સાઉથની આ હિરોઈન ને જોઇને દીપિકા-કરીના ને ભૂલી જશો – ક્લિક કરી ફોટા જુવો

સ્વાભાવિક છે કે,ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખુબસુરતી વગર તો ધંધો જામે જ નહી!એમાંયે આજકાલ તો એક્ટ્રેસોની એક્ટિંગ કરતા તો વધારે એની ખુબસુરતીને લીધે ફિલ્મ માટે સાઇન કરવામાં આવે છે એવું પણ કહેવાય છે.બોલિવૂડથી લઇને ટેલિવૂડ સુધી બધે જ સૌઁદર્યની બોલબાલા છે.

આજે અહીં વાત કરવી છે સાઉથની એક ફિલ્મ અભિનેત્રીની ખુબસુરતીની.જેની આગળ કદાચ બોલિવૂડ સુંદરીઓનું રૂપ પણ વામણું લાગે!હાં,આ અભિનેત્રીની સુંદરતા ખરેખર અદ્ભુત છે.એમની વાઇરલ તસ્વીરો પણ તે બાબતની સાક્ષી પુરે છે.ચાલો જાણીએ કે આખરે કોણ છે આ એક્ટ્રેસ?

આ અભિનેત્રી કન્નડ ફિલ્મોમાં કામ કરે છે માટે તેની ઓળખ કન્નડ અભિનેત્રી તરીકેની છે.એક સાપેક્ષ હક્કીત છે કે બોલિવૂડ અભિનેત્રીઓની સામે સાઉથ એક્ટ્રેસોનું પલ્લું હળવું રહે છે.પણ સુંદરતાના મામલામાં તો નહી જ!આ અભિનેત્રી એ બાબતનો જોરદાર પુરાવો પણ આપી દે છે.ચાલો જાણીએ આ સ્પેશિયલ રીપોર્ટ –

આમ તો આ અભિનેત્રીની ખુબસુરતીની ઘણી જ તસ્વીરો બહુ વાઇરલ થઇ ચુકી છે.તેણે ઘણી ફિલ્મોમાં કામ પણ કરેલું છે.સાથે તે સારી મોડેલ પણ છે.

અભિનેત્રીનું નામ છે – રાગિની દ્વિવેદી.કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત તે મોડેલ વર્ક પણ કરે છે.સાથે જ સોશિયલ મિડીયા પર ઘણી એક્ટિવ રહે છે.પોતાની ખુબસુરત તસ્વીરો અપલોડ કરીને ફેન્સને તે સદાય પસંદ પડતી રહે છે.વાહવાહી મેળવતી રહે છે.સોશિયલ મિડીયા મુખ્ય પ્લેટફોર્મ જેવા કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તે હંમેશા પોતાની અલગ અંદાજની તસ્વીરો પોસ્ટ કરે છે.જે બાદમાં વાઇરલ પણ ખુબ થાય છે.

સને ૧૯૯૦માં કર્ણાટકના બેંગલુરુમાં જન્મેલ રાગિની દ્વિવેદી હાલ ૨૮ વર્ષની ઉંમરની છે.તેણે ૨૦૦૫થી ફિલ્મી ક્ષેત્રે પદાપર્ણ કરેલું.કન્નડ સિવાય એને બોલિવૂડમાં પોતાનું કૌતુક દેખાડવું હતું પણ કમનસીબે તે મોકો એને ના મળ્યો.છતાં આજે તે લાખો દિલોની ધડકન બની ચુકી છે.૨૦૦૮માં યોજાયેલ મિસ ફેમિના સ્પર્ધામાં તે બીજા નંબર પર રહેલી.તે ઉપરથી તેની કાબેલિયતનો અંદાજ લગાવી શકાય છે.

દમદાર કરીયર ધરાવતી રાગિની દ્વિવેદી સોશિયલ મિડીયા પર તેની ખુબસુરતીને લીધે ઘણી ચર્ચામાં રહે છે.દિનચર્યાની અનેક નિજી ચીજો પણ તે જાહેર જીવનની જેમ જીવે છે,શેર કરે છે.તેમણે કરાવેલ મોડેલિંગ ફોટોશૂટ માટે તે ઘણી ચર્ચા થઇ હતી.જેમાં તેના હોટ પોઝ જોવા મળેલા.આમ,આજે રાગિની દ્વિવેદી ખાસ તેની સુંદરતાને લઇને ઘણી પ્રસિધ્ધ છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!