ક્લીન બોલ્ડ
ક્રિકેટ જગતમાં ઈતિહાસ કહી શકાય – આ છે એ ખેલાડી

ક્રિકેટ જગતમાં ઈતિહાસ કહી શકાય – આ છે એ ખેલાડી

૧૮ માર્ચ,૨૦૧૮ના દિવસે શ્રીલંકામાં રમાઇ રહેલી નિદાહાસ ટ્રોફીની ફાઇનલ મેચ કોઇ ભૂલી શકે એમ નથી!શરૂઆતમાં તો ભારત બાંગ્લાદેશે કરેલાં રનને આસાનીથી વટાવી શકશે એમ લાગતું હતું પણ ધીમે-ધીમે હાલત બદલતી ગઇ અને એક સમયે એવું લાગવા માંડ્યું કે કદાચ બાંગ્લાદેશ ભારતના હાથમાંથી બાજી ખેંચી જશે!

૧૨ બોલમાં ૩૪ રનની જરૂર હતી.અને એ પછી જાણે ચમત્કાર થયો!દિનેશ કાર્તિકે અંતિમ બોલમાં સિક્સર ફટકારીને મેચ ભારતના હાથમાં ખેંચી લાવી આપી.એ ક્ષણ ક્રિકેટ રસિયાંઓ માટે ભૂલાય એમ નથી.આવા બનાવો બને છે જે ભારતમાં ક્રિકેટ ચાહકોનો વર્ગ વધારવામાં નિમિત્ત પણ બને છે.જો કે,આજે અમે જણાવી રહ્યાં છે એ હક્કીકત વિશે કે-છેલ્લાં બોલ પર સિક્સર ફટકારીને મેચ જીતાડનાર માત્ર દિનેશ કાર્તિક જ નથી;અગાઉ પણ અમુક ખેલાડીઓ આ કરતબ સર્જી ચુક્યા છે.આવો જાણીએ કોણ કોણ છે આવા ગેમ ચેન્જરો:

ઇ.સ.૧૯૮૬ની સાલમાં શારજાહમાં રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચ વખતે ચેતન શર્માની બોલિંગ પર જાવેદ મિયાંદાદે છેલ્લા બોલે ગેમ પલટી નાખતી સિક્સર લગાવેલી એ વખતે પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ હતો.

એ પછી ફરીવાર ભારતની જ સામે,ઇ.સ.૨૦૧૦માં આશિષ નેહરાની બોલિંગમાં છેલ્લા બોલ પર શ્રીલંકાના કપુગેદરાએ સિક્સર ફટકારીને ભારત પાસેથી જીત આંચકી લીધેલી.એ વખતે શ્રીલંકાને છેલ્લા બોલ પર ત્રણ રનની જરૂરત હતી.

એ પછી વાત આવે છે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૯૯૯માં રમાયેલી મેચની.આફ્રિકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં ૧૧ રનની જરૂર હતી.નેશના હાથમાં બોલ હતો.છેલ્લા બોલે ચાર રનની જરૂર હતી અને ક્લાસનરે સિક્સર ફટકારીને મેચ આંચકી લીધી!એ પછી ૨૦૧૩માં પણ ફરીવાર આવું થયું.ન્યુઝીલેન્ડના ૨૬૧નો પીછો કરતા આફ્રિકાને છેલ્લાં બોલે ત્રણ રનની જરૂર હતી.ફ્રેન્કલીનના ફેઁકેલા છેલ્લા બોલે મૈકલેરને છગ્ગો ફટકારી દિધો અને મેચ જીતાડી દીધી!

૨૦૦૬માં હરારેમાં બાંગ્લાદેશ અને ઝીમ્બાબ્વે વચ્ચે ખેલાયેય મુકાબલો.મોર્તજાના હાથમાં ઇનિંગનો છેલ્લો બોલ હતો.એ વખતે બ્રેન્ડન ટેલરે અંતિમ બોલમાં આસમાની છગ્ગો ફટકારીને મેચ જીતાડી આપી હતી.

આ બેટ્સમેને ૨૪ લગાવી છે છેલ્લા બોલે સિક્સર –

ઉપરની યાદી વાંચીને ખ્યાલ આવ્યો હશે કે એવા ઘણા કરિશ્માઇ બલ્લેબાજ છે જેણે આખરી બોલે સિક્સર લગાવીને મેચ પલટી નાખી છે.અહીં વાત કરવી છે એક એવા બલ્લેબાજની જેણે એકાદ-બે વાર નહી પણ ૨૪ વાર છેલ્લા બોલે સિક્સર ફટકારી છે.પ્રશંસાની વાત એ પણ છે કે,આ ખેલાડી ભારતીય છે!

કદાચ તમને મુંઝવણ થશે કે,આ તો કોણ હશે?તો જાણી લો કે આ ખેલાડીનું નામ છે-મહેન્દ્રસિંહ ધોની.હાં,માહીએ એકાદ બે વાર નહી પણ ૨૪ વાર લાસ્ટ બોલે સિક્સર ફટકારી છે.એમાં વન-ડે અને ટી-ટ્વેન્ટી મેચો સામેલ છે.કરીયરની શરૂઆતથી જ માહી આ માટે જાણીતો છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ માહિતી જો ગમી હોય તો જરૂર બીજા મિત્રો સાથે શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!