દિવાળી સફાઈ ના ભાગરૂપે ટાઈલ્સની ચમકદાર સાફ-સફાઈ કરવાની બેસ્ટ ટીપ્સ

દિવાળીમાં ઓછી મહેનતે રસોડું, બાથરૂમ અને ટોયલેટની ટાઈલ્સની ચમકદાર સાફ-સફાઈ માટે આ ઉપાય અજમાવી જુઓ.

દરેક ઘરમાં લગભગ દિવાળીની તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ છે. આપણાં ગુજરાતી બહેનોએ પણ ઘરની સાફ-સફાઈ શરૂ કરી જ દીધી હશે ! તો ચાલો, આજે જાણ્યે ઓછી મહેનત અને ઓછા સમયમાં કિચન અને બાથરૂમની ટાઈલ્સ ચમકાવાના ઘરેલું અને સસ્તા ઉપાયો.

  • બાથરૂમ તથા ટોઇલેટની ટાઈલ્સ સાફ કરવા માટે એસિડને બદલે બ્લિચિંગનો જ ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને દાઝવાનો ભય ઓછો રહે. બ્લીચિંગથી ટાઇલ્સ એકદમ ચમકી ઉઠશે.
  • રસોડામાં કે બાથરૂમમાં જામેલી ચિકાશ દૂર કરવા એક નરમ રૂમાલને સરકા(વિનેગર) માં બોળીને તેની મદદથી ટાઈલ્સ સાફ કરી શકાય.
  • પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને કિચનની ટાઈલ્સ સાફ કરવાથી કિચન ચમકી જશે અને સાથે દુર્ગંધ પણ દૂર થશે. બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવી લો અને પછી તેને ટાઈલ્સ પર લગાવો. 10-15 મિનિટ સુધી સૂકાવા દો. પછી ભીના કપડા કે પછી કોઈ જૂના ટૂથબ્રશથી ઘસીને સાફ કરો.
  • બ્લીચિંગને રાતભર ટાઈલ્સ પર લગાવીને રહેવા દો અને સવારે સાફ કરી લો, ચમક આવી જશે.
  • લીંબુનો રસ પણ ટાઈલ્સ સાફ કરવા માટે ઘણો ઉપયોગી છે.
  • સાથે સાથે મીઠાવાળા પાણીનો પણ ઉપયોગ કરો.
  • ગરમ પાણીમાં વિનેગરનાં બે-ચાર ટીપા નાંખીને ટાઈલ્સની સફાઈ કરી શકાય છે.
  • બાથરૂમની ટાઈલ્સ સાફ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો.
  • બે કપ વિનેગર અને બે કપ પાણીનું મિશ્રણ કરી એક સ્પ્રે બોટલમાં ભરી ટાઇલ્સ પર સ્પ્રે કરો થોડીવાર પછી કપડાથી સાફ કરી લો.
  • યુટેંસિલ પાવડર અને પાણીનું મિશ્રણ ટાઈલ્સના જીદ્દી ડાઘને પણ કાઢવામાં મદદરૂપ થાય છે.

તો બહેનો, તમારું કામ થોડું પણ હળવું કરવામાં અમે એટલે કે ‘જ્ઞાન સાથે ગમ્મતે’ મદદ કરી હોય એવું લાગ્યું હોય તો આ પોસ્ટ તમારી બહેનપણીઓ સાથે શેર કરીને અમારી મહેનત વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરજો.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!