બીઝનેસ ટોક
કરોડપતિ લોકોની આ છ આદતો તમને જરૂર પૈસાદાર બનવામાં મદદ કરશે

કરોડપતિ લોકોની આ છ આદતો તમને જરૂર પૈસાદાર બનવામાં મદદ કરશે

આ મોંઘવારીનાં જમાનામાં દરેક માણસ પોતે જેટલું કમાય છે તેના કરતા વધારે આવક મેળવવાના નવા-નવા રસ્તા શોધતો રહે છે. નોકરીયાત વ્યક્તિ સાઈડ ઈન્કમની તકો શોધે છે, બિઝનેસમેન પોતાના બિઝનેસ ઉપરાંત અન્ય બિઝનેસમાં રોકાણ કરી નાણાને યોગ્ય દિશા આપતો રહે છે જેથી આવક વધારી શકાય અને જિંદગીને વધારે સુવિધાયુક્ત બનાવી શકાય.

ચાલો, આજે જાણ્યે ધનિક લોકોનાં મની મંત્રા :

(1)  20 વર્ષની ઉંમરથી જ શરૂઆત કરો :

સેલ્ફ મેઈડ કરોડપતિ સ્ટીવ સેબોલ્ડે જણાવ્યું છે કે ફ્રી માર્કેટ ઈકોનોમીમાં કોઇપણ વ્યક્તિ ગમે એટલા નાણાં કમાઇ શકે છે. સ્ટીવ સેબોલ્ડ કહે છે કે, 20 વર્ષની ઉંમરે જ રોકાણ, બચત, બિઝનેસ, ઈન્કમનાં નવા-નવા વિકલ્પોમાં ચુનંદા કામ કરી લો છો તો 30 વર્ષની ઉંમર સુધીમાં લખપતિ/કરોડપતિ પણ બની શકો છો.

(2) કમાણી પર ધ્યાન કેન્દ્રિત કરો :

આજનાં યુગમાં લખપતિ કે કરોડપતિ બનવા માટે ફક્ત બચત કરવાથી કશું થતુ નથી. લેખક ગ્રાન્ટ કાર્ડને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે પ્રથમ પગલું પોતાની કમાણી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો કમાણી પર ફોકસ હશે તો ખર્ચને કંટ્રોલ કરવાની જરૂર નહીં રહે અને રોકાણ માટેની શક્યતાઓ પણ વધી જશે.

(3) કમાણીના અન્ય વિકલ્પો શોધો :

વધું કમાણી કરવાનો એક રસ્તો એ છે કે તમે તમારી કમાણીના માર્ગો વધારો. નવા-નવા જોખમ લો, નવા રોકાણકારોનો અભ્યાસ કરો અને માર્કેટની સ્થિતી પર ધ્યાન રાખો. કોઈ એક બિઝનેસમાં સ્થિર બેસી રહેવું યોગ્ય નથી.

(4) ખોટો દેખાડો ન કરો – સફળતા આપમેળે બોલશે :

પોતાનો બિઝનેસ અને રોકાણ દ્રારા પોતાની આવક સિક્યોર ન થાય ત્યાં સુધી દેખાડો કરવા માટે બિનજરૂરી વસ્તું જેવી કે મોંઘી કાર, બાઈક કે અન્ય વસ્તું ખરીદવી ન જોઈએ. કારણ કે એ વસ્તુંથી કોઈ આવક થવાની નથી. યોગ્ય સમયે યોગ્ય વસ્તું ખરીદશો તો સોનામાં સુગંધ ભળશે.

(5) સમજી વિચારીને નિર્ણય કરો :

ઉતાવળ એ શેતાનનું કામ છે, એટલે બને ત્યાં સુધી દરેક ધંધા-રોજગારમાં ધીરજપૂર્વક નિર્ણય લેવા જોઈએ. આપણાં બિઝનેસ સાથે સંકળાયેલ દરેક લોકોનો ખ્યાલ તેમજ મૂડીને ધ્યાનમાં રાખી સભાનતા પૂર્વક નિર્ણય લેવા જોઈએ.

(6) રોકાણ કરવાનાં હેતુથી બચત કરો : 

લેખક કાર્ડને જણાવ્યું કે, નાણાં બચાવવાનું એકમાત્ર કારણ રોકાણ છે. પોતાની બચતને સિક્યોર એકાઉન્ટમાં નાખો. બચતને રોકાણમાં અને નફાને બચતમાં તબદીલ કરતું રહેવું જોઈએ. ઈમરજન્સી માટે પણ થોડી બચત સિક્યોર કરવી જોઈએ.

સંકલન – ઈલ્યાસ બેલીમ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!