જાત ભાતની વાત
૬ વર્ષનો ટેણીયો કેવી રીતે કમાઈ છે મહીને ૬ કરોડ રૂપિયા ? – વાંચવા જેવું

૬ વર્ષનો ટેણીયો કેવી રીતે કમાઈ છે મહીને ૬ કરોડ રૂપિયા ? – વાંચવા જેવું

સામાન્ય રીતે જે ઉંમરમાં બાળક બાળ-ગીતો શીખતાં હોય, બોલતાં શીખતાં હોય, એકડા ઘૂંટતાં શીખતાં હોય એ ઉંમરમાં એક બાળક વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ વાત સાંભળીને કદાચ તમને વિશ્વાસ ન આવે પણ અમે તમને જણાવી દઈએ કે, આ વાત સો ટકા સાચી છે અને ફોર્બ્સએ પોતાની યાદીમાં આ વસ્તું જાહેર કરીને પુષ્ટિ કરી છે.

જી હા, અને આજે અમે તમને આ જ બાળકનો પરિચય કરાવવા જઇ રહ્યાં છીએ. જેનું કાર્ય, જેનાં વખાણ, અને નાની ઉંમરમાં આ મોટી સફળતા આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

માત્ર 6 વર્ષનો રેયાન યુ-ટ્યુબની મદદથી વર્ષે 71 કરોડ (મહિને 6 કરોડ) રૂપિયાની કમાણી કરે છે. હમણાં ફોર્બ્સ દ્રારા યુ-ટ્યુબની મદદથી સૌથી વધું કમાણી કરતા સેલિબ્રિટીની એક યાદી જાહેર કરવામાં આવી છે, જેમા રેયાનને 9મું સ્થાન મળ્યું છે.

આજના સમયમાં યુ-ટ્યુબ દ્રારા કેટલાય લોકો ઘરે બેઠા-બેઠા કમાણી કરી રહ્યાં છે પણ આ નાનકડા બાળકે તો જાદુ કર્યો છે. આ બાળકે ફક્ત જોરદાર કમાણી જ નથી કરી પણ આખી દુનિયા માટે પ્રેરણારૂપ બની ગયો છે. હવે તમને એમ થતું હશે કે, આ નાનકડો ટેણીયો વળી, યુ-ટ્યુબ પર એવું તે શું કરે છે? તો મિત્રો, તમને જણાવી દઇએ કે આ બાળક પણ યુ-ટ્યુબ પર એ જ કરે છે જે બાકી બધાં બાળકો કરે છે.

આ બાળક ફક્ત જુદા-જુદા રમકડાંથી રમે છે અને સાથો-સાથ એ રમકડાં વિશે બધી માહીતી આપે છે. રમકડાનો સંપૂર્ણ અને રસપ્રદ રીવ્યુ આપે છે. રેયાનને યુ-ટ્યુબ ચેનલ બનાવીયે હજું બે વર્ષ જ થયાં છે પણ એટલી બધી લોકપ્રિયતા મળી છે કે ટોપ-10 યુ-ટ્યુબર્સ સેલિબ્રિટીઝમાં પોતાની જગ્યા બનાવી લીધી. આ જોઈને બીજા લોકો પણ એની પાસેથી પ્રેરણા લઈ રહ્યાં છે.

રેયાનનાં માતા-પિતા જણાવે છે કે, જ્યારથી એ સમજણો થયો છે ત્યારથી જ એને વિવિધ પ્રકારના રમકડાથી રમવાનો અને એ રમકડાં વિશે વધું જાણવાનો શોખ રહ્યો છે. એવામાં માતા-પિતાએ પોતાના બાળકમાં રહેલ ખૂબીઓ જાણીને રમકડાં સાથે રમતા બાળકના વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ આ જ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કર્યા. વિડીયો જોઈને ઘણાં સારા-સારા પ્રતિભાવો મળવા લાગ્યા. દિન-પ્રતિદિન બાળકના વખાણ થવા લાગ્યા આ જોતાં એમણે રેયાનની પોતાની યુ-ટ્યુબ ચેનલ બનાવી આપી અને જોત-જોતામાં તે હિટ થઈ ગયો.

ફક્ત બે વર્ષમાં જ રેયાનની યુ-ટ્યુબ ચેનલને એક કરોડથી વધારે સબ્સ્ક્રાઇબર્સ મળી ગયા. રેયાનનો સૌથી વધું હિટ વિડીયો ‘જાયન્ટ એક સરપ્રાઈઝ’ હતો જેને આજસુધી 80 કરોડથી વધું લોકો જોઇ ચુક્યા છે. ફોર્બ્સ મેગેઝીન અનુસાર એક જાહેરાત દ્રારા રેયાન દર મહિને લગભગ 6 કરોડ રૂપિયા કમાઇ લે છે. આમ આ નાનકડો છોકરો ટૉય્ઝરિવ્યૂઝ નામથી એક યૂટ્યૂબ ચેનલ ચલાવે છે અને વર્ષે લગભગ 71 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

આટલી પ્રસિદ્ધિ મેળવ્યા બાદ પણ રેયાન વિશે દુનિયાને વધુ જાણકારી નથી. તેનું પુરું નામ શું છે અને તે ક્યાં રહે છે, જેવા સવાલોના જવાબ ખૂબ ઓછા લોકોને ખબર છે. જાણકારી માત્ર એટલી જ છે કે તે અમેરિકન છે.

મિત્રો, આપણે પણ આપણાં બાળકોની ક્ષમતા, પ્રતિભા અને ખૂબીઓ ઓળખીને એની કળા, વિચાર અને વિશ્વાસને યોગ્ય દિશા આપવી જોઈએ.

લેખન-સંકલન : ઈલ્યાસભાઈ

ગુજરાતીમાં નવી નવી ખબર લાવતી ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની પોસ્ટ પસંદ હોય તો જરૂર લાઈક અને શેર કરજો.

નોંધ: આ પોસ્ટ કોપીરાઈટ થી સુરક્ષિત છે

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Ilyas Bhai

error: Content is protected !!