જયારે મલ્હાર ઠાકર ‘દીવ’ ક્યાં આવ્યું એ મેપમાં ‘Deev’ લખીને શોધે છે – લવની ભવાઈ

મલ્હાર ઠાકર – ગુજરાતીઓ માટે હવે આ નામ નવું નથી. ‘છેલ્લો દિવસ’ જેવી સુપરહિત ગુજરાતી ફિલ્મો આપ્યા બાદ હવે મલ્હાર અભિનીત “લવની ભવાઈ” ફિલ્મ ધૂમ મચાવવા જઈ રહી છે (ઓફકોર્સ ધૂમખરીદી.કોમ ની સાથે જ ધૂમ હોય) ત્યારે પદડા પાછળની વાતો અને અભિનેતાના ફિલ્મના શુટિંગ વખતેના દિલચસ્પ અનુભવો રસપ્રદ અને જાણવા જેવા છે.

મલ્હાર પૂછે છે લ્યા ભાઈ આ “Deev” કઈ બાજુ આયુ?

ગુજરાતમાં આવેલ દીવ, દરેક ગુજરાતીઓ માટે ફરવા જવાનું મનગમતું સ્થળ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ‘લવની ભવાઈ’ ના એક્ટર મલ્હારભાઈ ને મુવી ના શુટિંગ વખતે જ ખ્યાલ આવ્યો કે દીવ નામનું કોઈ સ્થળ ગુજરાતમાં આવેલ છે. અને એમને પ્રથમ વખત દીવ જવાની તક મળી. અને જયારે એમને કહેવામાં આવ્યું કે આપણે શુટિંગ માટે ‘દીવ’ જવાનું છે ત્યારે મલ્હારે મેપ માં “Deev” સ્પેલિંગ લખીને શોધખોળ ચાલુ કરી કે આ દીવ કઈ બાજુ આવે.

આ ફિલ્મના ઘણા ખરા દ્રશ્યો માં તમને દીવ ની રમણીયતા જોવા મળશે. મલ્હાર અને સાથી કલાકારો આરોહી અને પ્રતીકે, ફિલ્મના શુટિંગ દરમિયાન દીવ ની ખુબ મજ્જા માણી. એમ કહીએ તો પણ ચાલે કે મલ્હારને દીવના આંગળી ચાંટતા સ્વાદે ફૂડી બનાવી દીધો હતો. તેને દીવમાં સૌથી વધુ ચીઝ અને પાઈનેપલ સ્ટાર્ટર પસંદ આવેલા.

મલ્હાર અને વોટરરાઇડ્સ – ના ભાઈ ના !!!

લવની ભવાઈ ફિલ્મ માં એક્ચ્યુઅલી એક સીન છે કે જયારે મલ્હાર અને આરોહી વોટર રાઇડ્સ એન્જોય કરતા હોય છે. સાગર એટલે કે મલ્હાર ઠાકર વોટર રાઇડ્સ થી ખુબ ડરતો હોય છે જયારે અંતરા એટલે કે આરોહી નો સ્વભાવ એડવેન્ચરીયસ હોય છે. અને હકીકતમાં એટલે કે મલ્હાર અને આરોહી ના વાસ્તવિક જીવનમાં પણ બંનેનો આવો જ સ્વભાવ છે. મલ્હાર ખરેખરમાં વોટ્સરાઇડ્સ થી ખુબ જ ડરે છે અને આ સીન ના શુટિંગ દરમિયાન મલ્હાર ને ડરેલો જોઇને આરોહી બેઠા બેઠા ‘સાત સમંદર પાર…’ ગીત ગાઈને એને ચીડવતી હોય છે.

પ્રતિક ગાંધી અને એની ગરમા ગરમ કોફી

લવની ભવાઈ નું શુટિંગ શિયાળામાં થયું છે અને ફિલ્મમાં એક સીન છે કે જયારે પ્રતિક ગાંધી ગરમ કોફી પીતો હોય. હવે બને છે એવું, કોફી તો સીન શૂટ થવાનો હોય એના થોડા ક્ષણ પહેલા જ બની ગયેલી હતી અને સીનમાં ગરમા ગરમ કોફી ની વાત હતી. પ્રતિક નું માનવું હતું કે જો સીન શૂટ થતો હોય ત્યારે કોફી માંથી થોડા ધુમાડા નીકળતા હોય તો સીન માં વજન પડે અને રીયાલીસ્ટીક લાગે. શિયાળો હોવાથી આ વાત શક્ય બનાવવા ઘણા શોટ લેવા પડ્યા અને Crew ને વારે ઘડીએ કોફી ગરમ કરવા જવુ પડેલું.

આરોહીનું દિલ જ નહિ બલ્કી પગ પણ ‘લવ ની ભવાઈ’ માટે

ફિલ્મમાં એક ટ્રાફિક જામ નો સીન છે. અને ફિલ્મમાં અંતરા ને એટલે કે આરોહી ને આ ટ્રાફિક જામ ક્લીયર કરાવવાનો હોય છે. આમ તો આ પહેલા થી કો-ઓર્ડીનેટ થયેલ સીન અને એક્ટ હતી તેમ છતાં કોઈ રીતે એક સ્કુટર આરોહી ના પગ ઉપરથી ચાલી જાય છે. પણ, આરોહી ને એટલી ગંભીરતા હોય છે કે આવા સીન ફરી ફરી રી-ટેક ના થઇ શકે એટલે દુખાવો હોવા છતાં એ સીન Continue કરે છે. અને બીજી વસ્તુ એ બને છે કે, એ જ જગ્યા પર થી હકીકતમાં કોઈ એમ્બ્યુલન્સ પસાર થાય છે અને એને ઈમરજન્સી ને લીધે તાત્કાલિક જગ્યા જોઈતી હોય છે, અને આરોહી જે રીતે મુવી સીન માં ટ્રાફિક ક્લીયર કરાવે છે એ જ રીતે હકીકત માં પણ એમ્બ્યુલન્સ માટે ટ્રાફિક ક્લીયર કરાવે છે.

તો આ હતી જાણી-અજાણી વાતો ફ્રોમ ધી ફિલ્મ ‘લવની ભવાઈ’ કે જે ૧૭ નવેમ્બર ૨૦૧૭ ના રોજ રીલીઝ થઇ રહી છે. લગભગ દરેક શહેરમાં આ ફિલ્મ રીલીઝ થશે, તો તમારા નજીકના સિનેમા ની ટીકીટ આજે જ બુક કરાવી દો.

અને હા…. આ ફિલ્મ ના મર્ચેન્ડાઈઝ પણ ઉપલબ્ધ છે. જોવા અથવા ખરીદવા અહી ક્લિક કરો.

સંકલન – માર્ગી મેહતા / ધર્મેશ વ્યાસ

Leave a Reply

error: Content is protected !!