આ આંગળીને ફક્ત એક મિનિટ સુધી દબાવો, થશે ચમત્કારિક લાભ

એ વાત કદાચ તમે નહીં જાણતા હો કે આપણા હાથ આપણને ઘણા બધા રોગ દૂર કરવામાં મદદ કરી શકે છે. આ બાબતનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે. જોકે, શરૂઆતમાં હસ્ત-મુદ્રાઓનો ઉપયોગ ફક્ત તપ-સાધના માટે કરવામાં આવતો પરંતુ પાછળથી વૈજ્ઞાનિક તથ્ય સમજીને વિવિધ રોગો દૂર કરવા માટે વૈજ્ઞાનિક રૂપે તેનો ઉપયોગ થવા લાગ્યો. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે, હાથની આંગળીઓનો ઉપયોગ કરીને જુદી-જુદી બીમારીઓને કેવી રીતે દૂર કરી શકીએ?

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે હાથની આંગળીઓ માનવ શરીરનાં જુદા-જુદા અંગો સાથે જોડાયેલ હોય છે. આપણી આંગળીની ઘણી બધી નસો આપણા શરીરના અમુક અંગો સાથે સીધી જોડાયેલ હોય છે. ડૉક્ટરોએ પણ આ વાતને માની લીધી છે કે શરીરના ઘણા બધા રોગોનાં ઈલાજ માટે આંગળીઓનું વિશેષ મહત્વ છે. જે-તે રોગ માટે યોગ્ય આંગળી પર યોગ્ય સમય માટે પ્રેશર આપવાથી રોગ મટાડી શકાય છે. ચાલો જાણીએ કંઈક નવું અને કંઇક અનોખું ફક્ત ‘જ્ઞાન સાથે ગમ્મત પર’.

(1) તર્જની આંગળી:


સૌથી પહેલા વાત કરીએ તર્જની આંગળીની. તર્જનીને અંગ્રેજીમાં ઈન્ડેક્સ ફિંગર કહેવાય છે. ડૉક્ટરોનાં જણાવ્યા મુજબ, આ આંગળીને હળવા હાથે દબાવવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. જો કોઈને ગેસ, કબજિયાત કે પાચનશક્તિની સમસ્યા હોય તો દરરોજ એક મિનિટ સુધી આ આંગળીને દબાવવાથી ઘણી રાહત થાય છે.

(2) મધ્યમ આંગળી (મીડલ ફિંગર) :


જો કોઈને રાત્રે ઊંઘ ન આવતી હોય અથવા ખૂબ મોડે સુધી જાગવું પડતું હોય તો એણે સૂતા પહેલા ફક્ત એક મિનીટ સુધી પોતાની વચલી આંગળી (મીડલ ફિંગર)ને દબાવવી જોઈએ. ડૉક્ટરોનાં કહેવા પ્રમાણે, આમ કરવાથી શરીરમાં બ્લડ પ્રેશર કાબુમાં રહે છે અને માનસિક તણાવ દૂર થાય છે. બ્લડ પ્રેશર અને તણાવ બન્નેનાં નિયંત્રણને કારણે સારી ઊંઘ આવે છે.

(3) અનામિકા આંગળી :


અનામિકા આંગળીને રિંગ ફિંગર પણ કહેવાય છે. ડૉક્ટરોનાં કહ્યા મુજબ, આને દબાવવાથી માણસને ઘણા ફાયદા થાય છે. આ આંગળીને દબાવવાથી પેટ સંબંધિત તકલીફોમાં રાહત મળે છે. જો કોઈને કબજિયાતની તકલીફ હોય તો દરરોજ એક મિનિટ સુધી આ આંગળી દબાવવાથી કબજિયાતની બીમારી જડમૂળમાંથી મટે છે.

(4) ટચલી આંગળી :


ટચલી આંગળી એટલે કે હાથની સૌથી નાની આંગળી. આ આંગળીને આપણે કનિષ્ઠ આંગળી પણ કહીએ છીએ. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, આ આંગળીને દિવસમાં ઓછામાં ઓછી એક મિનિટ સુધી દરરોજ દબાવવાથી માઈગ્રેનની બીમારીમાં રાહત થાય છે. માઈગ્રેન એટલે માથાનો દુઃખાવો. એટલે જો તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો આ ઉપાય ચોક્કસ અજમાવી લેજો.

(5) અંગૂઠો :


હાથની ચારેય આંગળીઓની જેમ જ અંગૂઠાને દબાવવાનાં પણ લાભ છે. હાથના અંગૂઠા દ્વારા વિભિન્ન રોગો દૂર કરી શકાય છે. ડૉક્ટરોનાં જણાવ્યા મુજબ, અંગૂઠાને દરરોજ એક મિનિટ સુધી દબાવવાથી ફેફસા મજબૂત થાય છે. ડૉક્ટરોનાં કહ્યા પ્રમાણે, જો કોઈને શ્વાસની તકલીફ હોય તો એણે આમ કરવું જોઈએ, તાત્કાલિક લાભ થશે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ નોખી-અનોખી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!