આપણાં તહેવારો
દિવાળી માં તમે ફટાકડા ફોડશો? તર્ક સાથેનો સુંદર લેખ અને રજૂઆત

દિવાળી માં તમે ફટાકડા ફોડશો? તર્ક સાથેનો સુંદર લેખ અને રજૂઆત

હદ છે યાર, આ તો ચોક્ખો અન્યાય છે આપણી સાથે. ઉત્તરાયણ માં પતંગ ના ઉડાવો, હોળી માં રંગ ના લગાડો, નવરાત્રિ માં માઈક ના મુકો, ગણપતી માં પણ રિસ્ટ્રિકશન અને હવે રહી ગયા હતા તે દિવાળી માં ફટાકડા પણ ન ફોડો. .આવું તે કાંય હોતુ હશે? મારે હવે આ દેશ માં રહેવું જ નથી. તે ભરપૂર રોષ અને અણગમા થી બબડતો હતો. આટલા વર્ષો પછી બધા કઝિન્સ પ્લાન કરી ને દિવાળી ઉજવવા માટે મળવાના છે ત્યારે સાવ આવું ચાલે ? એના બધા પ્લાન્સ અને ઉત્સાહ પર ઠંડુ પાણી રેડાઈ ગયું હતુ.

મોટી બહેન, આપણે કેવી રીતે સેલિબ્રેટ કરીશુ આ  દિવાળી? સાવ ફટાકડા વગર ની શાંત દિવાળી !! જરાય મજા નહી આવે હુંહ .

અરે ભઈસાબ તું ફટાકડાનું માતમ મનાવવાનું બંધ કરે તો કોઇ તારી સાથે વાત કરે. પહેલાં મને એ કહે કે આપણે બધા સાથે દિવાળી મનાવવાના છીએ એ માટે તારો પ્લાન શું છે? પછી હું એમાં બીજા સજેશન્સ કરું.

એ જરા નરમ પડ્યો. જો  મોટી બહેન, પ્લાન એવો છે કે આપણે બધા મળી ને ઘર ને ડેકોરેટ કરીશુ, દિવાઓ, રંગોળી , અને રોશની થી ઘર ને ઝગમગ બનાવીશુ. આપણે પણ ટ્રેડિશનલ કપડા પહેરી ને તૈયાર થઈ જઈશુ, સ્તોત્ર અને મંત્રો સાથે વિધીવત લક્ષ્મી પૂજન કરીશુ, આલાગ્રાન્ડ ડિનર , ખૂબ બધી મિઠાઈઓ ખાઈશુ, એક્બીજા ને ગિફ્ટ્સ આપીશુ અને પછી આતશબાજી, જે હવે નહી થઈ શકે ને?

અરે નહી કેમ થાય? એ પણ થશે. પણ થોડી અલગ રીતે થઈ શકે. એક તો એ કે આપણે બધા શહેર થી દૂર જઈને થોડા ફટાકડા ફોડીશુ, અને બીજૂ, એ થઈ શકે જેમ આપણી આખી કોલોની ના બધાજ લોકો સાથે મળી ને ઉત્તરાયણ, હોળી, જન્માષ્ટમી , ગણપતિ, નવરાત્રિ, શરદપૂનમ અને નવું વર્ષ ઉજવીએ છીએ તેમ દિવાળી ના દિવસે ફટાકડા નું પણ એકસાથે ગોઠવી શકાય ને? તેનાથી ફટાકડા ઓછા જોઈશે, ધુમાળો અને પોલ્યુશન નું પ્રમાણ પણ ઘટી જશે અને આતશબાજી જોવાની મજા પણ આવશે.

ફટાકડા એ હકીકત  માં આધુનિક વિજ્ઞાન ની શોધ છે. અને આપણે એટલા માટે ફોડીએ છીએ કે વરસાદ થવાથી બધી જ જગ્યાએ ભેજ થયો હોય, ફંગસ થઈ હોય, ઝાડી ઝાંખરા માં ઝીણી જીવાંતો ભરાઈ હોય, માખી, મચ્છર, વંદા જેવા જીવડાઓ ખૂબ વધી ગયા હોય,જે મનુષ્યો અને ખેતી ના પાક ને નુક્સાન કરતા હોઇ તેમનો નાશ કરવા માટે ફટાકડા  ફોડીને ધુમાડો થાય તેથી તેવા હાનિકારક જંતુઓ નાશ પામે અને તેનો ઉપદ્રવ ન થાય તે હેતુ હતો .પરંતુ આજે આપણે બારે મહીના વાહનો ચલાવીને પેટ્રોલનો ધુમાડો ઉડાડીએ છીએ અને ઓલરેડી વાતાવરણ ખરાબ કરી દીધુ છે .ગ્લોબલ વોર્મીંગની  અસરોના પરિણામો ભોગવી રહ્યા  છીએ. ક્યાક તો કોઇકે સમજણ દાખવવી પડશે ને ?

આપણે અઢળક ફટાકડા ફોડીએ છીએ એ પણ ચાઇનીઝ ફટાકડા , જે ઝેર ઓકતો ધુમાડો ફેલાવે છે. તેનાથી શ્વાસ અને બ્રોંકાઇટીસ ના દર્દીઓ ખુબ રિબાઇ ને પરેશાન થાય છે. બીજાઓને પણ આંખોમા અને નાકમા બળતરા થાય ,ચામડી પણ ખરાબ થાય છે. વળી ફટાકડાના સેફ્ટી મેઝર્સ ન લેવાયા હોય તો ઇન્જરી પણ થાય . આગ લાગે , પ્રાણીઓ ઘવાય , પંખીઓ પણ ડરના માર્યા ફફડી ઉઠે છે. અને ક્યારેક ઘાયલ પણ થાય છે. આવુ બધુ થાય છે કે નહી ?

તને દિવાળીની  વાર્તાઓ તો ખબર જ છે કે રામનુ અયોધ્યામા આવવુ , તેમનો રાજ્યાભિષેક થવો , પાંડવોનો વનવાસ પૂર્ણ થવો અને અત્યાચારી નરકાસુર  પર ક્રુષ્ણ –સત્યભામા નો વિજય થવો વગેરે ને ઉજવવા , અસૂરોના ત્રાસથી સમાજ ને મુક્ત કરવા , સોળ હજાર કન્યાઓને રાક્ષસ ની કેદમાથી છોડાવ્યાની ખુશીમા અમાસ ની અંધારી  કાળી રાત ને દિવડાઓની રોશનીથી ઝગમગાવી આપણે દિવાળી મનાવીએ છીએ. એમા એક ફટાકડા ન ફોડવાથી તેની ખુશી ઓછી થઇ જવાની ?

વળી પોલ્યુશન એ આજના સમય નો રાક્ષસ – અસુર  છે તેના પર વિજય મેળવીએ તો જ આપણે ખરા અર્થ મા આધુનિક દિવાળી ઉજવી શકીએ . બાકી તારે ફટાકડા ફોડવા માટે આ દેશ માથી બીજા દેશમા જતા રહેવુ હોય તો એ યાદ રાખજે કે વિકસિત દેશો મા ફટાકડા ખાલી દુરથી ઓડીયન્સ માં  બેસીને જોવાનું  જ હોય છે પોતે ફોડવાના નહી. અને ત્યાં તો  આડેધડ વાહનોના હોર્ન વગાડવા પર પણ પાબન્દી છે. કહેતા મોટી બહેને એના પર કટાક્ષ કર્યો પણ એ સમજી ગયો.

ઠીક છે તો હુ આપણી કોલોનીના ચેરમેન ને વાત કરીને એક સાથે બધા ફટાકડા ફોડી શકાય એ માટે વ્યવસ્થા કરૂં . એ પણ બધા સાથે મળીને શહેર થી દુર જઇ ને નાઇટ પિકનિક કરીશુ અને ત્યા ફટાકડા ફોડીશુ . જેથી શહેર માં પોલ્યુશન ના થાય અને પશુ પંખી ને તકલીફ પણ ના થાય. તુ પણ આમા જોડાઇશ ને હેં મોટી બહેન ? ચાલો, આપણે મહેમાનો આવવાના છે તેમના માટેની વ્યવસ્થા કરવા લાગીએ. કહેતા બન્ને હસી પડ્યા અને પોતાના કામે લાગી ગયા.

– આરતી રાઠોડ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Arti Rathod

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!