ક્લીન બોલ્ડ
‘અમને ૧૦ વરસનો વિઝા મળી ગયો!’ – અમેરિકા જવાની ઘેલછા

‘અમને ૧૦ વરસનો વિઝા મળી ગયો!’ – અમેરિકા જવાની ઘેલછા

અમુક વર્ષ પહેલાં અમારા એક કલીગને પાકટ વયે અમેરિકાનું કહેણ આવ્યું કે આપ કુટુંબ કબિલાં સાથે ભારતની પાવન ધરતી છોડી અમારી અતિ પાવન ધરતી પર પધરામણી કરો. અરે, આ તો સ્વર્ગનું તેડું! કેમ કરી ઠેલાય! ગંગાજીની જેમ અવતરણ કરી અમેરિકી જટામાં ઝીલાઈ જવાનું હતું અને પછી એક સ્વતંત્ર ઓળખ સાથે જીંદગીભર ખળખળ વહેવાનું હતું.

બસ, ‘ધરમના કામમાં ઢીલ ન હોય’ એ સૂત્ર કામે લગાડી તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ. પગમાં જોમ આવ્યું ને મનમાં જૂસ્સો. ચાલવાની ઝડપ એવી થઈ ગઈ કે ચંપલ નીચે તણખા ખરવા બાકી હતા. એમણે મગજનો નેવું ટકા હિસ્સો ‘દેશમાંથી ઊડી જવાની તૈયારી’માં સોંપી દીધો.

ચારે તરફ વાત વહેતી થઈ ગઈ. ‘મારી મોટી બહેને અમારી ફાઈલ મૂકી’તી એ કલીયર થઈ ગઈ.’ સગાં વહાલાં, સંબંધીઓ, અડોશ-પડોશ, સહકર્મચારીઓ બધા અવાક! ઘેર પહેલું પારણું બંધાયું હોય એમ અભિનંદનની ઝડી વરસવા લાગી.

અમેરિકાના ક્રેઝના એ તાજા દિવસો હતા. ઘૂસતાં આવડે તો, સ્ટ્રગલ કરવાની પૂરેપૂરી તૈયારી હોય તો, અમેરિકામાં હોવું અત્યારની પરિસ્થિતિની સરખામણીમાં કદાચ શેકેલ ચણા ચાવવા જેવું સહેલું હતું. દેશવાસીઓ પાણી ભરવા માટે મૂકેલ બેડાંની લાઈન લગાવતા અને રેશનની લાઈનમાં ઊભતા ત્યારે અમૂક સાહસિકો અને વિદેશઘેલા ભરતીયો અમેરિકાની ફાઈલો મૂકી પોતાના વારાની રાહ જોતા.

પછી તો સેંકડો લોકો બલૂનમાં ઠલવાતા ગયા. બધા અમેરિકાના ભાણિયાઓ હોય એમ ગોઠવાતા ગયા. અને આમ જૂઓ તો ખોટું પણ શું હતું? અમારા કલીગ NRI બન્યા ને છાશમાં ‘શેકેલ જીરું’ બની ભળી ગયા. આજે તો મારા કલીગ જેવા ઘણા NRIsની ત્રીજી પેઢી બદામ ખાય છે અને ખારી શીંગ પણ ચાવે છે.

હવે રહી રહીને અમેરિકા મૂંઝાયું છે. આમ બલૂનો ઠલવાયા કરશે તો વાત ક્યાં અટકશે! સમજુ અમેરિકાએ શેકેલ ચણામાં થોડા લોઢાના ચણા પણ ઉમેરવા શરુ કર્યા છે.

અમેરિકા લુચ્ચું પણ છે. આ વિઝા ઘેલી પ્રજાને ઓળખી ગયું અને રિંછની જેમ લાળ ટપકવા લાગી. વિઝા પાગલ પ્રજા પાસેથી પૈસા તો ખંખેરવા પડેને?

‘લ્યો, આવો! દસ વરસનો વિઝિટર વિઝા લઈ જાવ!’ અમેરિકાએ વિઝાની લ્હાણી શરુ કરી.

અને સાહેબ, ધાડેધાડાં ઉમટ્યાં. ‘મને આપો, મને આપો’ થઈ પડ્યું. અમે બાળપણમાં સ્કૂલમાં પ્રજાસત્તાક દિને પતાસાં માટે પડાપડી કરતા લગભગ એવું જ. કોઈ પૂછે, ‘તમારી પાસે દસ વરસનો વિઝા નથી?’ તો ઢીલા પડી જવાય. અમેરિકા જવાનું ઠેકાણું ન હોય એવાય દોડ્યા કે ‘વિઝા લઈ લેવો સારો’, બોલો!

હવે તો દસ વરસના વિઝા મેળવવા કોન્સૂલેટ પર રેશનની લાઇનને શરમાવે એવી સર્પાકાર લાઇનોમાં જીન્સ-લેંઘા-ધોતિયાં ધારણ કરેલા વિઝા વાન્છુઓ ઉમટે છે. ‘ઊભું બેસણું’ હોય એવું ગાંભિર્ય અને મૌન ધારણ કરી મળસ્કે પહોંચી જાય છે. એમના જીવ તાળવે ચોંટેલ હોય છે. શું થશે? શું પૂછશે? શું પૂરાવા માગશે?

અમેરિકાનો દસ વરસનો વિઝા મળી ગયો હોય એ લોકો એન્ટ્રી ગેટ પર જમા કરાવેલ મોબાઇલ હાથમાં આવતાંવેંત પંદર-વીસ જગ્યાએ વધામણી આપતા જોવા મળે. એમના અવાજમાં તરવરાટ અને મનમાં થનગનાટ હોય છે. અરે, ગૂલાલ ઊડાડવો બાકી રાખે! આહા! કોઈ જીવન જીવવાની જડીબુટ્ટી જડી ગઈ હોય એમ હરખાતા હોય.

પણ અમેરિકા દૂધનું દાઝ્યું છે. શંકા કરે, ડરાવે, પીદડી ભરાવેે અને ફૂંકી ફૂંકીને વિઝા આપે છે પણ કોણ ક્યારે કપાઈ જાય એ નક્કી નહિ. ખરી કફોડી હાલત તો વિઝા રિજેક્ટ થઈ હોય એ લોકોની હોય છે. એ ધૂંધવાશે, ‘સાલ્લાઓ, કારણ નથી આપતા’! રિજેક્ટેડ વિઝા વાંચ્છુઓ કળ વળે પછી ધીમા ડગલે કોન્સૂલેટની બહાર નીકળતા જોવા મળે છે, જાણે જિંદગીથી હારી ગયા ન હોય!

6108-05856738
© Masterfile Royalty-Free
Model Release: Yes
Property Release: No
Portrait of a sad looking couple

તમે પણ વિઝા લેવા લાઈનમાં ઊભી જાવ. દસ વરસનો વિઝા મળવો કંઈ નાનીસૂની વાત નથી. વળી, દસ વરસનો વિઝા નહિ હોય તો કોઈ ગ્રૂપમાં, ક્લબમાં, સમારંભોમાં છોભીલા પડી જશો. હા, વિઝા રિજેક્ટ થાય તો મોઢું બતાડતાં સંકોચ ન રાખવો પણ જો વિઝા થઈ જાય તો ઉછળી ઉછળીને કહેજો, ‘અમને દસ વરસના વિઝા મળી ગયા’.પાંચમાં પૂછાશો એની ગેરંટી!

લેખક: અનુપમ બુચ

Share this Story

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Anupam Buch

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!