આ રીતે થાય છે કિન્નરોનો અંતિમસંસ્કાર – ફોટા સહિતની માહિતી

મૃત્યુથી કોઇ બચી શકતું નથી.દુનિયાના અચળ-અફર સિધ્ધાંતોમાં એક છે મૃત્યુ. હરેક સજીવ માટે એ એક સનાતન સત્ય છે કે જે જન્મે છે એનો નાશ છે જ.મૃત્યુને જોવાની નજર બદલાવી શકાય,પરીણામ કદાપિ નહી.માટે એ માનીને જ ચાલવું રહ્યું કે જીંદગીની એક ઇનિંગ અહીં પૂર્ણ થાય છે,જ્યાં શ્વાસ અટકે છે.

દુનિયાના લોકોના અલગ-અલગ ધર્મોના વિપરીત રીવાજો મુજબ મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.કોઇકને દફનાવવામાં આવે છે તો કોઇકને અગ્નિદાહ આપવામાં આવે છે.ધર્મો,સંપ્રદાયો મુજબ રીત-રીવાજો પણ અલગ અલગ હોય છે.હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ શબના અંતિમ સંસ્કાર રૂપે એને અગ્નિ ચાંપવામાં આવે છે.

પણ શું તમે જાણો છો કે કિન્નરના મૃત્યુ પછી એમના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે?લગભગ લોકોને આ વાતની ખબર નહી હોય.અને કદાચ હશે તો પણ એમાં રહેલી અમુક અદ્ભુત વિગતોની જાણકારી કદાચ નહી જ હોય.તો ચાલો આજે જાણી લઇએ કે કોઇ એક કિન્નરના મૃત્યુ પછી એમના નિષ્પ્રાણ દેહનું શું થાય છે:

આવી રીતે થાય છે કિન્નરના અંતિમ સંસ્કાર –

કિન્નર વિશેની આપણી જાણકારી બહુ સીમિત હોય છે.એ કદાચ એટલાં માટે પણ હોઇ શકે કે આપણે તેમનાથી દુર રહેવા માંગીએ છીએ.પણ ખરેખર આ તથ્ય નથી.કિન્નર અર્થાત્ મનુષ્ય જ છે!તેઓ કાંઇ અલગ નથી.આપણા જ છે.

છતાં કિન્નરો વિશેની જાણકારી બહુ ઓછા લોકોને હોય છે.લગભગ કોઇ નથી જાણતું કે મૃત્યુ પછી તેમના દેહનું શું કરવામાં આવે છે.આપને પ્રથમ તો એ જણાવી દઇએ કે,કિન્નરના દેહને અંતિમ સંસ્કાર તરીકે દફનાવવામાં આવે છે,નહી કે અગ્નિદાહ અપાય છે.

રીવાજ એમ કહે છે કે,કિન્નરના મૃતદેહને સફેદ વસ્ત્રમાં લપેટવામાં આવે છે.તેમના શરીર પર રહેલ એક-એક આભૂષણ અને વસ્ત્રને ઉતારી દેવામાં આવે છે.કારણ કે,માન્યતા છે કે આમ કરવાથી એમની આત્મા તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત થઇને સીધી જ પરમાત્માના દ્વાર પર પહોંચી જાય છે.અને મોક્ષ પ્રાપ્તિ મેળવે છે.

મૃતદેહને મારવામાં આવે છે પગરખાના પ્રહારો –

એક એવો પણ રીવાજ છે કે,કિન્નરના મૃત્યુ પછી એમના મૃતદેહને ચપ્પલ-જોડાના પ્રહારથી લાતો મારવામાં આવે છે.જો કે,આની પાછળ પણ એ આત્માની ભલાઇ જ ઇચ્છવામાં આવતી હોય છે.આવું કરવામાં આવે છે જેથી કરીને તે વ્યક્તિના બધાં પાપોનું પ્રાયશ્વિત થાય.અને તેને હંમેશ માટે મુક્તિની પ્રાપ્યતા મળે.

મનાવવામાં આવે છે ઉત્સવ –

એક વધુ આશ્વર્યજનક વાત એ પણ છે કે,કિન્નરના મૃત્યુ પછી ઉત્સવ જેવું વાતાવરણ જોવામાં આવે છે.સામાન્ય રીતે તો મૃત્યુ બાદ શોકનો માહોલ જોવા મળતો હોય છે.પણ કિન્નરના રીત-રીવાજો આનાથી વિપરીત હોય છે.એની પાછળ પણ થોડું કરૂણાશીલ કરી નાખનાર કારણ છે.

તેઓ માને છે કે,મૃત્યુ પામેલ કિન્નરને નર્ક જેવી જીંદગીમાંથી છૂટકારો મળ્યો છે.એનું દોજખ હવે દુર થયું છે.માટે ઉત્સવ જેવા માહોલનો રીવાજ છે.મૃત્યુ બાદ બધાં પરમ પિતારૂપ પરમાત્માને પ્રાર્થના કરે છે કે હવે એમને ફરીવાર આ દોજખ ના દેખાડજે,ઇશ્વર!એને કોઇ સારો અવતાર આપજે.

મોટા ભાગના કિન્નર હિંદુધર્મી હોવા છતાં તેમને અગ્નિદાહ દેવાની જગ્યાએ દફન આપવામાં આવે છે.

નોંધ: આ માહિતી હિન્દી ન્યુઝ ચેનલ માં આપેલી માહિતી નું ગુજરાતી ભાષાંતર છે, પોસ્ટ ની માહિતી માટે કોઈ પણ ફરિયાદ હોય તો અમને મેસેજ કરવો. અમે માહિતી સુધારીશું.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!