આરોગ્ય વેદ
વજન કેમ વધે છે ? – કારણ જાણ્યા વગર નિવારણ શક્ય નથી

વજન કેમ વધે છે ? – કારણ જાણ્યા વગર નિવારણ શક્ય નથી

સ્થુળતા એટલે કે મેદસ્વીપણું, આજે કદાચ જ કોઈ ઘર એવું હશે જેમાં કોઈ એક સભ્ય સ્થુળતાથી પીડીત ન હોય. કહેવા જ​ઈએ તો એક સામાન્ય રોગ છે પરંતુ તેની ગંભીરતા ન લેવામાં આવે તો તે બીપી, ડાયાબીટીસ ,થાઈરોઈડ ,શ્વાસ જેવા અનેક ગંભીર રોગો ને પેદા કરનાર બની જાય છે.

મેદસ્વીતા દુર કર​વા માટે સૌ પ્રથમ તો તે થ​વા પાછળ નું કારણ જાણ​વું ખુબજ જરૂરી છે અને બીજી બાબત છે ધીરજ અને મક્કમ મનોબળ.

આ મેદસ્વીતા થ​વા પાછળ ના કારણો વિશે ચર્ચા કરીશું .

  1. વ્યક્તિ ની પ્રક્રૂતી અને આહાર વિહાર -જે જેની પ્રક્રુતી વાયુ ની હોય અને તે વધુ પડતા ઉપ​વાસ કે વધુ પડતા ઉપ​વાસ કે વધુ પડતું ડાયટીંગ કરે તો તેનું વજન ઘટ​વા ના બદલે ઘણી વખત વધી જતું હોય છે.વધુ પડતી કસરત કરે તો પણ તેમનું વજન ઉતરતુ નથી અને કદાચ ઉતરી જય તો પણ તે બમણી ઝડપથી પાછુ વધી જાય છે.જેની પ્રક્રુતી કફ ની હોય અને તે ગળપણ નો શોખ હોય ગળપણ નો વધુ પડતો ઉપયોગ હોય, શારીરિક શ્રમ બિલકુલ ન હોય તો પણ તેનું વજન વધતું જાય છે.આથી પ્રક્રુતિ જાણી તે મુજબ નો આહાર વિહાર લેવો અતી આવશ્યક બની રહે છે .
  2. સ્ત્રીઓમાં માસિક ની અનિયમિતતા -સ્ત્રીમાં માસિક જો દર મહિને ન આવે, ઓછું આવે તો તે પણ શરીર અને ખાસ કરીને પેટ અને પેઢુ વધ​વા માટે જ​વાબદાર હોય છે.આ માસિક ની અનિયમિતતા દુર ન કર​વામાં આવે તો તે અન્ય હોર્મોન્સ ને પણ અસંતુલિત કરી નાખે છે અને થાઈરોઈડ જેવા અન્ય અનેક રોગો ને પેદા કરી મેદસ્વીતામાં વધારો કરતું જાય છે.
  3. વધુ પડતા ફાસ્ટ્ફુડ્, જંક્ફુડ નુ સેવન – બજાર માં મળતા જંક્ફુડ કે ફાસ્ટ્ફુડ નું લાંબા સમય સુધી સેવન કર​વામાં આવે તો તે પણ લાંબા સમયે મેદસ્વીતામાં પરિણમે છે.આવી જ રીતે ઘણા લોકોને વારંવાર નાસ્તા કર​વાની ટેવ હોય છે.બે ટાઈમ જમ​વા ઉપરાંત દર કલાકે, બે બે ક્લાકે કાઈને કાઈક ખાતા હોય છે.જે પાચનતંત્ર ને બગાડે છે.પાચક રસો નો શ્રાવ ઘટાડે છે અને પરીણામે અપચો થ​ઈ જાય છે.જે પણ ખાય છે તેનું ફેટ માં રૂપાંતર થ​ઈ જાય છે.આવી વ્યક્તિ કસરત ચાલુ કરે પરંતુ જો ખોરાક પર નિયંત્રણ ન મુકે તો તેમનુ શરીર ક્યારેય નથી ઉતરતું.
  4. કબજીયાત -કબજીયાત જેને”બધા રોગો નું મૂળ” એમ જ નથી કહેતા, કબજીયાત ના દર્દી ને રોજ નું રોજ પેટ સાફ ન થ​વા થી ખોરાક નો અપચો થ​ઈ એમાથી વધુ ને વધુ ગેસ બને છે અને આ ગેસ ના કારણે વારંવાર ભુખ લાગયા કરે છે.પરિણામે ખાવાથી તેમાથી પાછો અપચો, શરીર પેટ ફુલયા કરે એવું લાગયા કરે.આમ ચક્ર ચાલ્યા કરે છે.જેમા મુખ્ય કારણ એવા કબજીયાત ની સમસ્યાનું નિવારણ લાવ​વાથી આપમેળે પાચનતંત્ર સુધરે છે અને ખોરાક નું પાચન યોગય રીતે થ​વાથી મેદ પણ બનતું અટકી જાય છે.જેમા કબજીયાત થવા પાછળના કારણો જેવા કે વધુ પડતા ઉજાગરા, વાયુવર્ધક આહારનું વધુ પડતું સેવન, વારંવાર ભોજન ની આદત્, મળ મુત્ર ના વેગો ને લાંબો સમય રોકી રાખ​વા જેવા અનેક કારણો ને પ્રથમ દુર કર​વા જોઈએ.
  5. બેઠાડુ જીવન -ઘણા લોકોના જીવન માં કોઈ પરિશ્રમ નથી હોતો.તેમનું બેઠાડુ જીવન તેમના ખોરાક માથી મળતી ચરબી નું પાચન નથી થ​વા દેતું.એમા એવા વ્યક્તિઓ નો સમાવેશ થાય છે.જેમને કૌટુંબિક જ​વાબદારી ની કે કોઈ મગજ્મારી ન હોય, આરામ થી પલંગ પર સુવાનું હોય, દિવસે સુતા હોય એમાય કફ પ્રક્રુતિ હોય, જે આરામ પ્રિય હોય તે પણ મેદ​વ્રુધ્ધી કરનાર છે. આવી વ્યક્તિઓ એ સુખ સાહ્યબી ને બાજુમાં મુકી શરીર ને કષ્ટ પડે એવા પરીશ્રમ કસરત સાથે હલ્કો આહાર લેવો જોઈએ. મેદ ચરબી ઓછી કર​વાનો એક ઉપાય આયુર્વેદ માં “ચીંતા કર​વી “એવો પણ ઉપાય છે.એટલે કે જેને બિલ્કુલ ચિંતા ના હોય એને વજન વધ​વાના ચાન્સીસ વધું હોય છે.
  6. અતિ જલ પાન -તરસ લાગે એટલું, શરીર ની જરૂરિયાત મુજબ પાણી પીવુ જોઇએ.પણ તરસ ના હોય છતાં જરૂરિયાત કરતા વધુ પડતું વારંવાર પાણી પીવા(અતિ જલ પાન)થી અગ્નિમંદ થ​ઈ ને મેદ વ્રુધ્ધી કરનાર છે.જમ્યા પછી પણ વધું પડતુ પાણી પીવાથી અગ્નિ મંદ થ​ઈ ને ખોરાક નો અપચો થાય અને મેદ વ્રુધ્ધી થાય.માટે જમતા જમતા તેમજ જમ્યા પછી થોડુક પાણી પી શકાય, વધુ પડતું નહી. આમાથી કોઇ એક વધુ કારણ ઘણા સમય થી હોય એને સૌપ્રથમ દુર કરી અથ​વા પ્રક્રુતી પ્રમાણે ચિકિત્સક ની સલાહ લ​ઈ મન મક્કમ કરી ચોક્કસ વજન ઉતારી શકાય .

– વૈદ્ય મિહિર ખત્રી (A.M.S.) & વૈદ્ય વંદના ખત્રી (B.A.M.S.)

આ પોસ્ટ તમે ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના સૌજન્ય થી માણી રહ્યા છો. જો પોસ્ટ પસંદ પડે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

error: Content is protected !!