એક સમયે કરતી હતી કોલ સેન્ટરમાં નોકરી – હાલ છે બોલીવુડની સૌથી બોલ્ડ અભિનેત્રી

બોલિવૂડની દુનિયા વિશે અમે આ પેજ વતી અવનવી માહિતી આપને આપતા જ રહીએ છીએ.એ જ રીતે આજે પણ એક કદાચ માનવામાં ન આવે એવી વાત અહીં રજૂ કરવાની છે.બોલિવૂડની દુનિયા એટલે ચમક-દમકની દુનિયા.માયાનગરી મુંબઇમાં ફાલી રહેલી માયાવી દુનિયા એટલે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ.અહીંના રીવાજો અલગ છે,કાયદા પણ અલગ છે.

એકવાર આવીને કોઇ છવાઇ જાય છે તો કોઇ બરબાદ થઇને જાય છે!કોઇ કરોડપતિ બને છે તો કોઇ નસીબનો નબળો રોડપતિ પણ બની જાય છે.અહીં જરૂર છે લાગવગની,તાકાતની,અભિનય ક્ષમતાની…!હાં,તો જ ટકી શકો.

ઘણા ફિલ્મકારો એવા પણ છે જેમના માતા-પિતાનો બોલિવૂડ સાથે બહુ જુનો નાતો છે.માટે એમના માટે આ રાહ આસાન છે અન્યોના પ્રમાણમાં.જો કે,એક્ટિંગ અને આવડતના દમ વગર તો બધી લાગવગ નકામી છે.છતાં કોઇ એક્ટરો એવા પણ છે જેમના ખાનદાનને બોલિવૂડ સાથે કોઇ સબંધ નથી છતાં આજે તેઓ આ દુનિયા પર રાજ કરે છે.

એક અભિનેત્રી જે આજે કરોડો લોકોનો દિલ પર રાજ કરે છે.એની હોટેસ્ટ બોલ્ડનેસના લાખો દિવાના છે તો એની સુંદરતા પણ આંટ દઇ દે એવી છે.અભિનેત્રી આજે તો દમદાર સ્ટેજથી બોલિવૂડમાં અલગ જ સ્થાન જમાવી ચુકી છે.પણ વાત છે એના ભૂતકાળની-જ્યાંથી તે આવી તે પરીવારને બોલિવૂડ સાથે સ્નાનના પણ સબંધ નહોતા.યુવતીને બનવું તો ડોક્ટર હતું પણ પરીવારની સ્થિતી ખમતીધર નહી એટલે કોલ સેન્ટરમાં નોકરી કરવી પડેલી.

વધી રહ્યું છે આશ્વર્ય…?તો આવો જાણીએ કોણ છે આ દમદાર અભિનેત્રી.

તો ફિલ્મરસિયા વાચકમિત્રો આપણે વાત કરીએ છીએ વર્તમાન બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રી જરીન ખાન વિશે!બોલિવૂડના ભભકામાં ફિટ થવા એણે ઘણી મહેનત કરેલી.૧૪ મે અને ૧૯૮૪ના રોજ એક પઠાણી પરીવારમાં જન્મેલી જરીને પ્રાથમિક શિક્ષા પોતાના કસ્બાની જ એક નિશાળમાં લીધેલી.બાદમાં ઉચ્ચ અભ્યાસ માટે રીજવી કોલેજ ઓફ સાયન્સમાં એડમિશન લીધેલું.ઇચ્છા તો કાયમ હતી ડોક્ટર બનવાની પણ પરીવારની આર્થિક સ્થિતી કથળેલી એટલે કોલેજ બાદ કોલ સેન્ટરમાં જોબ લઇ લીધી.

જરીન ખાન આજે જેટલી એકદમ ફિટ કાઠીની અને બોલ્ડ દેખાય છે એવી પહેલાંથી નહોતી.હાં,તે પહેલાં જાડી હતી!કોઇ ત્યારે કહી નહોતું શકતું એને જોઇને કે આ યુવતી એક દિવસ બોલિવૂડમાં છવાયેલી રહેવાની છે.

વજન ઘટાડવા માટે જરીને જીમ જાવાનું શરૂ કર્યું.એ સાથે જ ધીમે-ધીમે એમણે શરીરને તંદુરસ્ત રીતે ફિટ કરી લીધું.એ પછી તેમણે મોડેલિંગમાં પગદંડી પકડી.બાદમાં એક સાઉથ ફિલ્મમાં આઇટમ સોન્ગ પણ કર્યું.જ્યાંથી તેની કરીયર આગળ વધવા માંડી.લોકોએ તેને ખુબ પસંદ કરી.આઇટમ સોંગે ધમાલ મચાવી.

અને પછી સલમાન ખાનની નજરમાં જરીન ખાનની કારકિર્દી આવી.તેમણે જરીનને પ્રમોટ કરવાનો નિર્ણય લીધો.અને પછી પોતાની ફિલ્મ “વીર”થી જરીનને પ્રથમ રીતે પ્રમોટ કરી.આ ફિલ્મમાં જરીનને લોકોએ ખૂબ પ્રશંસા આપી.ગેરતલબ છે કે,બોક્સ ઓફિસ પર આ ફિલ્મ પીટાઇ ગઇ હતી.

આમ,જરીનને બોલિવૂડમાં લાવવામાં સલમાન ખાનનો બહુ મોટો ફાળો છે.એ વાત પણ સાચી કે,આ ફિલ્મ બાદ જરીનને ઘણી હિટ ફિલ્મ કરવા મળી.આજે તેના નામની બોલબાલા છે.

Leave a Reply

error: Content is protected !!