ક્લીન બોલ્ડ
પિત્રુઓને  શ્રદ્ધા પૂર્વક શ્રાદ્ધ – સાચું તર્પણ

પિત્રુઓને શ્રદ્ધા પૂર્વક શ્રાદ્ધ – સાચું તર્પણ

ઈતિ  શ્રી પંચદશો અધ્યાય સમાપ્ત,  શ્રી ક્રિષ્નાર્પણમસ્તુ , કહેતા સહુ એ હાથ જોડી ને ગીતાપાઠ પુર્ણ કર્યો. અને દાદાજી ની તસ​વીર ને નમન કર્યુ. આજે બધાજ કઝિન્સ  દાદાજી  ના શ્રાદ્ધ માટે ભેગા થયા હતા. આ વખતે બહુ જ લાંબા સમયે આખો પરિવાર એકઠો થયો હતો. ફાસ્ટ  લાઈફ માં બધા પોતપોતાના નોકરી ધંધા માં બીઝી રહેતા હોય છે. કોઈ ને એકબીજા ને મળવા નો સમય જ નથી હોતો. મોટી બહેન સાથે બીજા એક બે જણા વિદેશ માં સ્થિર થયા છે એ લોકો પણ મોટી બહેન ના આગ્રહ ને માન આપી ને દેશ માં આવ્યા હતા. કાકાએ કહ્યું ચાલો આપણે શ્રાદ્ધ ની વિધી પુરી કરી આવીએ કાગવાસ નાખી દઈએ પછી બધા પ્રસાદ લઈયે.

મોટી બહેન બોલી કાકા, આપણે ધાબા પર જઈને ખીર ના લપકા નથી ઉડાડવા. પંખીઓ માટે ચણ ,કુતરાઓ માટે રોટલો અને  ગાય ને નિરણ પાણી ની વ્યવસ્થા આપણે કાયમમાટે  કરેલી  જ છે. આપણે પ્રાર્થના કરી લીધી, દાદાજી ને યાદ કર્યા, તેમની યાદ માં બધા આજે ભેગા થયા એ જ મોટી વાત છે. ધાબે ચડી ને ખીર ઉડાડવા થી એમના આત્મા ને ખુશી નહી મળે, પણ બેટા શ્રાદ્ધ ની વિધી તો આમ જ થાય, વર્ષોથી કરીએ છીયે તું વિદેશ માં રહી ને થોડુ  ભણી આવી એટલે બધુ બદલાઈ તો ના જ જાય ને કાકા થોડા અણગમા થી બોલ્યા. હા કાકા વર્ષોથી કરીએ છીયે પણ આ વખતે અને હવે પછી થોડુ જુદી રીતે કરીએ.

જુઓ હું મારી વાત સમજાવુ, પછી તમને બધાને યોગ્ય લાગે તેમ કરીયે. બધાને ખબર જ હતી કે બહેન જ્યારે આવી તર્કસંગત વાત રજૂ કરે એટલે બધાને તેમાંથી કંઈક જાણવા મળેજ. સહુ બેઠા.

જુઓ, શ્રાદ્ધ કરીએ મતલબ આપણે આપણા પિત્રુઓ નું આપણા પર નું ઋણ સ્વિકારી અને તે ઋણ ઉતારવા નો પ્રયત્ન કરીએ. હિન્દુ ધર્મ માં તો પિત્રુઓ સિવાય ઋષિઓ અને દેવો નું પણ આપણા પર ઋણ હોય છે. તે પણ આપણે ઉતારવા નો પ્રયત્ન કરવો જોઈએ. શ્રાદ્ધ એટલે શ્રદ્ધા થી જે કરીએ તે.

આપણા પૂર્વજો એ આપણને જીવનના પાઠ શિખવ્યા , જેમના થકી આપણા શરીર નો પિંડ બંધાયો, આપણું અસ્તિત્વ જેમને આભારી છે, તેનું ઋણ ચુકવવા માટે શ્રદ્ધા થી જે કરીએ તે શ્રાદ્ધ. તેમણે આપણને જીવનનું ધ્યેય આપ્યુ, લક્ષ્ય આપ્યુ તેને આગળ વધારીએ એટલે શ્રાદ્ધ. એમના અધુરા રહેલા લક્ષ્યો ને પૂર્ણ કરવા એટલે શ્રાદ્ધ. અને તર્પણ કરવું એટલે તેમને ત્રુપ્ત કરવા. એ કેવી રીતે થાય? ધાબે ચડી ને ખીર ઉડાડવા થી તો નહી જ. હું તો એવુ માનુ છુ કે જીવતા જ એમને સુખ આપી ત્રુપ્ત કરીએ તો મર્યા પછે તર્પણ ની જરૂર જ નથી. એમની લાગણી ની જરૂરિયાત, હુંફની જરૂરિયાત, બીજી ભૌતિક જરૂરિયાત જો એમની હયાતી માં જ ધ્યાન આપીએ તો એ દેહાંત સમયે સંતુષ્ટ જ હશે. પછી કેવું તર્પણ? જીવતા એને વ્રુદ્ધાશ્રમ માં મુકી આવ્યા ને મર્યા પછી કાગડા ને ખીર પૂરી? હુંહ. કોઈ મતલબ જ નથી જો એમના જીવતા જ આંખ માં આંસુ આપ્યા તો કોઇ જ શ્રાદ્ધ વિધી એમને સંતુષ્ટ નહી કરી શકે. એવું કહીએ છીએ કે Repaying the debt to ancestors. પણ ઉધાર રાખવું જ શું કામ? એમની હયાતી માં જ એમને એટલા ખુશ રાખો કે એ કહે કે બેટા તું મારૂ સંતાન છે એ મારા જીવન ની સફળતા છે. બસ પતી ગયુ, એ મર્યા પછી અત્રુપ્ત રહેશે જ નહી.

એમનું પિંડ એટલે આપણુ શરીર, અને પિંડદાન એટલે આ શરીર નો ઉપયોગ તેમના જીવનકાર્યો ને આગળ ધપાવીએ , એમનું નામ રોશન કરીએ એ જ હોય. હવે ધર્મ સાથે આચરણ જોડી દિધું છે જેથી લોકો પિત્રુ થી ડરી ને શ્રાદ્ધ કરે. અને એ બહાને પણ એમને યાદ કરે. શ્રીમદ ભગવદ્ગીતામાં એમ કહ્યુ છે કે  પિંડદાન ન કરે , શ્રાદ્ધ ની વિધી ન કરે અથવા તેમાં ભૂલ કરે તો તેના પિત્રુઓ નર્ક માં જાય, પણ આજના સમય માં એક સુધારો કરવો જોઇયે કે પિત્રુઓ ની હયાતિ માં જીવતે જીવ જ એમને સાથે બેસી ને જમાડો, પાણી પિવડવો, એમને ભરપૂર લાગણી આપો અને એમના  જીવનકાર્યો અપનાવો નહી તો પિત્રુ નહી પણ પૂત્ર કે પૂત્રી કે ઈવન પૂત્રવધૂ નર્ક માં જશે. જુવાનિયાઓ ને આ વાત પર રમૂજ થઈ. પણ તેઓ  આ વાર્તાલાપ સાંભળી રહ્યા.

બીજી વાત એ પણ છે કે શ્રાદ્ધ કે તર્પણમાં કંઈક કુરબાની આપવી , દાન કરવું,  ઘણા ધર્મો માં આ પ્રથા છે. પણ કાકા, તમે જ મને કહો કે  તમારે મારી મદદ કે સાથ ની જરૂર હોય ત્યારે હું તમારો ફોન પણ ન ઉપાડુ, સમય જ નથી મળતો એમ કહી ને તમને મળવા પણ ન આવુ અને મર્યા પછી હું તમારા પાછળ દાન કરૂં કે એકાદ ઉપવાસ કરૂં તો શુ થવાનું?

ભારતીય સંસ્ક્રુતિ અને ધર્મ ના રક્ષણ માટે જે ઋષિ મુનિઓ થઈ ગયા , તેમણે ચિંધેલા માર્ગે ચાલીએ, સમાજ વ્યવસ્થા, સંસ્ક્રુતિ અને ધર્મ નું સમજ પૂર્વક નું પાલન થાય એજ એમનું ઋણ ચુકવ્યુ કહેવાય, બાકી આજે સમાજ માં ધર્મ ના નામે જે થાય છે, તે વેપાર, છેતરપિંડી  અને વ્યાભિચાર છે, આવું બધુ થાય તો સંસ્ક્રુતિ અને ધર્મ નો નાશ થાય અને એ આપણી શ્રાદ્ધ કરવાની વિધી માં ખોટ છે એમ પુરવાર થાય કે નહી? બહેને બહુજ ધીરજથી બધાને સમજાવવા નો પ્રયત્ન કર્યો.

પણ કાકા એ ફરી તો પછી ખીર કેમ બનાવી એ પ્રશ્ન તો કર્યો જ. જૂઓ કાકા, વાત એમ છે આપણે ખીર નો ભોગ ધરાવીએ છીએ, એ એકદમ જ યોગ્ય છે, કારણ કે શરદઋતુ એ રોગોની રાણી છે, ખાસ કરી ને પિત્ત નો પ્રકોપ બહુ જ થાય છે. તેથી ખીર ને આ વિધી માં જોડી દીધી ધર્મ ના નામ પર એટલે જ આપણે ખીર બનાવી  ને? નહી તો તમને  બધાને  તો ખીર ભાવતી જ નથી પણ આ ઋતુ માં એ ખોરાક ખાવો જરૂરી છે જેથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર ન થાય. ધર્મ માં ન ઘુસાડે તો તમે માનો એવા ક્યાં છો? તેથી આ મહિમા છે. યાદ કરો આપણે શરદ પૂનમ માં શું ખાઈએ છીયે? દૂધ પૌવા , નવરાત્રી માં ઉપવાસ કરીએ અને માતાજી ને દૂધ કે ખીર નો પ્રસાદ ધરાવીએ અને શ્રાદ્ધ માં પણ ખીર આમ શરદ ઋતુ માં ખોરાક માં દૂધ નું જોર રહે. જેથી પિત્ત ન થાય અને બધા નિરોગી રહે.

હું તો મારા બધા જ વડિલો ને આજે જ કહુ છુ, તમારી મારા પાસે ની અપેક્ષાઓ, ઈચ્છાઓ અત્યારે જ મારી પાસે રજૂ કરી દો. મારે તમને બધાને ત્રુપ્ત કરી ને જ વિદાય કરવા છે જેથી આપ નું ઋણ થોડુંક તો ઉતારી શકુ.  અને હા, રહી કાગડાની વાત, તો હું પર્યાવરણ પ્રત્યે એટલી જાગ્રુત છુંજ  કે તેમના સહઅસ્તિત્વ ને પોષણ મળે તેવી વ્યવસ્થા કરૂં. તેને ધર્મ કે શ્રાદ્ધ સાથે શું સંબંધ છે એ ભૂલી જાવ પણ આપણી પર્યાવરણ તરફની ફરજ છે ખાલી એજ યાદ રાખીએ. બાકી મારા દાદા ને હું કાગડા ના સ્વરૂપ માં તો કલ્પી ન જ શકું. અને હું પણ મર્યા પછી કાગડા સ્વરૂપે ઓહ મા,, નહી..

દાદાજી એ હંમેશા બાળકોને ગીતાજી ના શ્લોકો આવડે તે માટે પ્રયાસો કર્યા, બધાને તેનું મહત્વ સમજાવ્યુ. તેમના ગયા પછી આ કામ મેં ઉપાડી લીધું છે. હું પણ મારા વિધ્યાર્થિઓ ને શ્લોકો, અને સ્તોત્ર શિખવુ છુ, સાચા ઉચ્ચારણો થી ગાતા થાય તો મને એમ થાય કે મેં મારા દાદા નું તર્પણ કર્યુ. એમને જરૂર ત્રુપ્તી થતી હશે જ્યારે બાળકો ગીતાપાઠ કરતા હશે. ખરૂ કે નહી?  તો હવે તમે મારી વાત સમજી હશે એવુ મને લાગે છે.

કાકાએ કહ્યુ બેટા તારી વાત સાચી છે. આપણે ખોટા આચરણ ને બદલે સાચો હેતુ સમજવો જોઈયે. ચાલો આપણે બધા હવે પ્રસાદ લઈએ . અને સહુ સાથે મળી ને સહનાવવતુ સહનોભુનક્તુ ની પ્રાર્થના કરતાં ભોજન કરવા બેઠા.

– આરતી રાઠોડ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Arti Rathod

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!