એક્યુપ્રેશર – સ્વાસ્થ્ય નો એક અદ્ભુત ઉપાય જે તમારી હથેળીમાં જ છે

બાળકના રડવા ના અવાજ્થી થી ફ્લાઇટ ના આજુબાજુ વાળા મુસાફરો ની ઉંઘ અને આરામ ડિસ્ટર્બ થતા હતા, બાળક જોર જોર થી રડી રહ્યું હતુ અને તેની માતા જે વધુ માં વધુ 24 – 25 વર્ષ ની છોકરી હશે, તે બાળકના અવાજથી લોકો ને ડિસ્ટર્બ થતા જોઈ ને ક્ષોભ પામતી હતી અને ઔર પ્રયત્ન પૂર્વક બચ્ચા ને શાંત કરવા મથતી હતી,  પણ બાળક નું રડવુ બિકકુલ અટકતું  જ નહોતું.

સામેની આઈલ સીટ પર બેઠેલી એક મહિલા આ જોઈ રહી હતી.નાની ઉંમર ની માતા ની મુંઝવણ પારખતા બોલી , બહેન, તારૂ બાળક કેમ આટલું બધું રડે છે? અકળાઈ ગયું લાગે છે, તને વાંધો ન હોય તો લાવ થોડી વાર મારી પાસે. હું એને સાંચવુ ? છોકરી એ આભાર ના ભાવ સાથે બાળક ને તેના હાથ માં મુકતા કહ્યું, એકચ્યુઅલી એને થોડી શરદી થઈ છે, તેથી વારે વારે તેનું નાક બંધ થઈ જાય છે અને મોઢેથી શ્વાસ ભરતા તે રડે છે, અને એના રડવાથી મને મુંઝારો થવા લાગે છે દીદી. હવે અમે ઘરે પહોંચીએ ત્યાં સુધી આમ જ ચાલશે. બીજા લોકોને તકલીફ તો થાય છે પણ હું શું કરૂં સમજાતુ નથી.

એણે બાળક ને પોતાના હાથ માં લીધું માંડ દોઢ વર્ષ નું બચ્ચુ નાક બંધ થઈ ગયું તેથી રડી રહ્યું હતુ . રડી ને નાક લાલ થઈ ગયુ અને મો સુજી ગયુ હતું. એણે બાળકના ચહેરા પર નાક ની ડાબી સાઈડ પર એક મિનીટ માટે એકદમ હળવા હાથે મસાજ આપવાનું શરૂ કર્યુ. પછી  જમણી બાજુ ના નસકોરા ની સાઈડ પર એક મિનીટ માટે એકદમ હળવા હાથે મસાજ આપ્યો. આમ વારા ફરતે નાક ની બેય બાજુ હળવો મસાજ થતા પાંચ જ મિનીટ માં બાળક રડવાનું બંધ કરી ને શાંત થવા  લાગ્યુ . હવે તેણે બાળક ના કપાળ પર મધ્યમાં જ્યાં તિલક કરીએ  તે જગ્યા પર હળવો હળવો  મસાજ ચાલુ કર્યો. બે ચાર મિનીટ જેટલા સમય માં બચ્ચા ની આંખો ઘેરાવા લાગી અને થોડી વાર માં જ તે સુઈ ગયું.

બાળક ની  માતા તો આ બધું જોઈ ને આભી જ બની ગઈ. અરે દીદી, આ તમે શું ચમત્કાર કર્યો? આટલું જોર થી રડતુ બાળક કેમેય કરી ને ચુપ નહોતુ થતુ તે સાવ દસ મિનીટ માં ઘસઘસાટ ઉંઘી ગયુ? આવું તો ક્યારેય નથી થતું. શું તમે ડોક્ટર છો દીદી? તમારે પણ નાનું બાળક છે? મને પણ ટીપ્સ આપોને. મારા બચ્ચાને શેનાથી રાહત થઈ? તે ધડાધડ પ્રશ્નો પૂછવા લાગી.

અરે બહેન, હું કોઇ ડોક્ટર નથી. આ જે તેં જોયુ એ કોઈ જાદુ કે ચમત્કાર નથી. આ એક વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ છે. જેવી આયુર્વેદ, યુનાની , હોમિયોપથી ચિકીત્સા  પદ્ધતિઓ છે, તેવી જ આ છે. જેનું નામ છે, એક્યુપ્રેશર . તેની મદદથી આવી નાની મોટી સમસ્યાઓ નો ઉપચાર તરતજ કોઈપણ જગ્યાએ થઈ શકે છે.

ઓહ, પેલુ સોઈ ભોંકવા વાળુ? એણે પૂછ્યુ. ના એ જૂદું. એને એક્યુપંક્ચર કહેવાય, આ એક્યુપ્રેશર એટલે કે દબાણ આપવુ. અને મસાજ કરવો. આમા કોઇજ સોઇ નથી મારવાની. અચ્છા દીદી , તમે મને આની થોડી વધારે માહિતી આપશો?  હા હા, ચોક્કસ આપુ ને, પણ તું થોડી થાકેલી લાગે છે. ચાલ આપણે થોડી કોફી પીએ. પછી હું તને વિગતવાર એક્યુપ્રેશર વિશે માહિતી આપુ. તને એ આવડી જાય તો તું તારી અને બીજાની પણ મદદ કરી શકે કહેતા તેણે એયરહોસ્ટેસ ને બોલાવી ને કોફી મંગાવી. અને પછી કોફી પીતા પીતા બાળકની માતા ને સમજાવવાનું ચાલુ કર્યુ.

જો સાંભળ, આપણા શરીર ના દરેક અંગ ઉપાંગોમાં લોહી પહોચાડતી જે નાડીઓ એટલે કે શિરા અને ધમનિઓ ની જાળી ફેલાયેલી છે.તેના છેડાઓ હાથ ની હથેળી માં તથા પગની પાની માં આવેલા હોય છે. અમુક જાળીના ગુંચળા , જંક્શન એટલે કે મેરીડીયન  શરીર ના અન્ય  ભાગો પર પણ હોય છે, જેમકે પગની પિંડી, ઘુંટણ થી નીચેનો ભાગ , હાથ ના કાંડા, કોણી , છાતિ અને પીઠ નો મધ્ય ભાગ, ગળાની પાછળનો ભાગ ચહેરા પરના અમુક ભાગો વગેરે, એક્યુપ્રેશર આ બધા ભાગો ને પ્રેશર પોંઈન્ટસ તરીકે ઓળખે છે. આ બધાજ ભાગો માં રહેલી શિરાઓ જે તે બોડી પાર્ટ્સ તરફ જતી હોય છે જેમ કે મગજ, માથુ, આંખ, કાન-નાક, ગળુ,  હ્રદય , ફેફસા ,જઠર, આંતરડા, કિડની, લીવર, બ્લેડર, કરોડરજ્જુ, કમર વગેરે.

જે તે અંગ માં થતા દુ;ખાવા કે તકલીફ ને હળવી કરવા માટે આપણે હથેળી માં કે બીજી જગ્યા પર આવેલા આ પ્રેશર પોંઈન્ટસ પર હળવુ દબાણ આપી એ  એટલે  તે અંગ માં રક્તનો પ્રવાહ વધી જશે તે ભાગને શુદ્ધ , ઓક્સિજન વાળુ લોહી મળશે અને ત્યાં જમા થયેલી અશુદ્ધિઓ દુર થશે. અને તેથી દુ;ખાવા માં રાહત થશે. આ સાદા નિયમ પર તે કામ કરે  છે.

પણ દીદી, કયા બોડી પાર્ટ માટે ના  પ્રેશર પોંઈન્ટસ કઈ જગ્યા પર આવેલા છે તે આપણ ને કેમ ખબર પડે? અથવા મને માથુ દુ:ખતુ હોય તો મારે મારા હાથની હથેળી માં ક્યાં પ્રેશર આપવુ તે કેવી રીતે જાણી શકાય? છોકરી એ પોતાની ઉત્સુકતા રજૂ કરી.પોંઈન્ટસ જાણવા માટે આપણને શરીર રચનાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ બસ. તેના માટે અનેક ચાર્ટ્સ , ફોટોગ્રાફ્સ વગેરે ઓનલાઈન જોઈ ને શીખી શકાય. તેના પર અનેક ભાષાઓ માં પુસ્તકો પણ લખાયા છે ત્યાંથી માહિતી મેળવી શકાય. તમે લોકો જો મિડીયા નો ઉપયોગ કરતા હોવ તો અનેક વિડીયો અને ડેમો પણ ઓનલાઈન જ જોઇ શકો છો. હું પણ એમ જ શીખી છુ. પછી જેમ જેમ તમે અનુભવ કરતા જાવ, સફળતા મળતી જાય,  તેમ આવડતું જાય.માત્ર જે તે  ઓર્ગન માટે ના પોંઈન્ટસ નુ લોકેશન યાદ રાખી ને ત્યાં એક કે બે મિનીટ સુધી દબાણ આપતા રહેવાથી  દુ;ખાવા માં તાત્કાલિક રાહત થાય છે. વળી વધારા ના કોઈ સપોર્ટ કે દવાઓ ની પણ જરૂર નથી પડતી.

દીદી,. મને હજૂ એક બે પ્રશ્નો થાય છે કે એક્યુપ્રેશર પદ્ધતિ કઈ કઈ બિમારી માં વધારે ઉપયોગી છે? શું બધી જ ઉંમર ના લોકો પર તે કરી શકાય?

એણે ખૂશ થઈ ને જવાબ આપતાં કહ્યું હાહા બધી જ ઉંમર ના લોકો પર તે અસરકારક છે. એક તો તેં હમણા જ જોયું કે બાળક નું બંધ નાક કેવું તરત જ ખૂલી ગયું? એ જ રીતે મોટાઓને પણ શરીર ના કોઈ પણ ભાગ નો દુ:ખાવો તરત હળવો થાય, ગેસ, અપચો કે કબજીયાત ની તકલીફ પર પણ આ ઈફેક્ટિવ છે. કમર નો દુ:ખાવો કે વા થી અકડાઈ ગયેલા હાથ પગ પર પણ તે અસર કરે છે,  ખાસ કરીને અસ્થમા ના દર્દીઓ કે જેને વારંવાર શ્વાસ ચઢી જતો હોય, ગભરામણ થતી હોય, તેમના માટે તો અમુક પ્રેશર પોંઈન્ટસ સ્વિચ જેવું કામ કરે છે . જેમ સ્વિચ દબાવો ને લાઈટ ચાલુ થાય તેમ અમુક  પ્રેશર પોંઈન્ટસ પર દબાણ અને મસાજ આપવાથી શ્વાસ નળી ઓ જે બંધ થઈ ગઈ હોય તે તરત ખુલવા લાગે છે, જેતે જગ્યા પર જામેલા મ્યુકસ ઓગળવા લાગે છે  અને દર્દી ને આરામ થાય છે. આપણા જેવી મહિલાઓ ને પિરિયડ્સ સમયે થતા પગ કે કમર ના દુ:ખાવા કે વધારે બ્લિડીંગ થવું જેવી તકલીફો માં પણ આનાથી આરામ થાય છે.

પરંતુ આ પદ્ધતિ ની અમુક મર્યાદાઓ પણ છે. જેમ કે શરીર પર ના સોજા, વાગેલો ઘા, કપાયેલી ચામડી, ચેપી રોગો, તાવ, કે સર્જરી કરવી પડે તેવી બિમારી માટે ખાસ ઉપયોગી નથી. પરંતુ આગળ કહ્યું તે મુજબ તાત્કાલિક રાહત માટે તે ખૂબ ઉપયોગી છે. મને ખૂબ આનંદ થશે જો તું પણ આ પદ્ધતિ નો લાભ પોતાના કે બીજાના માટે લઈ શકે.

બન્ને સ્ત્રીઓ વાતે વળગી હતી એટલામાં બાળકની ઉંઘ પુરી થઈ અને તેણે આંખો પટપટાવી, હવે તે પ્રફુલ્લિત લાગતું હતુ. અને તેની માતા પણ ખૂબ ઉત્સાહિત હતી કારણ કે હવે તેની પાસે એવો નૂસ્ખો હતો કે જેનાથી તે પોતાના બાળક ને આરામ આપી શકે. તે આભાર પ્રગટ કરતા બોલી દીદી, આ તમે ખૂબ જ સરસ અને ઉપયોગી  માહિતી આપી. સારૂં થયુ આજે તમે મળી ગયા તો મને આ બધું જાણવા મળ્યુ. થેન્ક યુ દીદી.

– આરતી રાઠોડ

Leave a Reply

error: Content is protected !!