જો હથેળીમાં X ની નિશાની હોય તો ચેતી જજો – વાંચીને ચોંકી જશો

ઘણા પ્રાચીન સમયથી માનવ જીવનમાં જ્યોતિષશાસ્ત્ર એક અભિન્ન અંગ તરીકે જોડાયેલ છે.જ્યોતિષવિદ્યામાં અનેક પધ્ધતિથી માણસનું ભવિષ્ય બતાવવાનો દાવો કરવામાં આવે છે.આ પધ્ધતિઓને મહ્દઅંશે વ્યવસ્થિત અને તટસ્થ ગણવામાં આવે છે.એવી જ એક શાખા અથવા તો જ્યોતિષવિદ્યાની એક પધ્ધતિ છે – હસ્તરેખા જ્યોતિષ.આમાં માણસના હાથની હથેળીની રેખાઓ અને હથેળીની બનાવટના આધારે ભવિષ્યકથન કરવામાં આવે છે.

હસ્તરેખા જ્યોતિષમાં પુરુષોના જમણા અને સ્ત્રીઓના ડાબા હાથની રેખાઓ જોવામાં આવે છે.આપણે જાણીએ જ છીએ કે દરેકના હાથની હથેળીમાં આડા-અવળી વિવિધ પ્રકારની રેખાઓ હોય છે.આપણે ખ્યાલ નથી હોતો પણ જ્યોતિષશાસ્ત્ર આ સામાન્ય લાગતી રેખાઓને બહુ મહત્વની ગણે છે.

હસ્તરેખાઓ : શું છે રહસ્ય આ રેખાઓમાં –

હસ્તરેખાઓ માટે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે,તે માણસના ભવિષ્યની ઘણી મહત્વની સંભાવનાઓનો આગાહ કરી જાય છે.હસ્તરેખાઓ પરથી માણસનુ જીવન,વિવાહ,કરિયર અને સ્વાસ્થ્યને લગતી આગાહી થઇ શકે છે.

ઘણા પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષવિદ્યા એક અભિન્ન અંગ તરીકે રહી છે.ભારતીય જ્યોતિષશાસ્ત્ર પૂર્ણપણે ભૌતિક અને ખગોળ વિજ્ઞાન પર આધારિત હોવાનું કહેવાય છે.એ સંદર્ભે હસ્તરેખા જ્યોતિષની ધરોહર પણ પ્રાચીન ભારત છે.ઘણા વિદ્વાનોના મતાનુસાર,હજારો વર્ષ પૂર્વે મહર્ષિ વાલ્મીકિએ આ વિષય પર ૫૬૭ છંદયુક્ત એક ગ્રંથની રચના કરી હતી.

હસ્તરેખા વાંચવાની પ્રાચીન શરૂઆત –

હસ્તરેખા વાંચનની વિદ્યાની ભારતમાં ઉત્પત્તિ થયા બાદ આ શાસ્ત્ર તિબેટ,ચીન,મિસર અને ફ્રાન્સ સહિત યુરોપના બીજા દેશોમાં પણ પહોંચ્યું.કહેવાય છે કે,ગ્રીક વિદ્વાન અંક્સગોરસે ભારતમાં રહીને હસ્તરેખા જ્યોતિષનો અભ્યાસ કરેલો અને ત્યારબાદ તેણે આ વિદ્યા જીસસના પુત્ર અને “મેસેન્જર ઓફ ગોડ” અર્થાત્ “પ્રભુના સંદેશવાહક” કહેવાતા હેર્મેસને શીખવેલી.

જો હથેળીમાં “X”નું નિશાન હોય તો –

કહેવાય છે કે,પુરા વિશ્વમાં માત્ર ૩ ટકા લોકો જ એવા હોય છે જેની હથેળીમાં હસ્તરેખાઓ X આકારનું ચિહ્ન બનાવે છે.માસ્કો યુનિવર્સિટીમાં આ વાત પર ગહન સંશોધન થયેલું.તેમાં રિસર્ચ કરવામાં આવ્યું કે,X આકારની હસ્તરેખાઓ ધરાવતા વ્યક્તિનું જીવન કેવું હોય છે,એમનું ભવિષ્ય કેવું હોય છે.આ રિસર્ચમાં જીવીત અને મરેલા બંને પ્રકારના લોકોની માહિતી એકઠી કરવામાં આવી.

અંતે,આ રિસર્ચમાંથી તેઓએ તારણ કાઢ્યું કે જે પણ વ્યક્તિના હાથની હથેળીમાં X આકારની નિશાની હતી તે “ખેરખાં” સાબિત થયા હતાં…!અર્થાત્ એ વ્યક્તિઓ કોઇ પાવરફુલ લીડર,અત્યંત ફેમસ વ્યક્તિ અથવા તો એવા માણસો હતાં જેઓ ખરેખર ગજબના કાર્ય કરીને ગયા હોય અને જગત તેમને લાંબા સમય સુધી યાદ કરતું હોય.

એમના માટે એક જ ઉદાહરણ કાફી છે : “એલેકઝાન્ડર ધી ગ્રેટ” ઉર્ફે સમ્રાટ “સિકંદર”ના હાથની હથેળીમાં Xની નિશાની હતી…!

Leave a Reply

error: Content is protected !!