ધોરણ ૧૦ રિઝલ્ટ્સ પછી ડોક્ટર ડિમ્પલન નો એના પુત્રને અદ્ભુત પત્ર – વાંચવા અહી ક્લિક કરો

વ્હાલાં દિકરા,

અભિનંદન!તું બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો તે બદલ તો ખરું જ;પણ એથીય મોટા અભિનંદન તને સ્ટ્રેસ વગર,કોમ્પિટીશનના એટીટ્યુડ વગર,શાંત-ચિત્તે પરીક્ષા આપવા બદલ…

આભાર!ઘરના માહોલને હળવો અને નોર્મલ બનાવી રાખવા બદલ…

હું,હું છું અને બીજા કોઇ સાથે મારી સરખામણી કે હરીફાઇ નથી…આવડી મોટી સમજણ કેળવવા બદલ તને ખુબ-ખુબ અભિનંદન!આ ઉંમરે,આ સમજણ તારામાં આવી તેનું એક માત્ર કારણ તારો પુસ્તકો વાંચવાનો શોખ છે એવું હું નિશ્વિતપણે માનું છું.આ શોખને બરાબર કાયમ રાખજે.

તું ડોક્ટર,વકીલ કે એન્જીનીયર બને તેવું મારું કોઇ સપનું નથી.એ નિર્ણય હું તારી પર જ છોડીશ.પણ તું એક સરસ માણસ બને,નાની-નાની સંવેદનાઓ તને સ્પર્શતી રહે અને જીવનની દરેક પળને તું ભરપુર માણે તેવું મારું સ્વપન ખરું…!

તારા બીજા સપનાઓ સાથે મારું આ નાનકડું સ્વપન પણ તું જરૂરથી પૂર્ણ કરીશ તેવી ઇશ્વરને પ્રાર્થના.

લી.તારી મમ્મી

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!