આમળા માં રહેલા અનેક ફાયદાને જયારે આયુર્વેદ આપે છે આટલું સમર્થન

આમળા ની ઓળખાણ આપ​વાની જરૂર નથી કેમકે નાનાથી માંડી ને મોટા વ્યક્તિ ઓ સુધી આમળાથી પરીચિત હોય છે .
હ​વે આમળા ની સીઝન આવી છે તોહ ચાલો ત્યારે આમળા ના ગુણો જાણી એ જેથી આ સીઝન મા આમળા ના ગુણો નો ભરપૂર લાભ લ​ઈ શકીએ .

રસાયન ગુણ -અર્થાત જે યુવાન રાખે વ્રુધ્ધાવસ્થા ને પાછળ ધકેલ​વાનું કામ કરે એને રસાયન કહેવાય .આમળા પોતે રસાયન હોવાથી તેમનુ નિયમિત સેવન કરનાર ના વાળ જલદી ખરતા નથી કે સફેદ થતા નથી ,

તેમજ ચામડી માં કરચલી પડતી નથી અને યુવાન જેવી તાજગી સ્ફ્રુતી અનુભ​વે છે .માટે જ રસાયન ચુર્ણ મા આમળા નો સમાવેશ કર​વામા આવ્યો છે.
રસાયન ચુર્ણ આયુર્વેદ નુ પ્રચલિત ઔષધ માંથી એક છે.

ત્રિફલા -ત્રણ ફળ હરડે,બહેડા ,આમળા નુ મિશ્રણ જેને ત્રિફલા કહીયે છે.કોઈ ઘર એવું નહિ હોય જે ત્રિફલા ને જાણતા નહિ હોય એનું એક ઘટક દ્ર​વ્ય આમળા છે.એટલે કે આ ફક્ત ઔષધ જ નહી પણ એક શ્રેષ્ઠ ફળ માં ગણાય છે .

ચય્વનપ્રાશ – ચય્વનપ્રાશ ને ઓળખાણ ની જરૂરત તોહ નથી જ પણ એના સાચા ઉપયોગો જાણીએ .ચય્વનપ્રાશ માં મુખ્ય ઘટક દ્ર​વ્ય આમળા જ છે .

આજ નું વિજ્ઞાન રોગપ્રતિકારક શક્તિ વધાર​વા તેમજ યુવાની ટકાવી રાખ​વા અવન​વા પ્રયોગો કરી રહ્યુ છે.આમળા મા રહેલ રસાયન ગુણ જે એન્ટી એજીંગ હોવાથી ,તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારનાર હોવાથી આજ ની મલ્ટીનેશનલ ફાર્મા કમ્પની ઓ પણ ચય્વનપ્રાશ બનાવાનું ચાલુ કરયુ છે .

વૈદ્ય અશ્વીની કુમારો એ ચ્ય​વનમુની માટે આમળા માથી એવું અવલેહ ચાટણ બનાવી એમને સેવન કરાવ્યુ કે ક્ષીણ થયેલું તેમનું શરીર યુવાન જેવુ થ​ઈ ગયુ .જે ચય્વનપ્રાશ તરીકે ઓળખાય છે .

ચ્ય​વનપ્રાશ ના નિયમીત સેવન થી ઇમ્યુનીટી પણ વધે છે માટે જલદી થી ઇન્ફેક્શન લાગે નહી .એનુ નિયમીત સેવન થી ચામડી મા જલ્દી થી કરચલી પડતી નથી . જેથી ઘડપણ પાછળ ઠેલાય છે .શ્વાસ ખાંસી ની અકસીર ઔષધ છે .ઉર્જા-તાકાત નો સંચાર થાય છે.

વિટામિન-સી –
આમળા માં સૌથી વધુ પ્રમાણ માં વિટામિન સી હોય છે.વિટામિન સી નુ સૌથી શ્રેષ્ઠ વાનસ્પતિક સ્ત્રોત છે .આમળા રસ માં નારંગી ના રસ કરતા ૨૦ગણું વધુ વિટામીન સી હોય છે .

૧૦૦ ગ્રામ આમળા ના રસ માં ૬૨૧ મિલી ગ્રામ વિટામીન સી હોય છે .જ્યારે નારંગી માં ૩૦મિલી ગ્રામ હોય છે .
માંદા પડીએ ત્યારે આપણને નારંગી જયુસ પીવાની સલાહ આપ​વામાં આવે છે કેમકે વિટામીન સી હોય છે એમા અને વિટામીન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

રોગો માં ઉપયોગીતા –

એસીડિટી -જરા પણ તીખુ ખાતા છાતી માં બળતરા ઉપડી જાય છે એટલે કે ભયંકર એસીડીટી ની તકલીફ હોય તે સ​વાર સાંજ એક એક ચમચો જેટલો સાકર સાથે પી જાય તો એસીડીટી માં ખુબજ લાભ થશે આમળા ખાટા હોવા છતા એસીડીટી માં લાભ કરે છે કારણકે આમળા નો વિપાક મધુર છે એટલે કે આમળા પચી જતા તેનો રસ મધુર થ​ઈ જાય છે .એટલે આમળા એસીડીટી મા ફાયદેમંદ છે .

માથા નો દુખાવો -આંખ મા દાહ- બળતરા ,પિત્ત થી થતા માથા ના દુખાવા માં કપાળ પર લેપ કર​વાથી લાભ થાય .

વાળ માટે

વાળ ખરતા કે વાળ સફેદ થતા અટકાવ​વા આમળા ખુબજ લાભદાયી છે .આમળા ની સીઝન માં તાજો રસ અને પછી ચુર્ણ નું નિયમીત સેવન કર​વાથી વાળ ખરતા અટકાવી શકાય તેમજ વાળ સફેદ થતા પણ અટકે છે .પણ તેનો નિયમીત પ્રયોગ જરૂરી છે .

તેમજ વાળ ધોવા માં આમળા ના રસ નો અથ​વા ચુર્ણ વાળા પાની થી વાળ ધોવાથી પણ વાળ ખરતા અટકે તેમજ સફેદ થતા અટકે છે.વાળ રેશમી થાય છે

આજકાલ બધા શેમ્પુ- તેલ માં આમળા ની જાહેરાત જોવા મળશે એનાથી વાળ પર તેનુ પ્રભુત્વ નો ખ્યાલ આવી જશે .

રક્તસ્તંભન -એટલે લોહી ને વહેતુ અટકાવ​વા મા ઉપયોગી છે .મસા માં કે ક્યાંય પણ રક્તશ્રાવ થતો હોય તોહ આમળા ના સેવન થી તુરંત જ રક્ત શ્રાવ બંધ થ​ઈ જશે.

નાક માથી રક્તશ્રાવ થતો હોય તો બકરી ના દુધ સાથે કપાળ પર આમળા ચુર્ણ નો લેપ કર​વાથી તુરંત નાક માથી રક્તશ્રાવ બંધ થશે .

કબજીયાત -આમળા નો રેચક ગુણ હોવાથી સ​વારે નરણા કોઠે તેનો તાજો રસ કે ચુર્ણ સેવન થી પેટ સાફ થશે અને કબજિયાત મા લાભ થશે .

પેશાબ ની સમસ્યા –

વારંવાર પેશાબ જ​વાની કે પેશાબ ની બળતરા ની સમસ્યા મા આમળા ના રસ સાથે પાકુ કેળુ ખાઈ જ​વાથી લાભ થશે
મધુમેહ -આમળા ચુર્ણ સમાન માત્રા મા દેશી હળદર ચુર્ણ સાથે નિયમીત સેવન થી મધુમેહ મા ખુબજ ફાયદો કરે છે

હ્રદય ની તકલીફ્-હ્રદયગત તકલીફો માં પણ આમળા ખુબ લાભદાયી છે .રોજ ૪ આમળા નુ સેવન કર​વું

ખાંસી -ખાંસી થતી હોય તોહ આમળા નો મુરબ્બો ખાવો અને વધુ હોય તોહ મધ સાથે આમળા ચુર્ણ નું સેવન કર​વું.

-વૈદ્ય મિહિર ખત્રી(B.A.M.S) & વૈદ્ય વંદના ખત્રી (B.A.M.S)

Leave a Reply

error: Content is protected !!