ક્લીન બોલ્ડ
ના ૯૯.૯૯ PR નથી આવ્યા – એક બાપનો સગા-વ્હાલાઓને ઓપન લેટર વાંચવા અહી ક્લિક કરો

ના ૯૯.૯૯ PR નથી આવ્યા – એક બાપનો સગા-વ્હાલાઓને ઓપન લેટર વાંચવા અહી ક્લિક કરો

6 વાગ્યાનું એલાર્મ મૂકેલું અને 5 વાગે એકવાર આંખ ખૂલીને ફરી ઊંઘ માણતો’તો. ત્યાં સાડા પાંચે ફોનની રિંગ વાગી. ઉનાળામાં સૌથી પહેલો વિચાર એ આવે કે ક્યાક સાપ નીકળ્યો. એટલે એકદમ એલર્ટ થઈને ફોન પિક કર્યો.
તો સામે ખાસમખાસ ભાઈબંધનો અવાજ. એટલે મારા વિચારો થોડા બદલાયા.

હું: હેલો

એ: શું આવ્યું રિઝલ્ટ? (નીલની વાત કરતાં હતા.)

હું: (મનમાં ગાળ સાથે) ખબર નઇ.

એ: ખબર હતી. સારું, એનો રિસીટ નંબર આપો. હું જોઈ લઉં.

હું: એ ખબર નથી.

એ: (ગાળ) છોડો, હું ભાભી સાથે વાત કરું છું.

પછી હું એલાર્મ વાગ્યું ત્યાં સુધી સૂઈ ગયો.

હા, તો નીલનું રિઝલ્ટ આવી ગયું. અડધો કલાકમાં 5-6 ફોન આવી ગયા.

નીલ ગ્રાઉન્ડ પર ગયેલો, અને કહેતો ગયો હતો કે એના આવ્યા પહેલા રિઝલ્ટ જોવું નહીં. મનેય ક્યાં ઉતાવળ હતી?

તો લાગતાવળગતાઓને જણાવવાનું કે નીલ પાસ થઈ ગયો છે. એનાથી આગળ પૂછવું નહીં.
600માંથી 599… નથી લાવ્યો.

હું સમાજમાં મોઢું દેખાડવાને લાયક નથી રહ્યો.
કેટકેટલી તકલીફો વેઠીને એને ભણાવ્યો હતો.

– એને ટ્યુશનની ફી ભરવાના પૈસા નહોતા મારી પાસે… એટલે ટ્યુશન નો’તો મોકલતો.
– એની પાછળ કેટકેટલું ધ્યાન રાખ્યું હતું… ભણવા સિવાય એ જે કઈ કરતો એ બધી વાતનું હું ધ્યાન રાખતો હતો…
– રોજ સાંજે સ્કૂલથી આવીને સ્કૂલમાં જે કઈ પણ થતું એ બધી વાતો એની પાસેથી સાંભળતો… એમાં અભ્યાસ સિવાયની દરેક વસ્તુ (મોટા ભાગે સ્કૂલમાં કરેલા કાંડ) આવરી લેવામાં આવતા.
– મારા આખા દિવસના સખત હેકટીક શિડ્યુલમાંથી (હું તો પાછો પોતાની જાતને ટાટા-બિરલા સમજુ ને… વાત કરે છે.) તેના માટે સ્પેશિયલ સમય કાઢતો હતો… અને એ ભણતો હોય તો ઊભો કરીને મારી સાથે લટાર મારવા લઈ જતો.
– બોર્ડની પરીક્ષાની આગલી સાંજે બહાર વોલીબોલ રમતો હોય, તો એને સમજાવતો… કે ભાઈ સરખું રમજે.

આટઆટલું કરવા છતાં પણ એનું પરિણામ…?

મારે હવે લોકોને શું મોઢું બતાવવું? લોકો પૂછશે કે કેટલા ટકા આવ્યા? તો એનો શું જવાબ આપવો?
એટલે કોઈએ ટકા પૂછવા નહીં…
99.99 PR નથી આવ્યા તો પછી 99.98 લાવ્યો હોય તોય એને શું કરવાનું?

મને તો ડર લાગે છે કે એના માટે કોઈ માગુંય નઇ આવે હવે તો…
અને સમાજમાં વાત ફેલાઈ જશે તો અમને નાત બહાર મૂકી દેશે…

ઘરમાં માતમ છવાઈ ગયો છે.

તમને શું લાગે છે, મારે સ્કૂલ પર કેસ ઠોકવો જોઈએ?

સોર્સ: Jignesh Shanishvara

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!