‪અનુભવોક્તિ‬, હું તું અને આપણે
ડ્રાયવીંગ લાઈસન્સ માટે ખોટો ખર્ચ કરવાને બદલે આ રીત અપનાવવા જેવી

ડ્રાયવીંગ લાઈસન્સ માટે ખોટો ખર્ચ કરવાને બદલે આ રીત અપનાવવા જેવી

આજકાલનાં ફાસ્ટ યુગમાં કોઈ પાસે સમય નથી અથવા કહો કે પૂરતી સમજણ નથી અને તસ્દી લેવી નથી એટલે જન્મ-પ્રમાણપત્ર થી લઈને ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા સુધીનાં દરેક સરકારી કાર્ય માટે એજન્ટભાઈઓ આવી ગયા છે.

લગભગ દરેક જગ્યાએ તમને એજન્ટ મળી જશે. સામાન્ય રીતે સમય બચાવવા માટે તેમજ ફોર્મ ભરવાની માથાકૂટ અને કચેરીના ધક્કાથી બચવા માટે આપણે એજન્ટની મદદ લેતા હોઈએ છીએ. પરંતુ અહીંયા એજન્ટ રાખવાથી જરૂર કરતાં વધુ પૈસા ખર્ચ થતા હોય છે અને આ ખર્ચ લગભગ બધાને પોસાય નહીં એટલે જ આજે અમે તમને જણાવીશું કે એજન્ટ વગર ડ્રાઈવિંગ લાઈસન્સ કેવી રીતે કઢાવવું ? તો ચાલો જાણીએ કંઇક નવું….

મિત્રો, ડ્રાઈવિંગ લાઇસન્સ કેવી રીતે કઢાવવું અને એના માટે શું-શું કરવું ? એની પૂરતી માહિતી લોકો પાસે ન હોવાથી તેઓ એજન્ટ રાખતા હોય છે. દોસ્તો ! તમને ખબર છે કે લાઇસન્સ કઢાવવાનો ખર્ચ માત્ર રૂપિયા 400 છે!! જ્યારે એજન્ટ 2000 થી 2500 રૂપિયા લઈ લેતા હોય છે.

મિત્રો, જે લોકોને લાઈસન્સ કઢાવવાનું બાકી હોય તે બધા નીચે આપેલા સ્ટેપ પ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઈસન્સ કઢાવી શકે છે:

(1) સૌપ્રથમ કમ્પ્યુટરમાં https://parivahan.gov.in/sarathiservice15/stateSelection.do વેબસાઈટ ખોલો ત્યારબાદ ત્યાં ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરો.

(2) ત્યાર પછી Apply Online પર ક્લિક કરીને એમાં New Learner Licence નામની લિંક ઉપર ક્લિક કરો એટલે ફોર્મ ખુલશે.

(3) ત્યાં પુરેપુરુ ફોર્મ ભરાઇ જાઇ પછી સેવ ઓફ લાઈન બટન પર ક્લિક કરો. સેવ કરેલી પી.ડી.એફ ફાઇલ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો.

(4) સબમીટ કર્યા બાદ એપ્લિકેશન નંબર જનરેટ થશે, એ નંબર નોંધી લો.

(5) ત્યાર પછી Print Application Form નામની લિંક ઉપર ક્લિક કરીને ફોર્મની પ્રિન્ટ કાઢો.

(6) ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી..

(7) LLTest Slot Booking -> LL TEST APPOINTMENTS

(8) તેમા એપ્લિકેશન નંબર લખીને જે દિવસે તમે ફ્રી હો તે દિવસ નો ટાઇમ બૂક કરીને લેટરની પ્રિન્ટ કાઢો.

(9) ત્યાર પછી જે દિવસનો ટાઇમ ફિક્સ કર્યો હોય તે દિવસે જે તે ટાઇમે ફોર્મની કોપી, લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇજનાં બે ફોટા, ટાઇમ બૂક કરેલો લેટર, રેશન કાર્ડની ઝેરોક્ષ, આધારકાર્ડની ઝેરોક્ષ, જે પુરાવાની નકલ તમે લઇ જાવ તે બધા ઓરીજીનલ સાથે લઇ જવા. RTO ઓફિસે જઈને ફોર્મ નં-2 લઇ લેજો. જે 5 રૂપિયાનું આવશે.

(10) જો તમે ટેસ્ટમાં પાસ થાવ તો તમને લર્નિંગ લાઇસન્સ આપી દેશે.

(11) જો ફેઇલ થાવ તો બીજા દિવસે પાછુ જવાનું. જેના માટે 50 રૂપિયા ભરીને ફરી ટેસ્ટ આપવાનો રહેશે.

(12) જો તમે પાસ થાવ તો 30 દિવસ પછી https://parivahan.gov.in/slots15/loginPage.do વેબસાઇટ ખોલો તેમાં DLTest Slot Booking ઓપ્શન પર ક્લિક કરો LL NO બરાબર નાખજો GJ04 પછી એક સ્પેસ હોય છે.

(13) L L NO નાખો પછી BIRTH DATE પછી બટન પર ક્લિક કરીને પરીક્ષાનો ટાઇમ ફિક્સ કરો અને તે દિવસે એક કલાક વહેલા પહોંચી જવું જેથી લાઈનમાં ઉભવું ન પડે.

(14) તમે જાવ ત્યારે સાથે ફી ભર્યાની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અને RTOની બાજુ માંથી ફોર્મ નં-4 લઇ લેજો. જે 5 રૂપિયાનું આવશે.

(15) જો પાસ થાવ તો ડ્રાઈવિંગ લાઇસન્સ તમારા ઘરે આવી જશે.

મિત્રો, RTO નાં કોઈપણ કામ માટે આ વેબસાઈટ ખૂબ જ ઉપયોગી છે. નોંધી લો. www.parivahan.gov.in

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો મિત્રો સાથે શેર કરજો જેથી લોકોની મદદ થઇ શકે.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!