આપણાં તહેવારો
કાળી ચૌદશ કે નરક ચતુર્દશીઃ મનની મલિનતાને દૂર કરી આત્મસ્વરૂપને ઓળખવાનો દિવસ

કાળી ચૌદશ કે નરક ચતુર્દશીઃ મનની મલિનતાને દૂર કરી આત્મસ્વરૂપને ઓળખવાનો દિવસ

દિવાળીનું પર્વ એ કાંઇ એક દિવસનું પર્વ તો નથી જ.લાગલગાટ પાંચ-છ દિવસનો આ ઉત્સવ: એમાં દિવાળી તો એમ શોભે છે જાણે મંત્રીમંડળની વચ્ચે ભારતવર્ષનો કોઇ સમ્રાટ શોભતો હોય…!એમાં દિપાવલીના એક દિવસ આગળ એટલે કે આસો વદ ચૌદશના દિવસે આવે છે- કાળી ચૌદશ.

કાળી ચૌદશને “નાની દિવાળી” પણ કહેવામાં આવે છે.તેને અન્ય નામે પણ ઓળખવામાં આવે છે.નરક ચૌદશ,નરક ચતુર્થી,રૂપ ચૌદશ,રૂપ ચતુર્થી – આ નામોથી કાળી ચૌદશને ઓળખવામાં આવે છે.આજનો દિવસ એટલે સાધના અને ઉપાસનાનો દિવસ.આજે ખાસ કરીને મહાકાળી માતાની પૂજા-આરાધના થાય છે,તો સ્મશાનમાં પણ આરાધનાના અગ્નિ પ્રગટે છે…!ગામડાંમાં આ દિવસને “સત્તર ડોશી” તરીકે ઓળખાય છે…!

નરક ચૌદશ –

કહેવાય છે કે, નરકાસુર નામના ભયંકર દૈત્યનો આજે ભગવાન કૃષ્ણએ વધ કર્યો હતો.નરકાસુરે સોળ હજાર કન્યાઓને પોતાના બંદીગૃહમાં બંધક બનાવેલી અને તે મહર્ષિઓના યજ્ઞોમાં વિધ્નો નાખવાની દૃષ્ટતા પણ નિત્ય કરતો રહેતો.કૃષ્ણના પટરાણી સત્યભામા નરકાસુર અને કૃષ્ણનું યુધ્ધ દુર ઉભા જોતા હતાં.એવામાં ભુલથી નરકાસુરે સત્યભામા પર પ્રહાર કર્યો અને સત્યભામાને આથી ભયંકર ગુસ્સો ચડ્યો.ત્યારબાદ તેણે પ્રહાર કરીને નરકાસુરને ઢાળી દીધો.પછી તેમની બંદી એવી સોળ હજાર કન્યાનો સમાજ અસ્વીકાર કરશે એથી કૃષ્ણએ એમની સાથે વિવાહ કર્યાં.નરકાસુર વધથી આ દિવસ “નરક ચતુર્થી” તરીકે ઓળખાય છે.

હનુમાન પૂજન –

આજના દિવસે હનુમાનજીની દેરીએ નૈવેદ્ય કરવામાં આવે છે.લાડુ અને અડદના વડાં દરેક ઘરે બને છે.સાંજે હનુમાનને આ ભોગ ચડાવવામાં આવે છે.અમુક આજના દિવસને હનુમાનજયંતિ પણ કહેવાય છે.વળી,આજે કાણાયુક્ત વડાં બનાવીને ગૃહિણો ચાર રસ્તા વચ્ચે મુકે છે અને આમ ઘરમાંથી કકડાટ કાઢવાની પ્રથા છે.

સાધના અને પ્રથા –

આજના દિવસે સ્મશાન સાધના પણ થાય છે.અને આમ ભૂત-પ્રેતથી મુક્તિની સાધના અમુક લોકૌ દ્વારા થાય છે.વળી,આજના દિવસે ઉતાર કાઢવાની પ્રથા પણ છે.જેને લઇને ઘણી ક્રિયાવિધી કરવામાં આવે છે.આમ,કરવાથી મેલી શક્તિઓથી મુક્તિ મળે છે.

કાંસાના વાડકાની નીચે દિવો રાખી અને ઉપર જમાં થતી કાળી મેશને એકઠી કરીને આંખમાં આંજવાની અને ગાલે નિશાન કરવાની પ્રથા પણ છે.જેથી કોઇ અવળી નજર ન લાગવાનું કહેવાય છે.વળી,આમ જ આજે મહાકાળી – શક્તિની આરાધના પણ થાય છે.

આજે પ્રભાતે વહેલાં સ્નાનની પણ પ્રથા છે.દરેકે આ નિત્યકર્મ કરવાની વાત પદ્મપુરાણમાં કરવામાં આવી છે.ધનતેરસની જેમ આજે પણ યમદિપ પ્રાગટ્ય અને યમરાજની પૂજા થાય છે.જેથી પરીવાર સુરક્ષિત રહે છે એમ કહેવાય છે.આજે દાન-પૂણ્ય કરવાની વાતો પણ જાણીતી છે.

વામન ભગવાને બલિરાજા પાસે ત્રણ ડગલાં જમીન માંગી એ ધનતેરસ,કાળી ચૌદશ અને દિપાવલીના ત્રણ દિવસમાં માગેલી.અને પરીણામે બલિરાજને પ્રભુએ આપેલા વરદાન મુજબ આ દિવસો બલિરાજાનું આપણા બધાં પર રાજ્ય તપે છે.આજે અવશ્ય સવાર-સાંજ દિપ પ્રગટાવવા જોઇએ.આમેય રોશનીનો તો આ તહેવાર છે….!

અનેક પરંપરા ભેગી થઇને આજના દિવસને સુંદર રીતે દિપાવશે.ઘર-ઘર દિપની હારો ઝળહળી ઉઠશે.અંતમાં,સૌને આ ભવ્ય નાની દિવાળી અર્થાત્ કાળી ચૌદશની શુભેચ્છાઓ….!

સંકલન – Kaushal Barad

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!