હું તું અને આપણે
આ રીતે મેળવી શકશો કોઈ પણ ફળ કે શાકભાજી બારેમાસ – બહેનો ખાસ વાંચે

આ રીતે મેળવી શકશો કોઈ પણ ફળ કે શાકભાજી બારેમાસ – બહેનો ખાસ વાંચે

આજે અચાનક જ એ મને માર્કેટ માં મળી ગઈ, આય હાય આટલા વર્ષો પછી એકબીજા ને મળી ને અમે બન્ને ખૂબ ભાવ વિભોર બની ગયા અને એકબીજાને વળગી જ પડ્યા.  અરે યાર, કેટલા સમય પછી તને જોઈ રહી છુ, કેમ છે દોસ્ત? ક્યાં છે આજકાલ? શું કરે છે? એમ અમે સામ સામે પ્રશ્નો ની ઝડી વરસાવી. અને એક્બીજા ના ખબર અંતર જાણવા નો પ્રયાસ કર્યો. પછી એણે કહ્યુ, ચાલ આપણે સામે કોફીશોપ માં બેસી ને વાતો કરીયે.

અમે સામે ની તરફ ના કોફીશોપ માં બેઠા. અને વાતોએ વળગ્યા. તેની સાથે ની વાતચીત  દરમ્યાન મને એ જાણવા મળ્યુ કે એ ખૂબ સફળ ગ્રુહ ઉધ્યોગ ચલાવે છે અને નામ ની સાથે દામ પણ કમાય છે. અનેક લોકો ને રોજી આપે છે. અનેક લોકો સાથે તેનો પરિચય પણ છે . મને આ વાત ખૂબ જ રસપ્રદ લાગી અને તેના કામ વિશે જાણ્વાની ખૂબ ઉત્કંઠા જાગી. મેં તેને પૂછ્યુ કે તું કોલેજ ના સમય માં એકદમ  સીધી- સરળ શરમાળ છોકરી હતી અને આજે સફળ બિઝનેસ વૂમન બની છે. એ કેવી રીતે? મને જણાવ.

તેણે વાત નો દૌર આગળ ધપાવતા કહ્યું , આ એક લાંબી સ્ટોરી છે. જો તને સમય હોય તો માંડી ને વાત કરૂં. તને યાદ છે? આપણે કોલેજ માં ભણતા ત્યારે કિચનગાર્ડનિંગ , ફળ અને શાકભાજી પરિરક્ષણ એટલે કે પ્રિઝર્વેશન એવા વિષયો ભણતા હતા. ત્યાર થી મને આ બધા માં ખૂબ રસ પડતો. મેં મારા ઘર ના વાડા માં શાક ભાજી નો બગિચો પણ બનાવેલો. અને તાજા ઓર્ગેનિક શાક ભાજી નો જ ઉપયોગ કરતી. અને ફળ, શાકભાજી વધારે હોય  ત્યારે તેમાંથી જાત ભાત ના અથાણા, શરબત, સિરપ, સુકવણી , મુખવાસ વગેરે પણ બનાવતી હતી અને આ બધુ મારા દોસ્તો ના ઘરે પણ મોકલતી હતી. મારા માટે આ સમય પસાર કરવા નું સાધન હતું પણ તેના લીધે મને ઘણી  નામના મળી.

જ્યારે સિઝન આવે ત્યારે અમુક ફળો કે શાક ભાજી ખૂબ સસ્તા અને સારી ક્વોલિટી ના મળતા હોય છે. પરંતુ હકીકત એ છે કે આપણે ત્યાં આવા ફળો અને  શાક ભાજી નો વપરાશ થાય તેના કરતા બગાડ વધારે થાય છે. ખેડુત કેટલી મહેનત કરી ને આ બધા પાકો ઉગાડે પરંતુ તેના સરખા ભાવ ન મળવા ને લીધે તે વેડફાઈ જાય છે. વળી ફળો કે શાક ભાજી બહુ લાંબો સમય તાજા રહી શકતા નથી કારણ કે તેમાં પાણી નું પ્રમાણ વધારે હોવાથી તે  પેરિશેબલ એટલે કે બગડી જાય, કે કોહવાઈ જાય તેવા હોય  છે એટલે તેને ફેંકી દેવા પડે છે. અને પછી જ્યારે તેની સિઝન ન હોય ત્યારે તે ખૂબ મોંઘા મળે છે. વધુ પૈસા જાય છે જે એક પ્રકારે મહેનત, વસ્તુ અને પૈસા નો રાષ્ટ્રિય બગાડ છે.

માધ્યમો દ્વારા એવું પણ જાણ્યું , સાંભળ્યુ છે કે આપણે ત્યાં ઉત્પાદિત થતા વિવિધ ફળો કે શાકભાજી ઓ ના યોગ્ય સાંચવણની વ્યવસ્થા ના  અભાવે મોટા પાયા પર અંદાજે 40% જેટલા ઉત્પાદનો નો બગાડ થઈ ને નાશ પામે છે, તેના લીધે વસ્તુ ના ભાવ માં ખૂબ  ચઢાવ ઉતાર થાય છે. જેમ કે ડુંગળી ના ભાવ માં સમયાંતરે આવતા ચઢાવ ઉતાર ,તાજા ફળો ના આસમાની ભાવ વગેરે નું કારણ  એની સાચવણી નો અભાવ છે. જો સિઝન માં તેને યોગ્ય રીતે સાચવીએ તો આ રાષ્ટ્રિય બગાડને અટકાવી શકાય છે.

કાળઝાળ ઉનાળા માં કે ખૂબ વરસાદ, વાવાઝોડા ના સમયે ફળો અને  શાક ભાજી ખૂબજ મોંઘા હોય છે અથવા તો બજાર માં મળતા જ નથી અને આપણી થાળી રસ વગર ની  સૂની બની જાય છે , તેવા સમયે જો આવી પ્રિઝર્વ કરી રાખેલી વસ્તુઓ હોય તો તેનો ઉપયોગ આપણે કરી શકીયે છીએ. વેરાઈટી ખાવા પણ મળે છે આપણુ સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે અને વધારે પૈસા પણ નથી ખર્ચવા પડતા. આપણે સંઘરેલા ખજાના માંથી સુકવણી , અથાણા , ચટણીઓ વગેરે આવા સમયે ખૂબ ઉપયોગી થાય છે.

એક સંશોધન એવુ પણ કહે છે કે ખેડુતો ની મહેનત ના પ્રમાણ માં જ્યારે તેમને વળતર નથી મળતુ ત્યારે જો તે લોકો ફળ શાકભાજી ને વિવિધ રીતે પ્રિઝર્વ કરી  તેમાંથી જાત ભાત ના અથાણા, સોસ, ચટણી, શરબત, સિરપ, પાપડ, કાતરી  સુકવણી , મુખવાસ વગેરે બનાવી ને બજાર માં મૂકે તો તેઓ ને તેમની મહેનત નું ઘણું સારૂં વળતર મળી શકે.

અનેક ક્રુષિ યુનિવર્સીટીઓ  માં ખેડુત ના ઘર ની સ્ત્રીઓ માટે આવા વર્ગો ચલાવવામાં આવતા હોય છે, જ્યાં તેઓ ને આવી બધી વસ્તુઓ બનવતા પ્રાયોગિક રીતે શિખવવા માં આવે છે, સાથે  તેનું વજન કરી ને પેક કરતાં અને માર્કેટ માં તેને સેલ કરતા પણ શિખવવા માં આવે. અમુક નિરંતર શિક્ષણ કે પ્રૌઢ શિક્ષણ ના વર્ગો માં જ્યાં ગ્રામિણ મહિલાઓ કે સ્લમ એરિયા ની મહિલાઓ એકઠી થતી હોય ત્યાં પણ વિવિધ એનજીઓ કે ગ્રુહવિજ્ઞાન કોલેજો ની વિધ્યાર્થીનિઓ દ્વારા આવું શિક્ષણ આપવા માં આવે છે. જેનાથી તેઓ રોજી પણ કમાઈ શકે અને પરિવાર ને સારૂં ભોજન પણ આપી શકે. ખેતીવાડી ખાતા , બાગાયતી વિભાગ અને ક્રુષિ યુનિવર્સીટીઓ  દ્વારા આવું સાહિત્ય પણ  પબ્લિશ કરવા માં આવે છે. જેનો ઉપયોગ બહેનો આ શિખવા માટે કરી શકે.

તે જ રીતે મેં પણ મારી આજુ બાજુ ના વિસ્તાર ની ગરીબ બહેનો ને ભેગી કરી ને તેમને આ વસ્તુ નું મહત્વ સમજાવવા નું શરૂ કર્યુ , મેં તેઓ ને ફળ – શાકભાજી બાર મહિના સાચવી રાખવા પરિરક્ષણ ની વિવિધ રેસિપી પણ શિખવી , જેમ કે અત્યારે બજાર માં ખૂબ લીલા તાજા શાક ભાજી મળે છે, રસદાર લાલ ટામેટા, ગાજર, વટાણા, મેથી , પાલક, આદુ હળદર, મરચા, લીંબુ , આમળા  વગેરે માંથી અલગ અલગ વાનગી ઓ બનાવી ને તેને સાચવવાની. જેમકે આદુ આમળા નો મુખવાસ, મુરબ્બો, ટમેટા ની ચટણી કે સોસ, મેથી વટાણા ની સુકવણી ગાજર-લીંબુ નું અથાણુ , આદુ લીંબુ આમળા નું શરબત, ચ્યવનપ્રાશ વગેરે .ઉનાળા ની સિઝન આવે ત્યારે કેરી-ગુંદા ના અથાણા, કઠોળ ની વડી –પાપડ, ખિચી ના પાપડ, બટાકા ની કાતરી , વગેરે. સારી રીતે બનાવતા શિખવ્યા. એ પણ સમજાવ્યું કે જો વધારે સમય હોય તો આવી વાનગી બનાવી ને તેને જાણીતા – ઓળખીતા લોકો ના ગ્રુપ માં સેલ કરી ને પૈસા બી કમાઈ શકાય. આમ પણ બજાર માં મળતા હાનિકારક પ્રિઝર્વેટિવ વાળા પેક્ડ ખાધ્યો ખૂબ લાંબો સમય ખાવા ને બદલે ઘર માં બનેલા આવા હેલ્ધિ પ્રિઝર્વ્ડ ફૂડ જ બધા પસંદ કરતા હોય છે. જે ને તમે  એકાદ વર્ષ સુધી સાચવી શકો અને તેનો  વાનગી ને ટેસ્ટી બનવવા માં ઉપયોગ કરી શકો.

મારા સખી મંડળ ની બહેનો પણ આવું બધુ શિખી ને પોતાના ઉત્પાદનો બનાવી રહી છે. અને આવા ઘરેલુ બનાવટ ના ઉત્પાદનો બધાને ખૂબજ પસંદ પણ પડી રહ્યા છે. અને બહેનો પોતાના પગભર પણ થઈ રહી છે. પોતાના ઘર ખર્ચ સિવાય બચત પણ કરે છે અને આત્મવિષ્વાસ થી જીવે છે. મારા માટે પણ આ સેલ્ફ સેટિસ્ફેકશન નો માર્ગ છે. કહેતા તેણે પોતાની વાત પૂર્ણ કરી.

અરે વાહ, તું તો ખરેખર અનુકરણ કરવા જેવું કામ કરી રહી છે દોસ્ત, એક કામ કર, ફરી સમય મળે ત્યારે તું મારા ઘરે આવ, અને મારી કોલોની ના બહેનો ને પણ આવું માર્ગદર્શન આપ. અમે પણ અમારા ઘર ના વપરાશ માટે તો આ બધું બનાવી જ શકીયે. અને તેણે મારી આ વાત સહર્ષ સ્વિકારી . અમે ફરી મળવાની વાત સાથે છુટા પડ્યા.

લેખિકા – આરતીબેન રાઠોડ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Arti Rathod

તાજા લેખો

error: Content is protected !!