જાત ભાતની વાત
ફેશન ડીઝાઇનીંગ છોડીને બકરી પાલન નો બીઝનેસ શરુ કર્યો અને આજે છે લાખોમાં કમાણી

ફેશન ડીઝાઇનીંગ છોડીને બકરી પાલન નો બીઝનેસ શરુ કર્યો અને આજે છે લાખોમાં કમાણી

કોઈ પણ ભણેલી-ગણેલી વ્યક્તિને બકરીપાલન જેવો વ્યવસાય શરૂ કરવાનું કહેવામાં આવે તો કોઈ પણ નાકનું ટેરવું ચડાવશે. સમાજની હકીકત તો એ જ છે કે, પશુપાલન કે ખેતી સાથે જોડાયેલા કામોને ઉતરતું ગણવામાં આવે છે. પરંતુ સમાજમાં બદલાવ આવી રહ્યો છે. ધીરે-ધીરે પણ મક્કમ ગતિએ આ બદલાવ આવી રહ્યો છે અને આ જ બદલાવનો પર્યાય છે શ્વેતા તોમર.

શ્વેતા તોમરનો જન્મ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના એક ગામ રાનીપોખરીમાં થયો હતો. જેમણે ફેશન ડિઝાઇનિંગ છોડીને પોતાના પતિ રોબિન સ્મિથ સાથે ગામમાં બકરી પાલન શરૂ કર્યું.

પિતાનું નામ રોશન કર્યું
શ્વેતાના પિતા પહેલેથી જ પશુપાલનનો ધંધો કરવા માગતા હતાં પણ તેઓ તેમના મનનું કામ નહતા કરી શક્યા. શ્વેતાએ પોતાના પિતાનું સપનું પૂરું કરવા તેમના જ નામે જાન્યુઆરી, 2016માં ‘પ્રેમ એગ્રો ફાર્મ’ની સ્થાપના કરી. ઉત્તરાખંડના જે વિસ્તારમાં શ્વેતાનું ફાર્મ છે ત્યાં ઘણાં જંગલી જનાવર રહે છે. એટલે શ્વેતાને ચિંતા હતી કે ક્યાંક તે જંગલી જનાવર એ બકરીઓને ખાઈ ન જાય. પરંતુ શ્વેતાએ તેની પરવા કર્યા વગર બેંકથી લોન લઈ 250 બકરીઓની સાથે બિઝનેસની શરૂઆત કરી.

હિંમતનાં નાણાં છે ભાઈ
આજે શ્વેતાના ફાર્મમાં અલગ અલગ જાતિની 100થી વધુ બકરીઓ છે. જેમાં સિરોહી, બરબરી, જમના પારી તેમજ તોતા પારી બ્રીડની 5 હજારથી લઈને 1 લાખ સુધીની બકરીઓ હાજર છે. તેને વાર્ષિક 3 થી 4 લાખ રૂપિયાની કમાણી થાય છે. લોન લેતી વખતે તેને અનેક લોકોએ જોખમથી ડરાવી પણ તેણે હિંમત ન છોડી.

કંઇક અલગ કરવાનું ઝનૂન
શ્વેતા મિસ ચંદિગઢ માટે સિલેક્ટ થઇ હતી પણ શ્વેતાએ  પશુપાલનમાં આગળ વધવાનું નક્કી કર્યું. શ્વેતા પોતાના ફાર્મ પર ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત કરે છે. આ પ્રોગ્રામમાં તે ડેરી અને મરઘી પાલન સહિત અન્ય ચીજો અંગે જાણકારી આપે છે. તે પોતાના બિઝનેસને ઉત્તરાખંડના અન્ય ભાગોમાં ફેલાવવાની યોજના બનાવી રહી છે.

મંઝીલ ઉન્હેં નહીં મિલતી, જો રહતે હૈ કલ્પના કે સહારે.
પ્યાસે વો ભી રહ જાતે હૈ, જો બેઠે રહતે હૈ દરિયા કિનારે.

સંકલન – ઈલ્યાસભાઈ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

તાજા લેખો

error: Content is protected !!