ટેકનોલોજી
એન્ડ્રોઈડ ફોન ધારકો એ જાણવા જેવી ટોપ-10 ટ્રિક્સ અને ટિપ્સ

એન્ડ્રોઈડ ફોન ધારકો એ જાણવા જેવી ટોપ-10 ટ્રિક્સ અને ટિપ્સ

(1) મોબાઈલ ની સ્પીડ વધારો

Settings માં જાઓ અને About Phone માં Build Number પર 7 વખત ટેપ કરો. તેનાથી Developer Options ઓન થઈ જશે. ડેવલપર ઓપ્શનમાં જઈ Window and Transition Animation ઓપ્શનમાં જાઓ. એનિમેશનની ડિફોલ્ટ વેલ્યુ 1x હશે. તેને 0.5x કરી દો. તેનાથી સ્પીડ વધી જશે. હજુ વધુ સ્પીડ જોઈએ તો એનિમેશન ઓફ પણ કરી શકો છો.

(2) મોબાઈલને ઝડપથી ચાર્જ કરો

મોબાઈલને Aeroplane Mode કે Flight Mode માં રાખીને ચાર્જ કરશો તો મોબાઈલ બેટરી ઝડપથી ચાર્જ થશે.

(3) મોબાઈલ બેટરીની બચત કરો
એન્ડ્રોઈડ ફોનમાં પાવર સેવિંગ મોડ પણ વાપરી શકો છો. જેનાથી તમે તમારા ફોનની બેટરી વધુ સમય સુધી વાપરી શકો છો. આ માટે તમારે સેટિંગ્સમાં જઇને પાવર સેવિંગ મોડ ઓન કરવું પડશે.

(4) મોબાઈલ એપ્લિકેશનને ફોલ્ડરમાં ગોઠવો  
એપ્સને અલગ અલગ કેટેગરીમાં રાખવા માટે તમે ફોલ્ડર બનાવી શકો છો. આ માટે તમારે કોઇ એક એપને પ્રેસ કરવી પડશે. અને તેને ખેંચીને ઉપર ડાબી બાજુ ‘ક્રિએટ ફોલ્ડર’ ઓપ્શન પર લઈ જાવ. જેનાથી ફોલ્ડર ક્રિએટ થઇ જશે. ફોલ્ડરમાં એપ્સની વ્યવસ્થિત ગોઠવણ કરવાથી ઉપયોગી એપ સરળતાથી મળી રહેશે.

(5) રિમોટ કન્ટ્રોલ તરીકે મોબાઈલનો ઉપયોગ

Infrared (ઇન્ફ્રારેડ) એ મોબાઈલનું એક એવું ફીચર છે કે જેનાં દ્રારા મોબાઈલનો રિમોટ કન્ટ્રોલ તરીકે ઉપયોગ કરી શકાય. જેનાં દ્રારા TV, Set top box, AC વગેરે કન્ટ્રોલ કરી શકાય. જેનાં માટે ગુગલ પ્લે સ્ટોરમાં ઘણી ઉપયોગી એપ્લિકેશન ઉપલબ્ધ છે.

(6) ડેટાને સુરક્ષિત રાખવા ગુગલ ઓથેન્ટિકેટરનો ઉપયોગ
ગુગલ ઓથેન્ટિકેટર એપના ઉપયોગથી તમે એકાઉન્ટની ટુ સ્ટેપ સિક્યુરીટી મેળવી શકો છો. ગુગલ એકાઉન્ટમાં વેરિફિકેશન સિક્યુરીટીથી એકાઉન્ટ ચલાવી શકો છો. જ્યારે તમે એકાઉન્ટમાં લોગ-ઈન કરશો ત્યારે આ એપ તમને પાસવર્ડની સાથે એક કોડ જનરેટ કરીને આપશે. જેનાથી કોઇ અજાણી વ્યક્તિ તમારા એકાઉન્ટમાં લોગ-ઈન નહી કરી શકે.

(7) ડિફોલ્ટ એપ્સ બદલો
એન્ડ્રોઇડ યૂઝર્સ પોતાની ડિફોલ્ટ એપ્સને અને સેટિંગ્સને બદલી શકે છે. આ માટે તમારે સેટિંગ્સમા નેવિગેશન પર ઓલ પર ક્લિક કરીને ક્લિયર ડિફોલ્ટ્સ ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે. આમ કરવાથી એન્ડ્રોઇડની ડિફોલ્ટ્સ એપ્સ અને સેટિંગ્સ દુર થઇ જશે.

(8) સરસ મજાના કી-બોર્ડ વાપરો
એન્ડ્રોઇડમાં ટાઇપ કરવા માટે તમે થર્ડ પાર્ટી કી-બોર્ડ સ્વાઈપ (swype) નો ઉપયોગ કરી શકો છે.  ટાઇપ કરવા માટે જરૂરી નથી કે ગુગલના જ કી-બોર્ડનો ઉપયોગ કરવો જોઇએ. આ માટે ગુગલ પ્લે સ્ટોરમાંથી કેટલાક સરસ મજાના અને રંગીન કી-બોર્ડ એપ્સને વાપરી શકો છો.

(9) બેટરી ચાર્જ માટે પાવર બેન્ક

ઘણીવાર ફોનની બેટરી એવી જગ્યાએ લૉ થઇ જાય છે જ્યાં બેટરી ચાર્જની સુવિધા નથી હોતી. આવા સમયે એક પાવર બેન્ક તમને કામ આવી શકે છે. પાવર બેન્ક સરળતાથી બેગમાં હેર-ફેર થઈ શકે અને હાલ રૂ.1000 કે 1500 માં સારામાં સારી પાવર બેન્ક મળી રહે છે.

(10) મોબાઈલનું રેડીએશન લેવલ ચેક કરો  
જો તમે તમારાં મોબાઈલનું રેડીએશન લેવલ ચેક કરવા માંગતા હો તો, *#07# ડાયલ કરો. આ લેવલ 1.6 W/kg થી વધું ન હોવું જોઈએ. જો વધારે હોય તો તે મોબાઈલ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.

સંકલન – ઈલ્યાસભાઈ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

error: Content is protected !!