આરોગ્ય વેદ
આયુર્વેદિક ઉપચારથી પેશાબ સંબંધી સમસ્યાઓથી હમેંશ માટે મુક્તિ મેળવો

આયુર્વેદિક ઉપચારથી પેશાબ સંબંધી સમસ્યાઓથી હમેંશ માટે મુક્તિ મેળવો

આજકાલની રહેણીકરણી અને ખાનપાનને કારણે લોકો અનેક બીમારીઓનો શિકાર થતાં જઈ રહ્યા છે અને એમાંય બાળકો અને વૃદ્ધોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે તેઓ બહુ જલ્દી બીમારીઓના સકંજામાં આવી જાય છે. જેથી તમારી તમામ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો ઉકેલ અને દેશી અને આયુર્વેદિક ઉપચાર વડે લાવી શકીએ તેનો અમે સતત પ્રયત્ન કરતાં રહીએ છીએ. જેથી આજે અમે આયુર્વેદના ખજાનામાંથી પેશાબ સંબંધી તમામ સમસ્યાઓને દૂર કરવાનો ઈલાજ લઈને આવ્યા છે. આ ખાસ ઉપચાર અજમાવવાથી પેશાબમાં થતી બળતરા, પેશાબમાં લોહી પડવું, પેશાબમાં પરૂં થવું, અટકીને પેશાબ આવવો વગેરે તમામ તકલીફ ઝડપથી અને સરળતાથી મટી જશે.

  • પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાંખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે.
  • પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા સાથે થવો, વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે.
  • ળનું ચાર-પાંચ તોલા પાણી ગરમ કરેલા ઘીમાં નાંખીને પીવાથી બંધાયેલો પેશાબ તરત જ છુટી જાય છે.
  • રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી સવારે વાટી તેમાં સાકર નાંખીને હલાવો અને હલવો બનાવી ખાવાથી પેશાબ છુટથી થાય છે.
  • આમળાના ચુર્ણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબની બધી તકલીફ મટે છે.
    પેશાબ અટકી અટકીને આવતો હોય તો એલચીનું ચુર્ણ મધમાં ચાટવાથી પેશાબ સાફ અને છુટથી આવશે.
  • 100 ગ્રામ દૂધમાં ખાવાનો સોડા 1 ગ્રામ નાંખી દિવસમાં બે વાર પીવાથી પેશાબની છુટ થશે અને પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે.
  • પાતળી છાશમાં બે આનીભાર સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
  • વરીયાળી શરબત બનાવી તેમાં જરાક સુરોખાર નાંખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
  • અર્ધા તોલા લીંબુના બીજનું ચુર્ણ કરી પાણી સાથે પીવાથી તરત પેશાબ છૂટે છે.
  • પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલાં દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે.
  • ચોખાના ધોવાણમાં સાકર તથા ચપટી સુરોખાર મેળવી પીવાથી પેશાબ ઓછો થતો હોય તો વધે છે કોઈપણ કારણસર પેશાબ અટકતો હોય તો તે મટે છે.

જો આપને આ ટીપ્સ ઉપયોગી લાગી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

સાભાર: લાઈફ કેર સમાચાર

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!