બીઝનેસ ટોક
મહીને ૪૦ હજાર રૂ. સુધીની આવક થઇ શકે છે – મહેનત કરવાવાળા માટે વરદાનરૂપ

મહીને ૪૦ હજાર રૂ. સુધીની આવક થઇ શકે છે – મહેનત કરવાવાળા માટે વરદાનરૂપ

સરકારની યોજના હેઠળ ઓછા રોકાણમાં વધું આવકવાળો બિઝનેસ શરૂ કરવાની ઉત્તમ તક આપવામાં આવી રહી છે.

આજના સમયમાં ઘણાં બધા લોકો પોતાનો કારોબાર શરૂ કરવા માંગે છે, પણ યોગ્ય જાણકારીનો અભાવ હોવાથી શરૂઆત કરી શકતા નથી. કોઈપણ નવો ધંધો શરૂ કરતી વખતે બે વસ્તું મહત્વની હોય છે. પહેલું એ કે, બિઝનેસમાં કેટલું રોકાણ કરવું પડશે અને બીજુ બિઝનેસથી કેટલો નફો થશે. એવામાં અમે એક એવા બિઝનેસ અંગે આપને જણાવી રહ્યા છીએ, જેમાં રોકાણ ઘણું જ ઓછું છે અને નફો વધારે. ખાસ વાત એ છે કે બિઝનેસ શરૂ કરવા માટે તમને સરકારની પણ મદદ મળશે.

જો તમારી પાસે ફક્ત 2 લાખ રૂપિયા હોય તો તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો. બિઝનેસ પણ એવા પ્રોડકટ્સનો જેની માંગ માર્કેટમાં હંમેશા અને દરેક સીઝનમાં રહેતી હોય છે. ખાસ વાત એ છે કે બિઝનેસ શરૂ કરવા માટે સરકારની ખાસ યોજના હેઠળ તમને 75 ટકા સુધીની રકમ લોનથી મળી જશે. આ બિઝનેસ દ્રારા તમે દરેક પ્રકારનો ખર્ચ કાપ્યા બાદ માસિક 40 હજાર રૂપિયા સુધીનો નફો કમાઇ શકો છો.

સરકારની યોજના હેઠળ આ બિઝનેસ શરૂ કરો :

papad

લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલો એક લોકપ્રિય બિઝનેસ પાપડ મેન્યુફેકચરિંગનો બિઝનેસ છે. ખાસ વાત એ છે કે પાપડ દરેક રસોડાની એક લોકપ્રિય વસ્તું છે, જેની ડિમાંડ મોટાભાગના ઘરોમાં આખુ વર્ષ કે દરેક સીઝનમાં રહે છે. જો તમારા પ્રોડક્ટની ક્વોલિટી સારી હશે તો તેમાં બ્રાન્ડની ખાસ અસર નહીં થાય. માર્કેટમાં બ્રાન્ડ કે નોન-બ્રાન્ડેડ દરેક પ્રકારના પાપડ મોજુદ છે, જેનું વેચાણ એક જેવુ જ હોય છે. જેના માટે તમારી પ્રોડક્ટની ક્વોલિટી સારી હશે તો તે પણ બ્રાન્ડ બની જશે.

કુલ ખર્ચ: 10 લાખ રૂપિયા
વર્કિંગ કેપિટલ: 3.23 લાખ રૂપિયા
વર્કિંગ કેપિટલમાં રો મટિરિયલ, લેબર ચાર્જ, પેકિંગ, ટેલિફોન બિલ, વિજળીનું બિલ, રેન્ટ વગેરે સામેલ છે.
ફિકસ્ડ રોકાણ : 7 લાખ રૂપિયા
ફિકસ્ડ રોકાણમાં મશીનરી અને અન્ય સેટ-અપનો ખર્ચ સામેલ છે.

સરકાર શું અને કેવી રીતે મદદ કરશે?


●  બિઝનેસ શરૂ કરવા માટે તમારે પોતાની પાસે 2.05 લાખ રૂપિયા હોવા જરૂરી છે.
●  વર્કિંગ કેપિટલ લોન: 2.58 લાખ રૂપિયા
●  ટર્મ લોન:  5.60 લાખ રૂપિયા મળશે
● ટોટલ ખર્ચ: 10.23 લાખ રૂપિયાજેટલો

કઈ રીતે થશે કમાણી?
સરકારના એસ્ટિમેટ અનુસાર ટર્નઓવર રેશિયો તૈયાર કરવામાં આવ્યો છે.
વાર્ષિક કોસ્ટ ઓફ પ્રોડક્શન: 28.30 લાખ
વાર્ષિક ટર્ન ઓવર: 33.50 લાખ
વાર્ષિક પ્રોફિટ: 5.20 લાખ રૂપિયા
માસિક પ્રોફિટ: 40 હજારથી વધુ

2 વર્ષમાં મળી જશે સંપૂર્ણ રોકાણ પરત :


વાર્ષિક રિટર્ન: 54 ટકા
5.4 લાખ (નેટ પ્રોફિટ ) X 100/10 લાખ (કુલ ખર્ચ ) =54%
એટલે કે 2 વર્ષમાં સંપૂર્ણ ઈન્વેસ્ટમેન્ટ નીકળી જશે

તમારે બિઝનેસ શરૂ કરવા જગ્યા જોઇશે. તમે ભાડેથી પણ સ્પેસ કે બિલ્ડિંગ લઇ શકો છો. 500 ચોરસ ફૂટ સુધીની જગ્યા જોઇશે. જેના માટે 5 થી 10 હજાર મહિને ભાડું થશે. પોતાની જગ્યા હોય તો તમારી બચતમાં તેને સામેલ કરજો. આ જગ્યા પર મશીનરી સેટઅપ થશે.

સરકારી યોજનાનો લાભ લેવા માટે આ રીતે કરો અરજી :
આના માટે વડાપ્રધાન મુદ્રા યોજના હેઠળ કોઇપણ બેન્કમાં અરજી કરી શકો છો. જેના માટે તમારે એક ફોર્મ ભરવું જરૂરી છે. જેમાં નીચે મુજબની ડિટેઈલ અને જરૂરી પુરાવા આપવા પડશે..

નામ, સરનામું, બિઝનેસ શરૂ કરવાનું એડ્રેસ, એજ્યુકેશન, હાલની આવક અને કેટલી લોન જોઇએ છે. તેમાં કોઇ પ્રકારની પ્રોસેસિંગ ફી કે ગેરંટી ફી પણ નહીં આપવી પડે. લોનની રકમ 4 વર્ષ સુધીમાં ભરપાઈ કરી શકો છો

સંકલન – ઈલ્યાસભાઈ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

તાજા લેખો

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!