આ તે વળી, નીતા અંબાણીનું બાથરૂમ છે કે ફાઈવ સ્ટાર હોટેલ? – ક્લિક કરી ફોટો જુવો

અંબાણી પરિવાર ભારતનું સૌથી ધનિક પરિવાર છે. આ પરિવારના દરેક સભ્યો આલીશાન જીંદગી જીવે છે. છાપામાં કે ટીવીમાં અવારનવાર એમની ચર્ચા થતી રહે છે. આ પરિવાર પાસે જેટલા પૈસા છે એનાથીયે મોટું કાળજુ છે પૈસા ખર્ચ કરવા માટે.

આઈ.પી.એલ, સમાજસેવા, બિઝનેસ, ધાર્મિક અને સામાજિક પ્રસંગો દરેક જગ્યાએ મુકેશભાઈને સાથ આપનાર એમના ધર્મપત્ની નીતા અંબાણી હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણી અને એના પરિવારની જીંદગી કેવી રોયલ છે એ વાતનો અંદાજો તમને એ વાત ઉપરથી આવી જશે કે એમની પાસે દુનિયાની સૌથી મોંઘી 6 વસ્તું એવી છે કે જે દુનિયાની બીજી કોઈ વ્યક્તિ પાસે નથી.

તમને જણાવી દઈએ કે નીતા અંબાણી પાસે જગતનો સૌથી મોંઘો સ્માર્ટ ફોન છે. જેની કિંમત ફક્ત 311 કરોડ રૂપિયા છે. આ ફોનનું નામ ફાલ્કન સુપરનોવા આયફોન-6 પિંક ડાયમંડ છે. જેની કિંમત 48.5 મિલિયન ડૉલર છે. આ ફોન 2014માં લોન્ચ કરાયો હતો. આ ફોનની બોડી 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. ફોનની પાછળ મોટો પિંક ડાયમંડ છે. સિક્યોરિટીનાં મામલે આ ફોન અવ્વલ છે.

કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે નીતા અંબાણીને સ્ટાઈલીશ ફુટવેરનો એવો શોખ છે કે તેઓ ક્યારેય પોતાના સેન્ડલ રિપિટ નથી કરતાં. એવી જ રીતે આજે અમે તમને નીતા અંબાણીનાં રોયલ બાથરૂમ વિશે વાત કરવાના છીએ. ચાલો જાણીએ બાથરૂમ સાથે જોડાયેલ ખાસ વાતો.

ઓટોમેટિક બાથરૂમ:


કદાચ ઉપરનું હેડિંગ વાંચીને તમને પ્રશ્ન થશે કે શું ખરેખર ! ઓટોમેટિક બાથરૂમ પણ હોય? તો જવાબ છે હા. નીતા અંબાણીનું બાથરૂમ ઓટોમેટિક છે. આ બાથરૂમમાં તાપમાન, પાણીનું તાપમાન, વોલ પેપર, મ્યુઝિક, લાઇટિંગ અને શાવર બધું જ કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ છે. આ બાથરૂમનું વાતાવરણ તમે તમારા મૂડ પ્રમાણે સેટ કરી શકો. દિવાલો પરનાં વોલપેપર ઓટોમેટિક ચેન્જ થઈ જાય છે. તમારા મૂડ પ્રમાણે લાઇટિંગ અને મ્યુઝિક ચેન્જ થઈ જાય છે.

વળી, બાથરૂમ જોતા લાગે જ નહીં કે આ બાથરૂમ છે કારણ કે સામાન્ય રીતે બાથરૂમ નાનકડા જ હોય છે પણ આ બાથરૂમ ઘણું મોટું અને આલિશાન છે. પહેલી નજરે જોતા એવું જ લાગે કે ફાઈવ સ્ટાર હોટેલ છે.

હશે, બીજું શું ! નસીબ અપના અપના….

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!