ઈતિહાસની વાતો
ગઝનીએ લુંટેલા સોમનાથ મંદિરના દરવાજા છે ક્યાં? રહસ્યમય પણ વાંચવા જેવી વાત

ગઝનીએ લુંટેલા સોમનાથ મંદિરના દરવાજા છે ક્યાં? રહસ્યમય પણ વાંચવા જેવી વાત

એ વાતમાં તો કોઇ શંકાને સ્થાન જ નથી કે ગઝનીના મહેમુદે ૧૦૨૬માં સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે ક્રુરતાની હદ વટાવી હતી.લગભગ પચાસ હજાર સ્ત્રી,પુરૂષો અને બાળકોને તેણે સોમનાથના પટાંગણમાં રહેંસી નાખ્યા હતાં,અરે રીતસરના વેતરી નાખ્યા હતાં !!

તેણે લુંટેલા ખજાનાની કોઇ ગણતરી ના થઇ શકે.એવું કહેવાય છે કે ૩૦,૦૦૦ હજાર ઊંટ માથે તેણે આ દ્રવ્ય ભર્યું હતું.ભયંકર વિનાશ આદરેલો ! દિવા જેવી ચોખ્ખી વાત તો એ છે કે મહેમુદ માત્ર ખજાનો લુંટવા આક્રમણ નહોતો કરતો.એનો ખરો ઉદ્દેશ્ય તો ઇસ્લામના ઝંડા ફેલાવી અને હિંદુધર્મને જડમુળથી ઉખેડી નાખવાનો હતો.માટે કહેવું પડે કે મહેમુદ ગઝનવી “ક્રુર,ઘાતકી અને ધર્મઝનુની” હતો.

પ્રમાણ : સોમનાથના શિવલિંગને ભાંગીને તેના કટકા તે ભેગો લેતો ગયેલો અને ગઝનીમાં જામા મસ્જિદના પગથિયાં પર તે કટકા જડી દીધેલા !!

બાય ધ વે,ગઝનીની ક્રુરતાની વાતો ઘણીવાર થઇ ચુકી છે.વર્તમાન સરકારની પુરોગામી સરકારએ કદી આવી હક્કીકત સામી આવવા દીધી નથી ! તેણે ઉલ્ટાના શિવાજી જેવા યુગપ્રવર્તકને ચોરનું બિરુદ આપેલું.આજે પ્રજાને શિવાજી કરતા ચર્ચિલ વિશે વધારે ખબર છે એ પામર સરકાર ને એની પામળ ભણતરનું પરીણામ છે !

મહેમુદે પોતાના ભારત પરના સત્તરમી વખતના આક્રમણમાં સોમનાથ લુંટ્યું એ વખતે સોમનાથના સુખડના બનેલા અને અત્યંત કિંમતી,વળી અદ્ભુત કારીગરી વાળાં દરવાજા પણ તે પોતાની સાથે લઇ ગયેલો.દરવાજા બેશક સોમનાથ મંદિરનું અણમોલ આભુષણ હતાં અને અત્યંત મુલ્યવાન હતાં.મહેમુદ તે લઇ ગયો.પણ સોમનાથ  લુંટાયાના લગભગ ૮૦૦ વર્ષ પછી મહમૂદના ગઝનીને એ  વિદેશી  આક્રમણ વેઠવાનો  “કાબે અર્જુન લુંટીયો”  જેવો કટાક્ષભર્યો  વખત આવ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરે અફઘાનિસ્તાન પર હુમલો કરીને  તેને શિકસ્ત આપી. કંપનીનો ગવર્નર જનરલ  એડવર્ડ એલનબરો પોતે ગઝની અને  કાબુલ ગયો અને ફતેહ નાં તોહફા  રૂપે સોમનાથના દરવાજા લેતો આવ્યો. ભારત પાછા ફર્યા બાદ તેણે નિવેદન બહાર પાડ્યું કે….  “MY FRIENDS AND BROTHERS, OUR VICTORIOUS ARMY BEARS THE GATES OF THE TEMPLE OF SOMNATH IN TRIMPH FROM AFGHANISTAN. THE INSULT OF 800 YEARS IS AT LAST AVENGED.”

આ ધોળિયા ગવર્નર-જનરલ ને હિંદુ ધર્મ માટે પ્રેમ ઉભરતો ન હતો. પંજાબ ના સદગત મહારાજા રણજીતસિંહને હિંદુ  પ્રજાની નજરમાં ઉતારી પાડવાના બદઈરાદે તેણે સોમનાથના ચંદન દ્વાર પાછા લાવવાની તસ્દી  ઊઠાવી હતી. અફઘાનિસ્તાનને વર્ષો પહેલાં મહાત કરીચુકેલા  શેર-એ-પંજાબે સોમનાથના દરવાજા હસ્તગત ન કર્યાં તે વાતની  એલેનબરો પંજાબની હિંદુ જનતાને યાદ અપાવવા માગતો હતો !!  રણજીતસિંહ ન સામ્રાજ્યને ખતમ કરવા તેને હિંદુ શીખ  વચ્ચે ફૂટ પડાવવાની જરૂર લાગી હતી.[ બિલાડીછાપ નીતીઓના તે જનક જ હતાં ને !! ]

બ્રિટીશ સરકારને પૂછ્યા વિના એલનબરો સોમનાથના દરવાજા લાવ્યો એટલે ત્યાની પાર્લામેન્ટમાં ધમાલ મચી.ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની ધાર્મિક બાબતોને સ્પર્શતા પગલાં ભરે તેની સામે વિરોધ પક્ષના ધારાસભ્યોએ વાંધો ઊઠાવ્યો થોડા વખત પછી બ્રિટીશ વર્તમાન પત્રોમાં અહેવાલ છપાયા કે એલન બરો મોટા ઉપાડે જેમને ઊંચકીને લાવ્યો તે  દરવાજા સોમનાથ ના ન હતા.અહેવાલનો ગર્ભિત મતલબ એ થાય કે  સોમનાથના ભક્તો અને સમગ્ર હિંદુ સમાજ તે દરવાજાને મંદિરે લગાવવાનો આગ્રહ ન રાખે!!! અફઘાન દરવાજા હિંદુ મંદિરમાં શોભે નહિ.

છેવટે એમજ બન્યું. સોમનાથના ન કહેવાતા (અથવા તો ખરેખર સોમનાથના ) દરવાજા આગ્રાના કિલ્લામાં રાખી મુકાયા અને ત્યાજ છેવટે તે સડી ગયા !!

શી વેદના અમારી ! અમે સાવ ભંગાણા છે
રાખી સહનશીલતા એમાં જ અમે રૂધિરે રંગાણા છે

Kaushal Barad

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Kaushal Barad

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!