અદભુત, હું તું અને આપણે
બેડોળ શરીર ને ય સુડોળ દેખાવડાવાની આ સિક્રેટ ટ્રિક વાંચીને ચોંકી જશો

બેડોળ શરીર ને ય સુડોળ દેખાવડાવાની આ સિક્રેટ ટ્રિક વાંચીને ચોંકી જશો

ફેશન અને વિઝ્યુઅલ  ઈલ્યુઝન  – તમારા સુંદર , સુડોળ દેખાવ નું રહસ્ય

આજે ન્યુ યર પાર્ટી માટે બધાં મળ્યા હતા. આખો પાર્ટીહોલ ચહેલ પહેલ થી ભર્યો હતો, જાત ભાત ની સુગંધ થી મઘમઘતો હતો. અનેક પ્રકાર ના પરફ્યુમ્સ અને ફૂલો ની મહેક, વચ્ચે વચ્ચે બૂફે માટે મુકાયેલા કાઉન્ટર પરથી પણ એપિટાઈટ તેજ કરે તેવી સુગંધ ના વાયરા પણ વાઈ રહ્યા હતાં. બાળકો ધિંગા મસ્તી અને દોડાદોડ કરી ને રમતા હતા પૂરૂષો પોતાના ગ્રુપ માં બિઝનેસ-સ્ટોક માર્કેટ અને પોલિટિક્સ ની વાતો માં મશગૂલ હતા અને મહિલાઓ ખૂરશીનું સર્કલ કરી વચ્ચો વચ્ચ ગોઠવાઈ ગઈ હતી. અને ફિલ્મો-ફેશન-ફોરેન ટૂર્સ ની વાતો થઈ રહી હતી.

એવામાં જ એની એન્ટ્રી થઈ, એકદમ ધમાકેદાર, જોરદાર. જેની રાહ જોઈ રહી હતી આ બધી જ સખીઓ.  તેમની નજર એના પર મંડાઈ.બધા તેને ગ્રીટ કરવા દોડી ગયા. તેને તેનો લૂક મેઈન્ટેઈન કરવા માટે, સ્લિમ દેખાવા માટે, યંગ દેખાવા માટે અને ડ્રેસ ની ચોઇસ માટે કોમ્પ્લીમેનટ્સ આપવા લાગ્યા. અરે યાર, તું હંમેશા ફીટ અને એટ્રેક્ટિવ કેમ લાગે છે? અમે તો તારી સામે સાવ ઝાંખા જ પડી જઈયે છીએ. પાંચ હજાર નો ડ્રેસ પહેરીએ કે પચાસની સવ્યસાચી  ની સાડી પહેરીએ પણ “લૂકિંગ ગૂડ”  નું મેદાન તો તું જ મારી જાય છે.તું કાઈ પણ પહેરી લે વેસ્ટર્ન ડ્રેસ હોય, કે દેસી લહેંગા ચોલી – સાડી હોય કે પછી ઈન્ડો વેસ્ટર્ન કપડા. તું હંમેશા પરફેક્ટ  જ લાગે છે યાર, વોટ્સ ધ સિક્રેટ? તું કેવી રીતે બોડી મેઈન્ટેઈન કરે છે? જિમ જાય છે કે ડાયેટિંગ કે પછી બુટિક માં જઈ ને મોંઘા  ડિઝાઈનર કપડા લાવે છે?

અરે દોસ્ત , બસ કરો મારા આટલા બધા વખાણ કરવાનું. હું એજ છુ તમારી જૂની પૂરાણી દોસ્ત. ના તો મે કોઇ વેઈટ લૂઝ  કર્યુ છે કે ના તો હું કોઇ બ્રાન્ડેડ મોંઘા કપડા પહેરૂ છુ. પણ હા, મારા શેઈપ માં  દેખાવા પાછળ એક સિક્રેટ છે. એક ચાવી મારે હાથ લાગી છે કે તેનાથીએ હું મારો દેખાવ વેલ મેઈન્ટેઈન્ડ દેખાડી શકુ. આઈ રિપીટ દેખાડી શકુ છું. જે હું છું નહી તે. આ ચાવી હું જરૂર તમારા સાથે શેર કરીશ. પછી તમે બધા પણ મારી જેમ સુડોળ હોવાનો દેખાવ કરી શકશો. ભલે તમારા બોડી શેઈપમાં હોય કે ન હોય.

હવે બધી જ સખીઓ આશ્ચર્ય માં ગરકાવ થઈ ગઈ કે આવુ તે કેમ બને? જે બોડી શેઈપમાં  છે જ નહિ તે સુડોળ દેખાડી શકાય? જી હા, એ બોલી. એને કહેવાય ઈલ્યુઝન,  આભાસ – દ્રષ્ટીભ્રમ. તેનાથી જેવું નથી તેવું દેખાડી શકાય. ઘણા સંશોધકો અને વૈજ્ઞાનિકો એ આવા પ્રયોગો કરી ને તારણો રૂપે આપણને આવા ઈલ્યુઝન થાય તેવા ચિત્રો આપ્યા છે. તે જોઈ ને તમે મારી વાત સમજી શકશો.

એક છે એબિંગસ ઈલ્યુઝન, તેણે એક જ સાઈઝ નું  ટપકું તેની આસપાસ રહેલા બીજા ટપકાઓ ની વચ્ચે નાનું કે મોટુ દેખાઈ શકે છે. તેવું બતાડ્યુ. ટપકું પોતે તો એક જ છે. પરંતુ તેની ફરતે બીજા ઓબ્જેક્ટ્સ ને લીધે ક્યારેક તે છે તેના કરતાં નાનું દેખાવા નો આભાસ થાય છે તો ક્યારેક મોટુ. આવુ જ  બીજુ છે બિઝોલ્ડ ઈફેક્ટ , જર્મન પ્રોફેસર વિલ્હેમ વૅન બિઝોલ્ડે એવું સાબિત કર્યું છે કે એક જ રંગ જૂદા જૂદા બેકગ્રાઉન્ડ માં અલગ અલગ સાઈઝ નું ચિત્ર હોવાનો આભાસ ઉભો કરી શકે. જેમ કે ડાર્ક બેકગ્રાઉન્ડ પર લાઈટ કલર ની ડિઝાઈન મોટી દેખાશે પરંતુ સેમ સાઈઝ ની ડિઝાઈન લાઈટ બેકગ્રાઉન્ડ પર ડાર્ક કલર થી કરેલી હશે તો નાની દેખાશે.  જેમ કે કાળા રંગ ના બેકગ્રાઉન્ડ પર સફેદ ડિઝાઈન અથવા તેનાથી ઉલ્ટુ,  વિશ્વાસ ના આવતો હોય તો જાતે જ કાગળ પર પ્રયોગ કરી જોજો. આ જ ફંડા નો ઉપયોગ કપડા પસંદ કરતી વખતે કરવાનો. જ્યારે કપડા ખરીદો ત્યારે તમને ગમે છે એ ધ્યાન માં રાખો છો એ જ રીતે એકપડા પહેર્યા પછી બીજા ને તમે કેવા દેખાશો અ પણ વિઝ્યુઅલાઈઝ કરો એટલે આ વાત સમજાઈ જશે. આવા તો અનેક ઉદાહરણો છે વિઝ્યુઅલ  ઈલ્યુઝનના.

વિઝ્યુઅલ અથવા ઓપ્ટીકલ  ઈલ્યુઝન ની મદદ થી સામે વાળી વ્યક્તિ ની આંખો માં તમે ધારો તેવી તમારી દ્રષ્ય ઈમેજ બનાવી શકો છો. તમારી આભાસી પ્રતિમા દેખાડી શકો છો. આજકાલ ફેશનની દુનિયા માં આની બોલબાલા છે. યુવાનો માં તે ખૂબ પ્રિય છે. કારણ કે એ તમારા બેડોળ શરીર ને પણ આકર્ષક બતાડી શકે છે. અથવા તો તમારૂ બેડોળ પણું છુપાડી શકે છે. તેના માટે ન તો તમારે કોઇ ડાયેટિંગ ની જરૂર છે, કે ન તો જાત જાતના મેક અપ ના થપેડા કરવાની. બસ એકાદો એવી ડિઝાઈન કે પેટર્ન નો ડ્રેસ પસંદ કરી ને પહેરો કે જે જોનાર ની આંખો ને ગોટે ચડાવી દે અને તમારી આભાસી આક્રુતિ બનાવી શકો. છે ને મજાની વાત?

જેમ કે તમે ફોલ્સ શોલ્ડર , હાઈ વેસ્ટલાઈન કે લો વેસ્ટલાઈન, પફ્ડ સ્કર્ટ, ડિફરન્ટ સ્લિવ, જેવી પેટર્ન અને લાર્જ પ્રિન્ટ , સ્મોલ પ્રિન્ટ, આડી-ઉભી કે ત્રાંસી  લાઈનો,  વિવિધ સાઈઝ ના સર્કલ કે લંબગોળ આકારો અને તેના કોમ્બિનેશન જૂદા જૂદા લાઈટ ડાર્ક બેકગ્રાઉન્ડ માં મુકીને તેનાથી ઈલ્યુઝન કરી શકો છો. તમે એવા વર્તુળ અને લંબગોળ આકારો કે જે મૂવિંગ સ્નેક તરીકે જાણીતા છે તે જોયા જ હશે. તેનાથી કાગળ પર નું ચક્ર ફરતું હોય તેવો આભાસ થાય છે એ પણ જોયું જ હશે.

ઓપ્ટીકલ  ઈલ્યુઝન ની મદદ થી તમે તમારા બોડી ના પ્રોબ્લેમ એરિયા જેવાકે મોટી કમર, ફુલેલું પેટ , ઢળેલા ખભાઓ, ટુંકી ગરદન, સ્મોલ કે લાર્જ બસ્ટ સાઈઝ, હેવી વેસ્ટ લાઈન, હેવી હિપ્સ  લાઈન લામ્બુ કે ટુંકુ કદ વગેરે ને ઢાંકી ને કે છુપાવી ને તેના પર યોગ્ય ડિઝાઈન અને પેટર્ન નો ઉપયોગ કરી ને તેને કમનીય વળાંકો વાળુ દેખાડી ને  બોડી ના બ્યુટીસ્પોટ કે એસેટ્સ તરી કે હાઈલાઈટ કરી શકો છો,  આને શેઈપ  ટ્રિક, કે કલર ટ્રિક ની મદદ થી લૂક ટ્રિક કરી ને તમે લોકો ની આંખો ને એ જોવા પ્રેરિત કરો છો જે તમારે તેમને દેખાડવું છે. જેમ મેક અપ ની વિવિધ ટેકનિક્સ દ્વારા તમે ચહેરા ના શેઈપ ને આકર્ષક દેખાડો છો તેના જેવી જ આ વાત પણ છે.

આ એક આર્ટ છે. જે થોડા ઓબ્ઝર્વેશન અને અભ્યાસ થી તમે જાતે જ શીખી શકો છો વિઝ્યુઅલ અથવા ઓપ્ટીકલ  ઈલ્યુઝન ના ટૂલ ને વસ્ત્રો અને ફેશનમાં ઉપયોગ માં કેવી રીતે વપરાય છે તે માટે અનેક સંશોધનો થયા છે, ઘણા  પુસ્તકો તો લખાયા જ છે સાથે સાથે તમે વેબ પર થી પણ આ માહિતી મેળવી શકો છો. અને તેમનો ઉપયોગ વિવિધ લૂક ક્રિયેટ કરવા માટે કરી શકો છો. અને આકર્ષક દેખાવ લાવી શકો છો. આખરે  સુંદર સુડોળ દેખાવુ એ તમારો અધિકાર છે ને? તો ચાલો, લાગી જાવ તૈયારી માં તમારી સુરૂપતા ને નિખારવા તરફ  એક ડગલું આગળ વધો.

આમ વાતો કરતા કરતા નવા વર્ષ ની બધા ને વધામણી આપી તેઓ બૂફે ટેબલ તરફ આગળ વધ્યા . હવે બધી સખીઓ ખૂબ ઉત્સાહિત હતી. પોતાને નવા સ્વરૂપ માં દેખાડવા માટે.

લેખન – આરતીબેન રાઠોડ

તમારા મનપસંદ ફેસબુક પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલ આ લેખ પસંદ આવે તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો. અમારી પરવાનગી વગર લેખ ની કોપી કરવી નહિ.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Arti Rathod

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!