સવારે ઉઠીને ભૂલ્યા વગર બોલવા જેવો મંત્ર અને એનો અર્થ

દુ:ખ તો કોને પસંદ હોય?ખરાબ સમય આવે એવી ઇચ્છા કોને હોય?અલબત્ત,કોઇને નહી!પણ ખરાબ સમય આપણી ઇચ્છા પૂછીને આવતો નથી.એ તો આવે છે જ્યારે આપણી કોઇ તૈયારી હોય કે ના હોય.એમ આપણી મરજી મુજબ બધું થતું હોત તો તો દુનિયાને હાથમાં લેવા આપણે ઉડતાં હોત!જે કદી શક્ય થવાનું નથી.એવી જ રીતે માણસ માટે સારો સમય પણ આવે છે.બધું કાંઇ હંમેશા માટે નથી હોતું.દુ:ખ પણ આવે છે અને સમય વીતતા ચાલ્યું જાય છે.કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા…!

ઘણીવાર એવું થાય છે કે,અમુક ઘરોમાં પળોજણ અર્થાત્ કઠણાઇ લાંબા સમય સુધી ઘર કરી જાય છે.માણસ કંટાળી જાય છે.દુ:ખમાંથી છૂટવાના લાખ પ્રયત્ન કરે છે છતાં છેવટમાં શૂન્ય તણો સરવાળો!કાંઇ થતું નથી.માણસ ઘસાતો જ જાય છે.

અહીઁ આવી પરીસ્થિતીને અનુલક્ષીને જ વાત કરવાની છે.માણસ જ્યારે દુ:ખના ડુંગરા તળે દબાય છે ત્યારે એને ચારેબાજુ હતાશા જ નજરે ચડે છે.આવું થાય ત્યારે એક મંત્રજાપ કરવાથી આવી મુસીબતો દુર થાય છે.હાં,એક માન્યતા છે જેને ઘણે અંશે સાચી માની રહ્યાં છે ધાર્મિક આસ્થાના લોકો.મંત્ર એટલે પ્રભુજાપ-પ્રભુની પ્રાર્થના જ છે.અને મુસીબતના સમયમાં પ્રભુપ્રાર્થના જ તો કામ આવે છે.કોઇ સવારમાં ઉઠીને હથેળી સામે કરાગ્રે વસતે લક્ષ્મી…નો જાપ કરે છે.કોઇ વળી બીજું કંઇ.

આપણે અહીં એક મંત્ર વિશે ચર્ચા કરવાની છે જેનો જાપ કરવાથી કષ્ટની પીડામાંથી મુક્તિ મળે છે.મુસીબતોથી છૂટકારો મળે છે.આવો જાણીએ શું છે આ મંત્ર :

વાત છે વામનપુરાણના ૧૪માં અધ્યાયમાં આવેલ ૨૧ થી ૨૪ ક્રમાંકના શ્લોકની.જેની સ્તુતિના વખાણ સ્વયં મહાદેવ શિવજીએ કરેલા છે.તો મંત્રની મહાનતા વિશે તો કાંઇ કહેવાપણું હોય જ નહી!આ મંત્રના નિયમિત જાપથી દરિદ્રતાનો વિનાશ થાય છે,ઘરમાં સમૃધ્ધિ ભરાય છે,શાંતિ આવે છે અને માનસિક તાણથી પણ રાહત મળે છે.

આ છે મંત્ર –

બ્રહ્મા મુરારિરિત્રપુરાન્કારી ભાનુ: શશી ભૂમિસુતો બુધશ્ચ |
ગુરુશ્ચ શુક્ર: સહ ભાનુજેન કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ્ ||

ભૃગુર્વસિષ્ઠ: ક્રતુરડિરાશ્ચ મનુ: પુલસ્ત્ય: પુલદ્ધ: સગૌતમ: |
રૈભ્યો મરીચિશ્ચયવનો રૂભુશ્ચ કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ્ ||

સનત્કુમાર: સનક: સનન્દન: સનાતનોપ્યાસુરિપિડલૌ ચ |
સપ્ત સ્વરા: સપ્ત રસાતલાશ્ચ કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ્ ||

આવો થાય છે આ ચમત્કારિક મંત્રનો અર્થ –

બ્રહ્મા,વિષ્ણુ અને શિવ આ દેવતાઓ તથા સૂર્ય,ચંદ્ર,મંગળ,બુધ,બૃહસ્પતિ,શુક્ર અને શનિ આ બધાં ગ્રહ મારી સવાર અને દિવસને મંગલમય બનાવો.ભૃગુ,વસિષ્ઠ,ક્રતુ,અડિગ્રા,મનુ,પુલસ્ત્ય,પુલહ,ગૌતમ,રૈભ્ય,મરીચ,ચ્યવન જેવા બધાં મહર્ષિઓ મારા દિવસને અને પ્રભાતને મંગલમય બનાવો.વળી હે!સનત્કુમાર,સનક,સન્નદન,સનાતન,આસુરિ,પિંગલ,સાતે સ્વર અને સાતે પાતાળ-તમે બધાં પણ મારા પ્રભાતને અને મારા દિવસને શુભ-સંપન્ન બનાવો એની મંગલ કામના.

આ મંત્ર સિવાય તમે આ નીચે જણાવેલ મંત્રનું પણ ઉચ્ચારણ કરી શકો જે પણ લાભદાયી છે.

બ્રહ્મા મુરારિરિત્રપુરાન્કારી ભાનુ: શશી ભૂમિસુતો બુધશ્ચ |
ગુરુશ્ચ શુક્ર: સહ ભાનુજેન કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ્ ||

અર્થ : બ્રહ્મા,વિષ્ણુ,મહેશ આ દેવતાઓ અને સૂર્ય,ચંદ્ર,મંગલ,બુધ,ગુરૂ,શુક્ર અને શનિ મુજ સવાર અને દિવસને મંગલમય બનાવો.

બની શકે કે કોઇ મંત્રસાધના વિના પણ તમારું જીવન સારી રીતે ચાલતું હોય પણ તોયે આ મંત્રજાપ કરવામાં વાંધો નથી.ભગવાનની સ્તુતિ છે,એમાં વળી શેનું નુકસાન!ફાયદો જ હોય.આ મંત્ર દ્વારા જીવન સુખી-સમૃધ્ધ અને દૈદિપ્યમાન બનાવી શકો છો.એ વાત નિ:શંક છે.આ મંત્ર પોતાની દૈવીતા સાબિત કરી ચુક્યાં છે.માટે તમે સવારે ઉઠીને આ મંત્રજાપ કરી શકો અવિધ્નીય જીવનની કામના માટે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!