આપણાં તહેવારો
ઉત્તરાયણ – ખાલી ચીક્કી સિંગ, તલ-મમરાના લાડુ, શેરડી, લીલા ચણા, લાઉડ મ્યુઝિક એટલું જ નહી યાર

ઉત્તરાયણ – ખાલી ચીક્કી સિંગ, તલ-મમરાના લાડુ, શેરડી, લીલા ચણા, લાઉડ મ્યુઝિક એટલું જ નહી યાર

ક્લાસ માં બધા જ છોકરા છોકરીઓ સાથે બેસી ને લંચબોક્સ શેર કરી રહ્યા હતાં અને મકર સંક્રાંતિ ની રજાઓ નું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. છોકરાઓ ખૂબજ ઉત્સાહ માં હતા, ક્યાંથી પતંગો લાવવા , કોની પતંગ કપાવી નાખવી , કોની ફિરકી કોણ પકડશે ને મ્યુઝિક માં શું વગાડવુ વગેરે વિષયો રસપૂર્વક ચર્ચાતા હતા, પણ છોકરીઓ ને આ બધી વાતો માં ખાસ રસ હોય તેવું લાગતું નહોતુ. તેઓ અંદર અંદર કંઈક જૂદો જ ગણગણાટ કરી રહી હતી. એકે બીજીઓ ને કહ્યું હેય ગર્લ્સ , આપણે આ લોકોની ફિરકી પકડવા જ ખાલી અગાસી માં નથી જવું હો? મને તો એની પતંગ ફાઈટ માં કોઈ જ રસ નથી. બોલો મૂવિ જોવા માટે  અને લંચ આઉટ ના પ્લાન માટે કોણ કોણ તૈયાર છે? આ વાત પર છોકરીઓમાં ઉત્સાહ નું મોજૂ ફરી વળ્યુ. વાઉ , બેટર આઈડિયા. સો ધિસ ટાઈમ નો પતંગ, નો ફિરકી નો પેચ. આપણે બધા બહાર જઈયે છીયે ડન.

આ વાત માં છોકરાઓ ને વાંકુ પડ્યુ. તમે અલગ જાઓ તે નહી ચાલે ,  વિચારી લેજો. એક વખત તમે પ્રોગ્રામ બદલો તો પછી બધાજ ફેસ્ટીવલ માંથી આઉટ, નો પિકનીક , નો નવરાત્રી,  કર્યા કરજો લંચ આઉટ અને મૂવિ, અને આમ ચર્ચા શોરબકોર માં પલટાઈ ગઈ, વાતાવરણ તંગ થઈ ગયું. રિસેસ પત્યો અને મેડમે  ક્લાસ માં પ્રવેશતાં જ પૂછ્યુ, શું પ્લાનિંગ ચાલે છે ભઈ? કંઈ ખાસ છે કે શું? મને પણ કહો.

છોકરીઓ સામે મોં મચકોડતાં એમણે મેડમ ને આખો ઘટના ક્રમ વર્ણવ્યો. અચ્છા , તો આમ વાત છે. ચલો કંઈક રસ્તો કરીએ, મેડમે કહ્યું. પહેલા તમે મને એ કહો કે તમે એ જાણો છો કે શા માટે આપણે મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ મનાવીએ છીએ? તેઓ એકબીજા ની સામે જોવા લાગ્યા કે કોઇક  જવાબ આપી શકે. મેડમ, એ બધુ ખબર નથી પણ અમને તો ચીક્કી સિંગ દાળિયા,ખજૂર ,  તલ-મમરા ના લાડુ, શેરડી, લીલા ચણા, લાઉડ મ્યુઝિક એ બધી મજા જ ખબર છે. પતંગ-ફિરકી, ચશ્મા ટોપી નાચ ગાન અને કાઈપ્પો છે….  અહાહા..

ચલો આજે આપણે મકર સંક્રાંતિ ની થોડી વાતો કરીએ , પછી તમે જ નક્કિ કરજો કે તમારે કેવી રીતે અને કોની સાથે આ તહેવાર મનાવવો. તમને એ ખબર છે કે હિન્દુ ધર્મ ના બધાજ તહેવારો તિથી મૂજબ આપણે ઉજવીએ છીએ જેમકે નવરાત્રિ, દશેરા, દિવાળી, હોળી , જન્માષ્ટમી, રક્ષાબંધન વગેરે. પરંતુ આ એક જ એવો તહેવાર  છે જે આપણે અંગ્રેજી કેલેન્ડર મૂજબ 14મી જાન્યુઆરી એ ઉજવીએ છીએ. આ દિવસ ને સંક્રાંતિ કહીએ છીએ, તે એક સંસ્ક્રુત શબ્દ છે જેનો અર્થ થાય છે બદલાવ. સૂર્ય નું એક જગ્યા થી બીજી જગ્યા તરફ જવા ની આ ઘટના છે. મકર સંક્રાંતિ માં સૂર્ય મકર રાશિ માં ગતિ કરે છે. તેથી તે મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે. આમ તો વર્ષ માં બાર વખત સંક્રાંતિ થાય છે પણ મકર સંક્રાંતિ ખાસ છે. કારણ કે  સૂર્ય દેવતા ઉત્તર તરફ જાય છે મતલબ શીત ઋતુ તરફ થી ઉષ્ણ તરફ  તેથી તેને ઉત્તરાયણ પણ કહીએ છીએ. અને સૂર્ય દેવતા ઉત્તર તરફ ગતિ કરે પછી થી  સારા કાર્યો ના મૂહુર્તો પણ શરૂ થતા હોય છે.

માત્ર ગુજરાત માં જ નહી ભારત દેશ ના અનેક રાજ્યો માં જૂદાજૂદા નામ થી આ તહેવાર મનાવાય છે. લોકો સાથે મળી ને સૂર્ય પૂજા કરે છે. નદીઓ માં સ્નાન કરે છે. આ દિવસે દાન નો મહિમા પણ અનેરો છે. મકર સંક્રાંતિ ના દિવસે લોકો મંદિરો માં, આશ્રમો માં ગૂરૂજી ને બહેન દિકરી ને કંઈક ને કંઈક દાન દક્ષિણા અર્પણ કરે છે. પશુઓ ને ઘાંસ ચારો નીરે, શેરી માં રમતા બાળકો ને પણ નાસ્તો આપે, મને  યાદ છે  કે મારા બાળ પણ માં અમે તલ ગોળ મમરા ની લાડુડી ખાતા ખાતા વચ્ચે થી પાંચ પૈસા નો સિક્કો મળે તો ખૂબ જ આનંદ વિભોર બની જતા. આ છે ગૂપ્ત દાન નો મહિમાં ,

ખૂબ ઠંડી ના લીધે શરીર ના અંગો માં રક્ત પરિભ્રમણ થોડુ ઓછું થઈ જાય છે તેથી શરીર ના અંગો શિથીલ થઈ જાય, જકડાઈ જાય ,  ચામડી સુકાવા લાગે અને ફાટવા લાગે છે. આથી આ સમય માં આપણે જેમ બીજા વસાણા ખાઈએ છીએ તે રીતે તલ અને ગોળ ની ચીક્કી અને લાડુ પણ ખાઈયે છીએ. જે આપણા શરીર ને પુષ્ટ કરે છે. અને ઉષ્મા આપે છે. વળી આ સમય માં ખેતરમાં જે નવા પાકો થયા હોય તેને રાંધી ને તેની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. ખાસ કરી ને સાત ધાન્ય નો ખિચડો આપણે નૈવેધ્ય માં ધરાવીએ છીએ ને?  લીલા શાક ભાજી નો આનંદ પણ લઈએ છીએ.

સંક્રાંતિ થી લાંબા દિવસ ની શરૂઆત થાય છે. આ દિવસે પતંગ ઉડાવવા નું પણ મહત્વ છે. તેના માટે અગાસી અથવા ખૂલ્લા મેદાન માં જવું પડે કે જ્યાં હવા સાથે તડકો પણ હોય. ઠંડક માં તડકો સારો લાગે છે તેથી લોકો અગાસી માં પતંગ ના બહાને જઈ ને સૂર્ય સ્નાન નો લાભ લે છે. જેનાથી તબિયત પણ સારી થાય છે.  આજકાલ લોકો ને વિટામિન ડી ની ખામી અને તેનાથી વિવિધ પ્રકારના જે રોગો થાય છે નિયમીત સૂર્યસ્નાનથી તે વિટામિન ડી મેળવી શકાય છે. અને તેનો લાભ હાડકા, ચામડી અને રક્ત પરિભ્રમણ પર થાય છે. આમ તમારી પતંગ કાપવા ની લડાઈ કરતા તડકો ખાવા ની પ્રથા જ અગત્ય ની છે. નવા ધાન્યો રાંધી ને ખાવાની પ્રથા અગત્ય ની છે.

તમારા જેવડા સંતાનો એ તો પોતાના વડિલો ને પણ હાથ પકડી ને તડકા માં દોરી જવા જોઈએ, અને તેમની સાથે  પણ સમય વિતાવવો જોઈએ. એવું તમને નથી લાગતું? તેનાથી શિયાળા ની ઠંડી તો ઉડશે જ પણ સાથે સાથે  આપણા એક બીજા સાથે ના સંબંધો માં આવેલી ઠંડક પણ ઉડશે અને તેમા ઉષ્મા આવી જશે, તલ ગોળ ના લાડુ જેવી મિઠાશ પણ આવશે.

હવે તમે બધા નક્કિ કરો કે તમારે ઉત્તરાયણ કેવી રીતે ઉજવવી છે? છોકરા છોકરી ઓ એ તરત જ કહ્યું કે અમે બધા પોતપોતાના પરિવાર સાથે જ ઉત્તરાયણ ઉજવીશુ. કોઈ બીજા ની પતંગ ના પેચ નહી પણ પરિવાર ની લાગણી ના તાણા વાણા જ મજબૂત કરીશુ અને ઉત્તરાયણ ના મહત્વ ને સમજી ને જ આ તહેવાર મનાવીશુ. આ સાથે એ બધા ના ઝગડા નો અંત આવ્યો અને વાતાવરણ હળવું થઈ ગયુ.

– આરતીબેન રાઠોડ

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Arti Rathod

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

શા માટે શિવજીની પરીક્રમા અડધી જ કરવામાં આવે છે? – આ છે અસલી કારણ

શા માટે શિવજીની પરીક્રમા અડધી જ કરવામાં આવે છે? – આ છે અસલી કારણ

error: Content is protected !!