સુનીલ શેટ્ટી એટલે ભારતનાં બીજા અંબાણી, એમની કમાણી વિશે જાણીને ચોંકી જશો

જો તમને લાગતું હોય કે સુનીલ શેટ્ટી પાસે કોઈ કામ નથી, ઘણા સમયથી એમની કોઈ ફિલ્મ નથી આવી અને બીજા બધા ફિલ્મ સ્ટાર્સની સરખામણીમાં એમની કમાણી ઓછી હશે, તો તમારી ધારણા તદ્દન ખોટી છે.

હકીકતમાં, સુનિલ શેટ્ટી પાસે એટલા પૈસા છે કે તમે તેને ભારતનાં બીજા અંબાણી કહી શકો છો. તો ચાલો જાણીએ કે, ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર રહેવા છતાં સુનિલ શેટ્ટી પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે?

ઘણા સમયથી એક પણ ફિલ્મ નથી :


સુનિલ શેટ્ટી ભારતના અર્નોલ્ડ સ્વાજનેગર તરીકે ઓળખાય છે. સુનિલ શેટ્ટીએ ધડકન, ટક્કર અને મોહરા જેવી ઘણી હિટ ફિલ્મ આપી છે. તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી કુલ 110 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને તેની દમદાર એક્શનથી આપણને બધાને મનોરંજન પુરૂ પાડ્યુ છે. હાલમાં સુનીલ શેટ્ટીની ઉંમર 56 વર્ષ છે અને હિન્દી ફિલ્મ ઉપરાંત તેમણે મલયાલમ, તમિળ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સુનીલ શેટ્ટીનો કારોબાર:


પણ, આ વાત ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, સુનીલ શેટ્ટી એક ઉમદા કલાકારની સાથો-સાથ એક સફળ બિઝનેસમેન પણ છે. એમણે બિઝનેસ ઉપરાંત, રમત-ગમત ક્ષેત્રમાંથી પણ ઘણા પૈસા રળ્યાં છે.

નોંધપાત્ર છે કે સુનીલ શેટ્ટી ઘણા બધા સામાજીક કાર્યોમાં પણ સામેથી ચાલીને ભાગ લે છે. ભલે આજે સુનીલ શેટ્ટીને ઓછી ફિલ્મો મળતી હોય, પણ તેઓ દર વર્ષે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. સુનીલ શેટ્ટી રેસ્ટોરન્ટ ઉપરાંત, પોપકોર્ન એન્ટરટેઇન્મેન્ટ નામનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.

રમત-ગમતને પ્રોત્સાહન આપે છે :


ફિલ્મ જગતથી દુર થઈને સુનીલ શેટ્ટીએ રમત-ગમત ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું, તેમણે અન્ય ફિલ્મ સ્ટાર્સ સાથે મળીને સેલિબ્રિટી ક્રિકેટ લીગ ટીમ ખરીદી છે, તેઓ આ ટીમના કેપ્ટન છે. સુનીલ શેટ્ટી રેસ્ટોરન્ટ અને પ્રોડક્શન હાઉસ સિવાય કપડાની બુટિક પણ ચલાવે છે. સુનીલ શેટ્ટીએ બોલીવુડમાં બિઝનેસ કલ્ચરને એક નવું સ્વરૂપ આપ્યું છે. એમની પાસેથી પ્રેરણા લઈને અન્ય કલાકારોએ પણ બોઝનેસ શરૂ કર્યું છે.

સુનીલ શેટ્ટીનાં પિતાજી એક સમયે પ્લેટ ધોતા હતા:


એક ઈન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે અમારા પરિવારમાં એક સમય એવો હતો કે મારા પિતાજી રેસ્ટોરન્ટમાં પ્લેટ સાફ કરવાનું કામ કરતા હતાં. જે રેસ્ટોરન્ટમાં એના પિતાજી કામ કરતા હતા એ જ રેસ્ટોરન્ટ સુનીલ શેટ્ટીએ વર્ષ 2013માં ખરીદી લીધું.

રેસ્ટોરન્ટનાં ઉદ્ઘાટન સમયે સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, આ એ જ જગ્યા છે કે જ્યાં મારા પિતાજી વિરપ્પા શેટ્ટી કામ કરતા હતાં.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!