કોઈને ખબર ના પડે એ રીતે વોટ્સએપ પર ઓનલાઈન રહેતા શીખો – સરળ ટીપ્સ

આજે વોટ્સએપ દુનિયાભરના લોકો માટે સ્પેશિયલ ક્રેઝ બની ગયું છે.આજે મોટાભાગના લોકો વોટ્સએપનો કાયમ માટે યુઝ કરે છે.દુનિયાના ૧૮૦ દેશોના આશરે એક અરબથી પણ વધારે લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે!

મિત્રો અને પરીવારજનો સાથે લગાતાર સંપર્કમાં રહેવા માટે વોટ્સએપ એક અત્યંત બહેતર માધ્યમ છે.કારણ કે વોટ્સએપ ફ્રી,સરળ,ભરોસામંદ અને સલામતીયુક્ત મેસેજીંગ અને કોલીંગ સેવા પ્રદાન કરે છે.

પણ વોટ્સએપનો વપરાશ કરતા સમયે અમુક સમસ્યાઓ પણ સામે આવે છે.જેમ કે,આપણે ઓનલાઇન છીએ એવી જાણ થતા જ અમુક લોકો આપણા પર મેસેજોનો વરસાદ વરસાવવાનું ચાલુ કરી દે છે!આનાથી આપણે ઘણીવાર ત્રાસી જઇએ છીએ અને ઇચ્છતા હોઇએ છીએ કે,કાશ કોઇને ખબર પડ્યાં વિના પણ આપણે ઓનલાઇન રહી શકતા હોત!

અમે તમને જણાવી દઇએ કે,આ શક્ય છે અને આજે એના વિશે જ અમે તમને કહેવા જઇ રહ્યાં છીએ.એ સાથે જ અમે આપને એવી પણ ટ્રીક આપીશું કે જેથી તમે મેસેજ વાંચ્યા બાદ પણ સામેવાળાના વોટ્સએપમાં બ્લુ કલરનું નિશાન નહી આવે!

આવું કરવા માટે તમારે કોઇ ચાર્જ ચુકવવો નહી પડે પરંતુ તમારે માત્ર વોટ્સએપના સેટીંગમાં થોડો ફેરફાર કરવાનો રહેશે અને એક એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે.ખાસ વાત એ પણ છે કે,આ એપ માટે ડેટાનો ખર્ચ નહી થાય કેમ કે તે બિલકુલ ફ્રી છે.તો ચાલો જાણીએ આખરે શું છે પ્રક્રિયા –

સૌપ્રથમ સેટીંગમાં ફેરફાર કરવા માટે તમારે વોટ્સએપ ઓપન કરીને સૌથી ઉપર જમણી બાજુ આવેલા ૩ ડોટ્સવાળા નિશાન પર ક્લીક કરવાનું રહેશે.એ પછી અમુક ઓપ્શન દેખાશે જેમાંથી પ્રથમ આવતા privacyના ઓપ્શન પર ક્લીક કરો.

ક્લીક બાદ અહીં પણ ઘણા વિકલ્પો દેખાશે તેમાં સૌથી છેલ્લા રીડ રિસિપ્ટસના ઓપ્શન સામે આવેલા ટીકના નિશાન પર ક્લીક કરી દો.આમ કરવાથી તમે જ્યારે પણ વોટ્સએપ પર કોઇ મેસેજ જોશો તો સામેવાળાના મોબાઇલમાં રાઇટનું બ્લુ નિશાન નહી દેખાય.મતલબ મેસેજ મોકલનારને ખબરેય નહી પડે કે તમે એનો મેસેજ વાંચ્યો કે નહી!

વળી,જો તમે ઇચ્છતા હો કે વોટ્સએપ પરનું તમારું લાસ્ટ સીન સ્ટેટ્સ આપને ક્યારેય પણ ઓનલાઇન ના દેખાડે તો એ માટે તમારે સેટીંગમાં બદલાવ કર્યા બાદ Unseen Ninja નામની એપને પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવી પડશે.

આ એપમાંથી જ તમારું વોટ્સએપ ચાલી શકશે.હવે કોઇ પણ રીપ્લાય આ એપ દ્વારા જ આપો.આમ કરવાથી તમે વોટ્સએપ પર ઓનલાઇન નહી દેખાશો.આ એપ વડે તમે વોટ્સએપના મેસેજ વાંચી અને રીપ્લાય પણ કરી શકશો.

આમ કરવાથી તમારો લાસ્ટ સીન ટાઇમ ક્યારેય નહી બદલાય.તમે મરજી મુજબ ઓનલાઇન રહી શકશો,કોઇ ફાલતુ મેસેજના ડર વગર!

જરૂરી સુચના: Unseen Ninja એક થર્ડ પાર્ટી એપ્લીકેશન છે, એના પરફોર્મન્સ કે રીલાયેબીલીટી વિષે અમારી કોઈ જવાબદારી નથી.

ગુજરાતી પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ની આ પોસ્ટ પસંદ આવી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!