૬૦૦ કર્મચારીઓ રાખે છે નીતા અંબાણીના ૨૬ માળના વિલાની દેખરેખ – રાજાના મહેલને ટક્કર

ત્યારે તમે એ જાણવા માંગતા હશો કે તેઓ કેવા ઘરમાં રહે છે. તો અમે તમને જણાવી દઇએ કે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના વાઇફ નીતાઅંબાણી કોઇ રાજાના મહેલને પણ ટક્કર આપે તેવા આલીશાન ઘરમાં રહે છે.

એન્ટિલિયા છે આટલું મોંઘું નીતા અંબાણીનું એન્ટિલિયા વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોંઘું ઘર છે. 2010માં બાંધવામાં આવેલું આ ઘર 27 માળનું છે. આ ઘરની કિંમત અંદાજે 6300 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

મુકેશ અંબાણીના મહેલમાં આવી છે સુવિધા – 27 માળનો આ વીલા 400,000 સ્કેવર ફૂટમા ફેલાયેલો છે. – આ ઘરની દેખરેખ માટે 600 કર્મચારીઓ છે. – એન્ટિલિયાના શરૂઆતના છ ફ્લોર કાર પાર્ક માટે છે. અહીંયા એક સાથે 168 કાર્સ પાર્ક થઈ શકે છે. – પાર્કિંગની ઉપરનો ફ્લોર 50 બેઠકવાળો સિનેમા હોલ છે અને તેની ઉપર જ આઉટડોર ગાર્ડન બનાવવામાં આવ્યું છે.

અંબાણી પરિવાર ટોપ ફ્લોરથી ઠીક નીચેના ફ્લોર પર રહે છે. – અંબાણી પરિવારના દરેક સભ્ય માટે અલગ ફ્લોર છે. – અંબાણી પરિવાર મુંબઈની ગરમીમાં પણ એસી વગર સહજતાથી રહી શકે છે. ઘરમાં સ્પેશ્યિલ મેન-મેઈડ સ્નોફ્લેક્સ રાખવામાં આવ્યા છે.

ઘરમાં નવ લિફ્ટ – આ ઘરમાં નવ લિફ્ટ છે, એક સ્પા તથા મંદિર પણ છે. – આ સિવાય યોગા સ્ટુડિયો, આઈસક્રિમ રૂમ તથા ત્રણથી વધુ સ્વિમિંગ પૂલ છે. – એન્ટિલિયાની ઉંચાઇ 570 ફૂટ છે. એટલે કે તે 40 માળની ઉંચી બિલ્ડિંગ જેવું ફિલ કરાવે છે. – આ બિલ્ડિંગની ડિઝાઇન કમળ અને સૂર્યના આકાર જેવી છે. – એન્ટિલિયાના ટેરેસ પર એર સ્પેસ ફ્લોરની સાથે 3 હેલિપેડ છે. – ઘરનું નામ એન્ટલાન્ટિક આઈલેન્ડ પરથી રાખવામાં આવ્યું છે.

એન્ટિલિયાનું નામ એન્ટલાન્ટિક આઈલેન્ડ પરથી રાખવામાં આવ્યું છે.

.

એન્ટિલિયામાં ફુલ ટાઇમ 600 માણસોનો સ્ટાફ છે જે સમગ્ર બિલ્ડિંગની સારસંભાળ માટે છે.

એન્ટિલિયામાં આવેલું મંદિર જ્યાં અંબાણી ફેમિલી પૂજા કરે છે.

બિલ્ડિંગના છઠ્ઠા માળ સુધી કાર પાર્કિંગ છે. જેમાં એકસાથે 168 કાર પાર્ક થઇ શકે છે.

બોલરૂમની 80 ટકા છતમાં કાંચના ઝુમ્મરો છે.

નીતા અંબાણીએ એન્ટિલિયાની સજાવટમાં ખાસ્સુ ધ્યાન આપ્યું છે. રૂમની ક્રોકરી સહિત દરેક વસ્તુ ઇમ્પોર્ટેડ છે.

એન્ટિલિયામાં બેડરૂમમાં ડાર્ક રંગના લાકડાનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.

અંબાણી ફેમિલી શાકાહારી છે. ડ્રિંક માત્ર કોકટેલ અવર્સ દરમ્યાન જ પિરસવામાં આવે છે.

એન્ટિલિયા આમ તો 27 માળનું બિલ્ડિંગ છે. પરંતુ તેની ઉંચાઇ 570 ફૂટ છે. એટલેકે તે 40 માળની ઉંચી બિલ્ડિંગ જેવી ફિલ કરાવે છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!