. કોઈ પણ મંગલ કાર્યક્રમ કે સમારોહની શરૂઆત હંમેશા શ્રી ગણેશ વંદના કે ગણેશજીના શ્લોકથી જ કરવામાં આવે છે. ગણપતિજીનું પૂજન કરવાથી તમામ પ્રકારના વિધ્નો તથા સંકટો દૂર થઈ જાય છે. આમ તો ગણેશોત્સવ એ મહારાષ્ટ્ર રાજ્યનું પર્વ ગણાય છે, પરંતુ ધીમે ધીમે દરેક રાજ્યોમાં પણ ગણેશોત્સવનું મહત્વ વધવા લાગ્યું છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંય વરસોથી દરેક નગર, ગલી તથા પોળોમાં ગણેશોત્સવ બહુ ધૂમધામથી ઉજવામાં આવે છે. ગણેશ ચર્તુથીના દિવસે ગણપતિની મૂર્તિની ભકિતભાવ પૂર્વક સ્થાપના કરવામાં આવે છે. આબાલ વૃદ્ધો સૌ ધરાવતાં હોવાથી મહાકાય તરીકે ઓળખાય છે. કોઈ આ ચૌદ દિવસ રંગે ચંગે આનંદ કરે છે. અનંત ચતુદર્શીના દિવસે ભારે હેયે ગણપતિનું વિસર્જનકરીને ભાવભીની વિદાય આપવામાં આવે છે. અનંત ચતુદર્શીના દિવસે ભાવિક ભક્તો ગણપતિ દાદાની સમૂહમાં ડૂબાડીને વિસર્જનકરવામાં આવે છે. સામાન્ય રીતે ગણેશજી વિષે જાતજાતની અને ભાતભાતની કથાઓ જોડાયેલી છે, પરંતુ ગણેશજીના વિવિધ નામો કેવી રીતે પડ્યા તેની માહિતિ નીચે મુજબ છે.

ગણપતિના વિવિધ નામ કઈ રીતે પડ્યા ?

  • પોતાની દૂદ(ફાંદ) મોટી હોવાને કારણે દુંદાળા દેવ તરીકે ઓળખાય છે.
  • મસ મોટી તથા ભારેખમ કાયા.
  • તેમનું ભાલ(કપાળ) ચંદ્ર સમાન તેજસ્વી અને જાજરમાન હોવાને કારણે ભાલચંદ્ર તરીકે ઓળખાય છે.
  • પોતાની સૂંઢ એક તરફ વાંકી રહેતી હોવાને કારણે વક્રતુન્ડ તરીકે ઓળખાય છે.
  • ગજ(હાથી) જેવું આનત(મોઢું) હોવાને કારણે ગજાનન તરીકે ઓળખાય છે.
  • ગજ (હાથી) જેવા મોટા અને લાંબા કાન હોવાને કારણે ગજકર્ણ, સૂપકર્ણ કે લંબકર્ણ તરીકે ઓળખાય છે.
  • પરશુરામ સાથેના યુદ્ર્માં હે દંતશૂળ માંથી એક દંત ખંડિત થયો હોવાથી એકદંત તરીકે ઓળખાય છે.
  • ગણોના અધિપતિ હોવાને કારણે ગણપતિ, ગણનાયક, ગણનાથ, ગણેશ કે ગણરાય તરીકે ઓળખાય છે.
  • સઘળા કષ્ટો, દુઃખ તથા વિઘ્નો દૂર કરતાં હોવાથી વિઘ્નહર્તા, વિધ્નેશ્વરાય કે સંકટમોચન તરીકે ઓળખાય છે.
  • તેમનો વાન(શરીર) બદામી ધેરા રંગનો હોવાથી કપિલ તરીકે ઓળખાય છે.
  • નમ્ર વિવેકી તથા વિનયી હોવાને કારણે વિનાયક તરીકે ઓળખાય છે.
  • પોતાને ભોજનમાં મોદક અતિ પ્રિય હોવાથી મોદસ્વામી તરીકે ઓળખાય છે.
  • પાર્વતીજીના પુત્ર હોવાને કારણે પાર્વતી નંદન કે ગોરી નંદન તરીકે ઓળખાય છે.
  • સુર એટલે સર્વ દેવતાઓમાં પ્રિય અને ઇષ્ટ હોવાને કારણે સુરપ્રિયાસ, સુરેશ કે સુરેશ્વર તરીકે ઓળખાય છે

ગણપતિને રિદ્ધી અને સિદ્ધિ નામની બે પત્નીઓ હતી તથા તેમના પુત્રોનાં નામ શુભ તથા લાભ હતાં. સમય જતાં શુભ તથા લાભ ચોઘડીયા તરીકે ગ્રહમંડળમાં  પ્રસ્થાપિત થયા હતા. ગણપતિએ મુષક(ઊદર) જેવાં તુચ્છ પ્રાણીને પોતાનું વાહન બનાવ્યો છે. ગણપતિને દુર્વા અતિ પ્રિય છે. મહર્ષિ વેદ વ્યાસ રચિત મહાભારત લખવામાં ગણપતિજીનો બહુ મૂલ્ય ફાળો છે. આમ ગણપતિજી એ વરસો અગાઉ લહિયા કે સ્ટેનો તરીકેની સેવા બજાવી હતી, તેથી એવું કહી શકાય કે ગણપતિ જ સૌથી પહેલાં વેદ વ્યાસના સ્ટેનોગ્રાફર હતા ત્યાર પછી સ્ટેનોની લીપી વિકસી હશે.

સંકલન: મિતેશ પોબારુ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!