મંદિરમાં પરિક્રમા કેટલી વખત કરવી જોઈએ? જાણવા જેવી હકીકત

કેટલી પરિક્રમા કરવી જોઈએ?

તમે હંમેશા લોકોને પૂજાની થાળી અથવા અગરબતી લઈને મંદિર કે વૃક્ષની આજુબાજુ પરિક્રમા કરતા જોયા હશે. કોઈ એક ચક્કર મારે છે તો કોઈ સાત ચક્કર. મંદિરોમાં જ નહીં લોકો ગુરુદ્વારામાં પણ પૂજા બાદ પરિક્રમા કરે છે. આ ઉપરાંત સવારે સૂર્યપૂજા વખતે પણ ગોળ ગોળ પરિક્રમા કરે છે. તેની પાછળનું કારણ તમને ખબર છે.

સકારાત્મક ઉર્જાનો પ્રવેશ

એવી માન્યતા છે કે મંદિરમા દર્શન અને પૂજા કર્યા બાદ પરિક્રમા કરવાથી સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશ કરે છે. મનને શાંતિ મળે છે. સાથે એવી પણ માન્યતા છે કે ખુલ્લા પગે પરિક્રમા કરવાથી વધુ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.

ધન-સમૃદ્ધિમાં વધારો

ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ગણેશજી અને કાર્તિક વચ્ચે સંસારનો ચક્કર લગાવાની સ્પર્ધા ચાલી રહી હતી ત્યારે ગણેશજીએ પોતાની ચતુરાઈથી પિતા શિવ અને માતા પાર્વતીને બેસાડીને તેમના ત્રણ ચક્કર લગાવ્યા હતા. જેના કારણે લોો પૂજા બાદ સંસારના નિર્માતાના ચક્કર લગાવે છે. પરિક્રમા કરવાથી ધન-સમૃદ્ધિમાં વધારો થાય છે.

જમણી બાજુથી શરૂ કરવી પરિક્રમા

પરિક્રમા કરવાની સાચી દિશાના વિષયમાં માનવામાં આવે છે કે હંમેશા પરિક્રમા કરતી વખતે ભગવાનના જમણી બાજુથી શરૂઆત કરવી જોઈએ. એટલે કે પરિક્રમા ઘડીયાળના કાંટાની જેમ કરવી જોઈએ, એવું પણ માનવામાં આવે છે કે પરિક્રમા 8 થી 9 વખત કરવી જોઈએ.

સાભાર: આઈ એમ ગુજરાત

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!