આ અક્ષરનાં નામવાળી છોકરીઓ ખૂબ જ ગુસ્સા વાળી હોય છે, ગુસ્સો એના નાક પર બેઠો હોય છે
જ્યોતિષવિદ્યામાં નામનું ઘણું હોય મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં નામના પ્રથમ અક્ષરથી, આપણે જાણી શકીએ કે કોઈના જીવનમાં ક્યારે અને કેવી રીતે સુખ અથવા દુઃખ આવશે. નામ દ્વારા માણસનાં વ્યક્તિત્વને પણ ઓળખી શકાય છે. આજે અમે તમને B, H, L, P, R અને S નામની કન્યાઓનાં સ્વભાવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અમે તમને જણાવીશું કે જે છોકરીઓના નામ B, H, L, P, R અને S અક્ષરથી શરૂ થતાં હોય એમનો સ્વભાવ કેવો હોય છે?
B, H, L, P, R અને S નામની છોકરીઓનો સ્વભાવ કેવો હોય છે ?
એ વાત તો બધા જાણે જ છે કે જન્મનો સમય અને જન્મ-સ્થળની અસર દરેક વ્યક્તિનાં સ્વભાવ પર પડે છે. પરંતુ, જન્મ પછી બાળકનું જે નામ રાખવામાં આવ્યું હોય તે નામ પણ તેના સ્વભાવને પ્રભાવિત કરે છે. કેટલાક એવા લોકો પણ હોય છે કે જેમના નામો સમાન અક્ષર ધરાવે છે, તેથી એમનો સ્વભાવ પણ લગભગ એક સરખો જ હોય છે. આજે અમે તમને B, H, L, P, R અને S નામની કન્યાઓનાં સ્વભાવની જાણકારી આપીશું. તમને જાણીને નવાઈ લાગશે કે આ બધા અક્ષરથી જે છોકરીઓનું નામ હોય એ સ્વભાવની ખૂબ જ ગુસ્સેલ હોય છે. ગુસ્સો હંમેશા એના નાક પર ચોંટેલો રહે છે. જોકે એમનામાં ઘણી ખૂબીઓ પણ હોય છે.
B નામવાળી છોકરીનો સ્વભાવ :
જે છોકરીનું નામ B થી શરૂ થતું હોય તે છોકરી, એકદમ સાફ દિલની હોય છે. પરંતુ, તેણી નાની-નાની વાતમાં ગુસ્સો કરી બેસે છે. આ નામની છોકરીઓ હંમેશા પોતાનો ગુસ્સો બીજા ઉપર કાઢે છે. જો કે, વધુ ગુસ્સો હોવા છતાં, આ લોકોને સારા વ્યક્તિ ગણવામાં આવે છે.
H નામવાળી છોકરીનો સ્વભાવ :
આ નામની છોકરીઓ બીજાઓ સાથે હળીમળીને રહેવાનું પસંદ કરે છે. તેણી ઘર-પરિવારમાં બધાની સંભાળ રાખે છે. તે પોતાનાં અને કુટુંબના સન્માન અને આદર માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પરંતુ, વાતે વાતમાં ગુસ્સો આવતો હોવાથી સૌથી ખતરનાક સ્વભાવ ગણવામાં આવે છે. તેણી પોતાનાં ગુસ્સાને કાબૂમાં નથી રાખી શકતી અને તેનાથી તેનું નુકશાન પણ થાય છે.
L નામવાળી છોકરીનો સ્વભાવ :
આ નામની છોકરીઓ કોઈ પણ એવું કામ કરવાનું પસંદ નથી કરતી કે જેથી તેની છબી ખરાબ થાય. આવી છોકરીઓ દરેક કાર્યમાં આગળ રહે છે. આ નામની છોકરીઓ તેમના જીવનમાં નવી-નવી વસ્તુઓ કરવામાં અવ્વલ હોય છે. પરંતુ, તેમનો ગુસ્સો તેમને કમજોર બનાવે છે. તેણી ગમે ત્યારે ગમે એના ઉપર ગરમ થઇ જાય છે અને પોતાના ક્રોધનો પરચો દેખાડવા લાગે. પરંતુ, તેણી દિલની એકદમ સાફ હોય છે.
P નામવાળી છોકરીનો સ્વભાવ :
આ નામની છોકરીઓનો સ્વભાવ ગુસ્સેલ હોય છે. તેમનો સ્વભાવ વધુ વાતોડિયો અથવા એકદમ શાંત હોઈ શકે છે. મોટાભાગે આ નામની છોકરીઓ, ઓછું બોલનાર અને પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે. તે અન્ય પર ક્યારેય ગુસ્સો દેખાડતી નથી, પરંતુ પોતાનાં ઉપર ગુસ્સો કાઢે છે. ગુસ્સામાં ને ગુસ્સામાં તે ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેઠે છે.
R નામવાળી છોકરીનો સ્વભાવ :
આ નામવાળી છોકરીઓ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે અને સાથો સાથ બુદ્ધિશાળી પણ હોય છે. આ જ કારણે લોકો તેની તરફ સરળતાથી આકર્ષાય છે. આવી મહિલાઓ સમાજ માટે કાર્ય કરતી હોય છે. પણ, ગુસ્સો એમની સૌથી મોટી નબળાઈ છે. તેણી ગુસ્સાની સાથે પ્રેમ કરવાનું પણ જાણે છે. જોકે તેણી પોતાનું દુઃખ છુપાવી નથી શકતી.
S નામવાળી છોકરીનો સ્વભાવ :
S અક્ષરથી શરૂ થતાં નામવાળી છોકરીઓ પ્રેમ નિભાવવામાં પોતાનો જીવ રેડી દે છે. જોકે દુશ્મની પણ ખૂબ સારી રીતે નિભાવે છે. તેણી જોવામાં ખૂબ જ ભોળી હોય છે. પણ ગુસ્સો ખૂબ જ આવે છે. એની ગુસ્સાની આદતને કારણે જ લોકો તેનાથી દૂર થઈ જાય છે.
“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
Disclaimer: All rights reserved with mojemoj.com