આદર્શ શિક્ષક થી ૧૦૦૦ કરોડ ના બીઝનેસમેન ની અદ્ભુત સફર – આ ગુજરાતીને ઓળખો છો?

આજે શિક્ષક દિન નિમિતે જાણીએ એક એવાં અનોખા શિક્ષક વિશે કે, જેઓ શિક્ષકમાંથી સફળ ઉદ્યોગપતિ બન્યાં. જી, હાં અમે વાત કરીએ છીએ આપણાં ગુજરાતી શ્રી ઓધવજીભાઈ પટેલ કે, જેમણે દિવાલ ઘડિયાળ (Wall Clock) દુનિયાના દરેક ખૂણે પહોંચાડી દીધી.

અજંતા ક્વાર્ટઝના માલિક ઓધવજી પટેલ

એક સમયે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા એક સામાન્ય શિક્ષકને આજે વિશ્વ ફાધર ઓફ વોલ ક્લોક્સના નામે જાણે છે. ઓધવજીભાઈ મુળ મોરબીના ચાચાપર ગામના ખેડૂતપુત્ર હતા. તેમણે મોરબી, ભાવનગર અને પોરબંદરમાં અભ્યાસ કર્યો હતો. 1948માં વિજ્ઞાનમાં સ્નાતક થનાર ઓધવજીભાઈ મોરબી સ્ટેટમાં પ્રથમ હતા. તેમણે પાછળથી બી.એડ. કર્યુ હતું. જ્યાં અભ્યાસ કર્યો હતો તે શાળા વી.સી. સ્કુલમાં જ તેઓ ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે જોડાયા હતા.

કેવી રીતે શરૂઆત થઈ

ભાડાના મકાનમાં રહેતા ઓધવજીભાઈ 150 રૂપિયાના પગારમાં ચાર દિકરા અને બે દિકરીના પરિવારનો નિર્વાહ કરતા પણ કદી ઘરેથી પૈસા મંગાવતા નહોતા. ટૂંકા પગારમાં એમને ગામડેથી આવતા મહેમાનોની પણ સરભરા કરવી પડતી. કોલેજમાં આવેલા સંતાનોનો ખર્ચ ઉપાડવા માટે ઓધવજીભાઈએ કાપડની દુકાન ખોલી હતી. આમ વ્યવસાયની શરૂઆત ઓધવજીભાઈએ કાપડની દુકાનથી કરી હતી. ત્યારબાદ એન્જિન ઓઈલનો બિઝનેસ શરૂ કર્યો જે ચાર-પાંચ વર્ષ જેટલો ચાલ્યો એક દિવસ ઓધવજીભાઈ પાસે ટ્રાન્ઝિસ્ટર ઘડિયાળ બનાવવાનો પ્રસ્તાવ આવ્યો. આ રીતે અજંતા નામે ઘડિયાળ બનાવવાનો નવો બિઝનેસ 1 લાખ 65 હજારના રોકાણથી ભાડાની જગ્યા પર શરૂ થયો. શરૂઆતના બે વર્ષ ખરાબ ગયા પણ ઓધવજીભાઈ મક્કમ રહ્યા.

દક્ષિણ ભારતના બજાર તરફ વધું ધ્યાન આપ્યું  

સૌ પહેલા તેમની કંપનીએ મેગ્નેટિક ક્લોક્સ બનાવવાનું શરૂ કર્યું.
●  તેમણે સૌ પ્રથમ દક્ષિણ ભારતના બજારમાં ઝંપલાવ્યું. ખર્ચ ઓછો રહે તે માટે સીધું દુકાનદારોથી વેચાણ શરૂ કર્યું.
● 1974માં વૈશ્વિક સ્તરે વિભિન્ન બ્રાંડ્સને લોન્ચ કરવામાં આવી.

ક્વાર્ટઝ ટેકનોલોજીને ભારતમાં લઇ આવ્યા  

● ઓધવજી પટેલ પોતાના મોટા પુત્રની સાથે તાઇવાન અને જાપાન પણ ગયા અને ત્યાંથી ક્વાર્ટઝ ટેકનોલોજીને ભારત લઇ આવ્યા. તે પછી અજંતા ક્વાર્ટઝનો પાયો નંખાયો.
● 1989માં ઓટોમેટિક ક્લોક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવ્યો.
● એક વર્ષની અંદર જ  અજંતા ગ્રુપને વિશ્વની સૌથી મોટી વોલ ક્લોક કંપની બનાવી દીધી.
● અજંતા વોલ ક્લોક મારફત વૈશ્વિક લીડરશીપ મેળવ્યા પછી કંપનીએ ઓરપેટ બ્રાંડના નામે એલાર્મ ઘડિયાળો બનાવવાનું શરૂ કર્યું.

આજે અજંતા ગ્રુપનું સામ્રાજ્ય આટલું છે.  

◆ પેન્ડુલમ, વુડન, સિરામિક, ગ્લાસ અને મેટલ ક્લોક્સની વોલ ઘડિયાળોનું ઉત્પાદન.
◆ ગ્રુપની ત્રણ બ્રાન્ડ છે- અજંતા, ઓરપેટ અને ઓરેવા.
◆ આજે વિશ્વના 45 દેશોમાં વેચાય છે કંપનીની બ્રાંડ અને ગ્રુપનું વર્તમાન મૂલ્ય રૂ.1000 કરોડ જેટલું છે.
◆ વોલ ક્લોકસ ઉપરાંત કંપની સ્વિચીસ, હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રિક બાઇક્સ, ટ્યુબલાઇટ્સ, કેલ્ક્યુલેટર્સ, ટેલિફોન્સ વગેરે પણ બનાવે છે.
◆ કંપનીમાં 7000 કર્મચારીઓ કામ છે અને તેમાં 500 મહિલા કર્મચારી છે.

સંકલન – ઈલ્યાસભાઈ સોર્સ: દિવ્યભાસ્કર અને ઈન્ટરનેટ

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!