તાલી કે સીટી વગાડો અને ઘર/ઓફિસમાં ખોવાય ગયેલો ફોન મળી જશે – કેવી રીતે વાંચો

આજે મોબાઇલ ફોન લોકોની ફરજીયાત જરૂરિયાત બની ચુક્યો છે.સવારે ઉઠવાથી લઇને રાતે સુવાના સમય સુધી એ વ્યક્તિની પાસે જ રહે છે.માટે એમ કહેવું અનુચિત નથી કે,આજે માણસને એક ટંક ખાધા વિના ચાલી જાય પણ મોબાઇલ વગર ઘડીભર ના ચાલે!

ભુલથી મોબાઇલ કોઇ જગ્યાએ મુકાય ગયો હોય અને પછી ખબર ના રહી હોય અથવા તો મોબાઇલ ખોવાય ગયો હોય એવા સંજોગોમાં આપણે ઘણી પરેશાની વેઠવી પડે છે.કોઇ અન્ય ફોન પરથી કોલ કરીને ફોન રણકે એટલે મોબાઇલની ભાળ મેળવી શકાય છે.પણ જો એ સાઇલેન્ટ મોડમાં હોય તો પરેશાની ઔર વધી જાય.રીંગનો અવાજ ન સંભળાવવાથી ફોન શોધી શકવો મુશ્કેલ બની જાય છે.

પણ જેમ જેમ ટેક્નોલોજી વિકસતી જાય એમ વધારાની ઉપયોગી સવલતો પણ શોધાતી જાય એ નાતે ઉપર્યુંક્ત સમસ્યા માટેનું પણ સોલ્યુશન હવે ઉપલબ્ધ છે.હવે માત્ર તાળી પાડવાથી કે સીટી મારવાથી તમારો ખોવાયેલો કે અજાણ જગ્યાએ મુકાયેલો મોબાઇલ મળી જશે!જી હાઁ,વાત થોડી અજૂગતી લાગે પણ છે સાચી.

અમે જણાવી રહ્યાં છીએ એવી એપ્સ વિશે જે સાઇલેન્ટ મોડમાં પણ તમારા ફોનને શોધવામાં મદદ કરે છે:

ક્લેપ ટુ ફાઇન્ડ એપ :

clap to find એપને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે.જો ઘર કે ઓફિસમાં તમારો મોબાઇલ ગુમ થઇ જાય તો તમારે એક સાથે ત્રણ તાલી પાડવાની રહેશે!એ પછી તમારો ફોન જે જગ્યાએ હશે ત્યાંથી આપને સુચના આપશે.મોબાઇલ ફોનની સુચના તમે એને જે મોડમાં રાખેલો હશે એ પ્રમાણેની રહેશે.

વ્હિસલ ફાઇન્ડર એપ –

આ એપ પણ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.એપ એક્ટિવ કર્યાં બાદ જો આપનો ફોન ક્યાંક ગુમ થાય તો તમારે સીટી વગાડવાની રહેશે.સીટીના અવાજને ડિટેક્ટ કરીને આપનો ફોન રણકવા માંડશે.યા તો જે મોડમાં હશે એ પ્રમાણે સુચના જાહેર કરશે.કાર ચલાવતી વખતે આ એપ ટેક્નોલોજી ઉપયોગી નીવડે તેવી છે.એ મુજબ તમે અંધારામાં છો તો ફ્લેશના માધ્યમથી ફોનની ભાળ મેળવી શકો છો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ ઉપયોગી માહિતી ગમે તો જરૂર શેર કરજો અને અમારો ઉત્સાહ વધારજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!