૫૦ લગ્નના માંગાઓનો અસ્વીકાર કરીને જયારે કરોડપતિ બિઝનેસમેને ઝુંપડામાં રહેતી યુવતી પસંદ કરી

ગરીબી અને અમીરી માનવ જીવનની ભૌતિક સ્થિતીને આધારે આકલન કરાતી પરિસ્થિતી છે. બંને  સ્થિતી વચ્ચે બાહ્ય રીતે તો જમીન આસમાનનો ફરક છે. અને માટે જ ગરીબો અને અમીરો વચ્ચે એક ના પૂરી શકાય તેવી વિશાળ ખાઈ નજરે પડે છે.

પણ પ્રેમ તો આ ખાઈને વીંધીને નીકળતી બલા છે! એને આવી કોઇ ભેદરેખાથી ફરક નથી પડતો કે ના તેને આવી વાડાબંધીમાં રોકી શકાય છે. એ તો બસ થઇ જાય છે એકવાર અને થાય ત્યારે અંતરની સમૃધ્ધિ જ જોવાય છે, નહી કે ભૌતિકતાની!અહીં વાત કરવી જે એક એવી જ અજીબતા ભરી કહાનીની. રાજસ્થાનમાં બનેલી આ ઘટના કદાચ તમારી સોચ પણ બદલી નાખશે એવી છે.

આગળ કહ્યું તેમ પ્રેમ કોઇ પ્રકારની ભેદરેખાને ગણકારતો નથી. બસ એવું જ કાંઇક અહીં પણ બન્યું! એક કરોડપતિના દિકરાને ગમી ગઇ ઝુંપડામાં રહેનારી યુવતી અને થઇ ગયાં વિવાહ!ના જોવાઇ ધન-દોલત કે ના પ્રતિષ્ઠા!

આ વાત અત્યારે ઘણી પ્રસિધ્ધ થઇ ચૂકી છે. લોકો આ બાબતે ચર્ચા પણ કરી રહ્યાં છે.કેમ કે,વાત જ થોડી અજીબ છે. આવો જાણીએ આખરે શું છે હક્કીકત :

જાવરાના પઠાનટોલીની એક ગરીબી ભરડો લઇ ગયેલ શેરીમાં જેવા-તેવા મકાનમાં રહેતી શાહિસ્તા નામની યુવતીની કિસ્મત જાણે રાતોરાત બદલાઇ ગઇ. વાત એમ બની કે, લગભગ પચાસેક માગાં ઠુકરાવ્યા બાદ રાજસ્થાનના કોટા જીલ્લાના રહેવાસી ખનીજ કારોબારી આરીફ ખાનના દિકરાએ આખરે ઝૂંપડપટ્ટીમાં આવેલ શાહિસ્તાને ઘેર જાન લઇને જાવાની હા ભણી!

પહેલી જ નજરમાં ઉદ્યોગપતિના દિકરાને શાહિસ્તા ગમી ગઇ કે જે શાહિસ્તાનો પરીવાર જેવા-તેવા બે છાપરાની નીચે જ તો રહેતો હતો!આને કહેવાય પ્રેમ,કિસ્મત કે જે કહેવું હોય તે.

મુગલપુરામાં રહેતી પોતાની બહેનને ત્રણ વર્ષ પહેલાં શાહિસ્તાની માં મળવા માટે ગઇ ત્યારે શાહિસ્તા પણ સાથે હતી.તે વખતે જ એમના ભાવિ પતિની માતાની નજર શાહિસ્તા પર પડેલી.પ્રથમ નજરમાં જ એમને છોકરી ગમી ગઇ.કુળવાન અને શીલવાન!તેમણે કહેલું કે, આવી સુશીલ અને સંસ્કારી છોકરી અગાઉ જોવામાં નહોતી આવી.

મેટ્રીક પાસ શાહિસ્તાને તો કલ્પના પણ નહોતી કે તેનો રાજકુમાર આસિફ અરેબિયન નાઇટ્સની કથાઓની જેમ તેને હવામાં ટહેલીને હેલિકોપ્ટરમાં લેવા આવશે! હાં,શાહિસ્તાના આંગણે હેલિકોપ્ટરમાં જાન આવેલી.લોકો જોતા જ રહી ગયેલા. દુનિયા અવાક બની ગયેલી.

કહેવાય છે કે, આસિફના છોટા ભાઇ આદિલના લગ્ન પણ જાવરામાં જ કરવામાં આવેલા. બંને આથી એક જ હેલિકોપ્ટરમાં આવેલા. જાવરા જોયાં કરેલું…! શાહિસ્તાને વળાવતી વેળાં મા-બાપ રોઇ પડેલાં કે દિકરીને આવું સુખ મળશે એની કલ્પના પણ કોને હતી?!

અલબત્ત,લગ્નજીવનના હાલના લગભગ રિશ્તાઓ દોલતના આધારે બાંધવામાં આવે છે. જે કચકડાંના સાબાત થાય છે. જ્યારે દિલથી થયેલા સબંધો સદા અમર રહેવા જ સર્જાયા હોય છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!