જાત ભાતની વાત
વિશ્વના ટોપના આ ૪ કરોડપતિઓ કઈ રીતે કંજુસાઈમાં પણ ટોપ પર છે વાંચો

વિશ્વના ટોપના આ ૪ કરોડપતિઓ કઈ રીતે કંજુસાઈમાં પણ ટોપ પર છે વાંચો

સામાન્ય રીતે અબજોપતિ લોકોનાં રાજ મહેલો જેવા ઘર, આલીશાન લાઈફ સ્ટાઈલ અને શાહીખર્ચ ચર્ચામાં રહેતાં હોય છે. આપણાં ભારતીય ભાઈઓને જ જોઈ લો. જેમ કે, મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલ, રતન તાતા, કુમાર મંગલમ, મિ. ગોદરેજ, અદાણી, અઝીમ પ્રેમજી અને કેટલાંક રાજકીય નેતા જેવા ઘણાં ભારતીય લોકોના રાજ-મહેલ જેવા ઘર હોય છે, મોંઘીદાટ કાર, પ્રાઈવેટ હેલિકોપ્ટર, હજારો નોકર-ચાકર, બાળકોના લગ્નમાં કરોડો રૂપિયાની રેલમછેલ અને મોજ-શોખ માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે.

બીજી બાજુ, વિશ્વમાં ઘણાં અબજોપતિ એવાં પણ છે કે, જેઓ કંજૂસ છે. જે પોતાની કંજૂસાઈ માટે ખુબ જ પ્રખ્યાત થયાં છે. આ અબજોપતિઓ ખુબ જ જાળવીને ખર્ચ કરે છે. કેટલાક અબજોપતિઓ એવા પણ છે, જે આજે પણ જુની અને સેકન્ડ હેન્ડ કાર વાપરે છે. વર્ષોથી પોતાના જુના ઘરમાં રહે છે અને ડ્રાઈવરની જગ્યાએ પોતે કાર ચલાવે છે.

(1) જોન કેડવેલ : જાણીતા બ્રિટિશ બિઝનેસમેન છે. 

સંપતિ : 2.4 અબજ ડોલર

જાણીતી કંજૂસાઈ : ઘરેથી ઓફિસ જવા માટે આજે પણ સાઈકલનો ઉપયોગ કરે છે. તે પોતાની બાલ-દાઢી જાતે જ કાપે છે. જયાં વધું ડિસ્કાઉન્ટ ચાલતું હોય ત્યાંથી જ કપડા ખરીદે છે. કેડવેલ કહે છે કે, આમ કરવાથી સમયની બચત થાય છે. લ્યો બોલો !!

(2) વોરેન બફેટ : રોકાણકાર અને વિશ્વના ચોથા સૌથી ધનિક

સંપતિ : 60 અબજ ડોલર

ફેમસ કંજૂસાઈ : નવી કારની જગ્યાએ હંમેશા સેકન્ડ હેન્ડ કાર ખરીદે છે. કોઈ નત-નવી વાનગીઓ ખાવાનો શોખ નથી. કાર ચલાવવા માટે ડ્રાઇવર રાખતાં નથી, પોતે જ ડ્રાઈવ કરે છે. વર્ષોથી તેઓ એમનાં જૂના ઘરમાં જ રહે છે. જોકે ધર્માદાની બાબતમાં પણ સમગ્ર વિશ્વમાં ફેમસ છે.

(3) ગૈરી હાર્વી :   ઓસ્ટ્રેલિયાઈ બિઝનેસમેન

સંપતિ :  87 કરોડ ડોલર

ફેમસ કંજૂસાઈ : ચંપ્પલ જેવી સામાન્ય વસ્તું ખરીદવા માટે પણ 2 મહિના સુધી વિચાર કરે. એકવાર તે સ્પીકિંગ પોડિયમમાંથી નોટપેડ પણ ઉઠાવીને લઈ ગયા. જય હો કંજૂસ બાબા કિ…

(4) ઈંગ્વાર કેમ્પમર્ડ : ફેમસ સ્વિડિસ કંપની આઈડિયાના માલિક

સંપતિ : 6 અબજ ડોલર

ફેમસ કંજૂસાઈ : હાલમાં પણ સેકન્ડ હેન્ડ અને જુની કાર વાપરે છે. પોતાની કાર જાતે જ ડ્રાઈવ કરે છે. વિમાનમાં હાલ પણ ઈકોનોમી કલાસમાં મુસાફરી કરે છે. ઈંગ્વાર પોતાના જે સ્વીડીસ ગામમાં રહે છે ત્યાં તે માઈઝર અંકલના નામથી ફેમસ છે. તેમની સંપતિ એક સમયે 26 અબજ ડોલર થઈ ગઈ હતી, જે હાલના ગાળામાં મુકેશ અંબાણીની સંપતિ કરતા પણ વધારે છે.

આવા કંજૂસ અબજોપતિ કરતા તો આપણાં દૈનિક મજુરી કામ કરતા ભાઈઓ સારાં કે, જેઓ આખો દિવસ મજૂરી કરે અને સાંજે જે ભાવતું હોય તે ખાઈ, ખર્ચ કરે, હરે-ફરે અને જલ્સા કરે બોસ !

મને આજે પણ યાદ છે, દિવાળીનો દિવસ હતો. અમે લોકો ફટાકડા વેચતા હતાં. આખો દિવસ મજૂરી કામ કરીને એક રોજમદાર અમારી દુકાને આવ્યો અને લગભગ રૂ.1000/- ના ફટાકડા પોતાનાં બાળકો માટે લઈ ગયો. વાહ ! ગુજરાતી…વાહ !

સંકલન – ઈલ્યાસભાઈ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

error: Content is protected !!