હું તું અને આપણે
બહેનો માટે બોલ્ડ પોસ્ટ : પીરિયડ્સ વચ્ચેનો સમયગાળો વધારવાની ૫ ટીપ્સ

બહેનો માટે બોલ્ડ પોસ્ટ : પીરિયડ્સ વચ્ચેનો સમયગાળો વધારવાની ૫ ટીપ્સ

આ રીતે ટાળી શકાય છે પીરિયડ્સ

પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ એક નેચરલ પ્રક્રિયા છે અને 11 થી 50 વર્ષની મહિલાઓને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. મહિલાઓનું શરીર સારી રીતે કામ કરે તે માટે દર મહિને પીરિયડ્સ આવવા જરૂરી છે. આ દરમિયાન હેવી બ્લડ ફ્લોને કારણે મુશ્કેલી અને દુખાવો થાય છે. ખાસ કરીને પીઠ અને પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે. ઘણી વખત ખાસ તહેવાર, ધાર્મિક અનુષ્ઠાન, લગ્ન પ્રસંગમાં કેટલાક કલાકો કે દિવસો માટે પીરિયડ્સને ટાળવા જરૂરી હોય છે. જેના માટે માર્કેટમાં ઘણી દવાઓ મળે છે. પરંતુ અમે તમને જણાવીશું કેટલાક ઘરેલું ઉપાય.

તીખુ-મસાલેદાર ભોજન ખાવાની અસર

મસાલેદાર ભોજન ખાવાથી બ્લડ ફ્લો વધે છે, જેનાથી પીરિયડ્સ શરૂ થવાની સંભાવના વધી જાય છે. જો તમે એવું નથી ઈચ્છતા તો મરચું, મરી, લસણ ખાવાનું છોડી દો. મસાલેદાર ભોજન ન ખાવું વધારે સારું રહેશે.

વિનેગર ખાવાથી પીરિયડ્સ વચ્ચેનો સમય વધે છે

પીરિયડ્સને ટાળવા હોય તો વિનેગર ખાવાનું શરૂ કરી દો. એક ગ્લાસ પાણીમાં ત્રણ-ચાર ચમચી વિનેગર નાંખીને દિવસમાં બેથી ત્રણ વખત પીવો. આવું કરવાથી તમે ત્રણથી ચાર દિવસ માટે પીરિયડ્સ ટાળી શકશો.

જીલેટીન નો ઉપયોગ

એક વાટકીમાં જિલેટિનનું પેકેટ ઘોળીને તુરંત પી લો. જેનાથી તમે ત્રણ થી ચાર કલાક માટે પીરિયડ્સ ટાળી શકો છો. તેને વારંવાર પીવાથી તમે ઘણા સમય સુધી પીરિયડ્સથી દૂર રહી શકો છો. લાંબા સમયસુધી આવું કરવાથી નુકસાન પણ થઈ શકે છે.

કસરત થી શું થઇ શકે?

પીરિયડ્સના સમયે કસરત કરવી સારી વાત નથી. પરંતુ રેગ્યુલર કસરત કરવાથી તમે પીરિયડ્સ ટાળી શકો છો. જલદી પીરિયડ્સ ન આવે તે માટે ભારે કસરત કરવી જોઈએ.

પીરીયડ ટાળવા લીંબુનો ઉપયોગ

આ ખાટા ફળમાં ખુબજ માત્રામાં વિટામિન સી હોય છે. લીંબુ પીરિયડ્સને ટાળવા માટે, બ્લડ ફ્લો કંટ્રોલ કે રોકવા માટે પણ કામ આવે છે. એટલા માટે લીંબુને ચૂસવું અથવા પાણીમાં નીચોવીને પણ પી શકો છો.

સંકલન – હેતલબેન વ્યાસ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!