ફિલ્લમ ફિલ્લમ
પ્રિયાની જેમ ભ્રમર નચાવવા સતત ત્રણ દિવસ રોજ બે કલાક પ્રેકટિસ કરવી પડે

પ્રિયાની જેમ ભ્રમર નચાવવા સતત ત્રણ દિવસ રોજ બે કલાક પ્રેકટિસ કરવી પડે

સિટી ભાસ્કર પ્રસ્તુત કરે છે પ્રિયાના ‘નેણમટક્કા’ પાછળની કેટલીક રસપ્રદ વાતો

સાઉથની અભિનેત્રી પ્રિયા પ્રકાશે પોતાની પ્રથમ ફિલ્મના એક સોંગમાં સ્હેજ પોતાના ભ્રમર શું નચાવ્યા આખો દેશ એની આંખના એક ઈશારે હિલોળે ચડી ગયો. ચોવીસ કલાકમાં ઈન્સ્ટાગ્રામ પર એના છ લાખ ફોલોઅર્સ બની ગયા અને એ સાથે જ પ્રિયા એક જ દિવસમાં સૌથી વધુ ફોલોઅર્સ મેળવનારી વૈશ્વિક સેલિબ્રિટીઝની યાદીમાં ત્રીજા નંબરે આવી ગઈ. આજે દરેક વ્યક્તિ આ એક્ટ્રેસ વિશે વધુને વધુ જાણવા અધિરો બન્યો છે ત્યારે સિટી ભાસ્કર લાવે છે આંખ મારતા પહેલા પ્રિયાએ કરેલા નેણના ઉલાળા વિશેની કેટલીક રસપ્રદ વાતો.

પ્રિયાએ જે રીતે નેણ ઉલાળ્યા એ દરેક વ્યક્તિ માટે કરવા શક્ય નથી. એના માટે પધ્ધતિસરની તાલીમ જોઈએ. પ્રિયાએ ક્લાસિકલ ડાન્સ મોહિનીઅટ્ટમની તાલીમ લીધેલી છે. પ્રિયાની ભ્રમરોના કરતબ વિશે અમે ક્લાસિકલ ડાન્સના એક્સપર્ટસને પૂછ્યું ત્યારે જાણવા મળ્યુ કે કથકલી, કથક, મોહિનીઅટ્ટમ, કૂચિપૂડી, ઓડિસી અને ભરત નાટ્યમ જેવા ક્લાસિકલ નૃત્ય પરંપરામાં આંખ અને ભ્રમરના હલનચલનની બાકાયદા તાલીમ આપવામા આવે છે. કૂચિપૂડી ડાન્સર બિજલ હરિયા કહે છે કે, ‘વીડિયોમાં પ્રિયાની ભ્રમરોના હલનચલનમાં શ્રૃંગાર અને બિભત્સ રસનું કોમ્બિનેશન જોવા મળે છે.’ કલાગુરુ રૂચા ભટ્ટ કહે છે કે, ‘સતત ત્રણ દિવસ સુધી બે કલાક આંખ અને નેણના હલનચલનની પ્રેક્ટિસ બાદ તેના વડે નાટ્યશાસ્ત્રના વિવિધ નવરસ પ્રસ્તુત કરી શકાય.’

પ્રિયા જે શીખી છે તે મોહિનીઅટ્ટમ શું છે

મોહિનીઅટ્ટમ કેરળમાં વિકસીત દક્ષિણ ભારતીય નૃત્ય છે જેમાં આઈબોલ અને આઈબ્રોના હલન ચલનની સાથે શરીરનું મન મોહક અને લાલિત્યપૂર્ણ હલન ચલન કરવાનું હોય છે. ભારતના પારંપરિક શાસ્ત્રીય નૃત્યો પૈકીનું એક એવું આ નૃત્ય મનના ભાવોને શરીર અને આંખની ભાષા સાથે વ્યક્ત કરે છે.

આંખના અભિનય માટે પાપણો, કીકી અને પૂટનો તાલમેલ મહત્વનો

ઓડિયન્સ સાથે કનેક્ટ થવામાં આંખના અભિનયનું ખુબ મહત્વ છે. આંખ વડે વિવિધ રસોનું નિરૂપણ કરવા માટે પાપણો, કીકી અને પૂટ(આંખની ઉપરનો ભાગ)નો તાલમેલ જરૂરી છે. મનના ભાવો જ્યારે આંખમાં આવે અને ઓડિયન્સની તાળીઓ પડે ત્યારે પર્ફોર્મન્સ સાર્થક થયુ ગણાય.

– રૂચા ભટ્ટ, કલાગુરુ

કથકલીમાં આંખના ભાવ દર્શાવવા ખુબ જ અઘરા

આંખ દ્વારા નવરસોનું નિરૂપણ કરવામાં કલાકારની એકાગ્રતાની કસોટી થાય છે. હું માનુ છું કે આંખના હાવભાવને કથકલી નૃત્ય શૈલીમાં દર્શાવવા વધારે અઘરા છે કારણ કે 17મી સદીમાં કેરળમાં શરૂ થયેલી આ નૃત્ય પરંપરામાં આંખના ભાવોને પ્રધાનપણે વ્યક્ત કરવાના હોય છે.

– બિજલ હરિયા, કૂચિપૂડી ડાન્સર

માત્ર આંખ અને ભ્રમરોના હલન-ચલનથી આ રીતે નવરસ પ્રસ્તુત કરી શકાય

હાસ્ય: બન્ને ભ્રમર ઉપરની તરફ અને અર્ધ ખુલ્લા હોઠ, જેમાંથી દાંત દેખાતા હોય.

વીર: પાપણને એકદમ સ્થિર રાખીને નજર સીધી જેમાં ભય ન હોય તેવા ભાવ સાથે આ રસ ઉદભવે છે.

ભયાનક: મનમાં ચિંતાના ભાવ અને ખેંચેલી ભ્રમર સાથે આંખના ડોળા આમ-તેમ ફરતા રહે છે.

બિભત્સ: આંખમાંથી કંઈક મેળવી લેવાના ભાવો જેમાં આંખમાં વાસના પણ પ્રગટે અને છતાં એક વ્યગ્રતા તો ખરી જ.

કરુણ: આમાં આંખની પાંપણોને સહેજ નીચે રાખીને મનમાં દયાનો ભાવ રાખવાનો હોય છે.

શૃંગાર : ફ્રેશ આંખ, જેમાં એક પ્રેમાળ લાગણી પણ જોવા મળે અને ઢળેલી આંખોની સાથે આનંદિત ચહેરો.

શાંત: ભ્રમરોને હલાવ્યા વિના આંખોના ડોળાને નીચેની તરફ રખાય છે.

અદભૂત : ભ્રમરને સહેજ ઉપરની તરફ ખેંચો અને હદયમાંથી અચરજના ભાવ સીધા આંખોમાં આવે તે કનેક્શન રચાય પછી આ એક્સપ્રેશન્સ આવે છે.

રૌદ્ર : એકદમ સ્થિર કિકી (આઈબોલ) અને પૂટ (આંખનું ઉપરનું લેયર) અને તાણેલી ભ્રમર આ ત્રણેયનું યોગ્ય કોમ્બિનેશન ગુસ્સાના ભાવો દર્શાવવા માટે જરૂરી છે.

જો આ પોસ્ટ ગમી હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો.

ક્રેડીટ: દિવ્યભાસ્કર  – સોર્સ: તુષાર દવે

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Tushar Dave

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

શા માટે શિવજીની પરીક્રમા અડધી જ કરવામાં આવે છે? – આ છે અસલી કારણ

શા માટે શિવજીની પરીક્રમા અડધી જ કરવામાં આવે છે? – આ છે અસલી કારણ

error: Content is protected !!