ફક્ત આટલું ધ્યાન રાખો – ગેરેંટી થી ઘરનું લાઈટ બિલ અડધું થઈ જશે

શું તમે પણ દર મહિને આવતા લાઈટ બિલથી પરેશાન થઈ ચૂક્યા છો? હવે અહીંયા આપણે યુનિટનાં ભાવ તો ઓછા ન કરી શકીએ પણ સાવચેતી રાખીને યોગ્ય સમજણપૂર્વક વીજળીનો ઉપયોગ કર્યે તો લાઈટ બિલમાં ઘટાડો કરી શકીએ. કેટલીક નાની-નાની બાબતોનું ધ્યાન રાખીએ તો વીજળી બિલ ઘટાડી શકાય.

વીજળીનો વપરાશ જાણવાની રીત :

સામાન્ય રીતે ઘરમાં વપરાતું ટીવી લગભગ 100 વોટનું હોય છે. તેથી જો ટીવીને દરરોજ 10 કલાક ચાલુ રાખવામાં આવે તો એનો અર્થ એ થયો કે એમાં 1 યુનિટ વીજળીનો વપરાશ થયો. એવી રીતે મહિને 30 યુનિટ જેવો ખર્ચ થાય. એવી જ રીતે ઘરનો પંખો 60 વોટ, ટ્યુબલાઈટ 40 વોટ અને પીળો લેમ્પ 100 વોટનો હોય છે. તેથી જ્યારે પણ નવા ઇલેક્ટ્રોનિક સાધનોની ખરીદી કરો ત્યારે એના વોટ અને વોલ્ટ જોઈ લેવા જોઈએ.

મિત્રો, આ મોંઘવારીનાં જમાનામાં વીજળીની બચત કરવાથી ઘણો આર્થિક ફાયદો થઈ શકે. તો ચાલો જાણીએ લાઈટ બિલ ઓછું કરવાના સરળ ઉપાયો.

(1) વીજળીની બચત કરવા માટે ઘરમાં સામાન્ય લેમ્પની જગ્યાએ CFL અથવા LED લેમ્પનો ઉપયોગ કરો જેના દ્વારા તમે 60% વિજળીની બચત કરી શકશો.

(2) ઘરમાં રહેલ એ.સી. પંખા, વોશિંગ મશીન, ફ્રીઝ, ઘરઘંટી, એર કુલર વગેરે જેવા ઇલેક્ટ્રોનિક સાધનોને સમયાંતરે સર્વિસ કરાવતા રહો.

(3) પંખામાં ગ્રીસિંગ કરવું. જરૂર પડે તો રેગ્યુલેટર બદલી નાખવું જોઈએ. જુના પંખા 75 વોટનાં હોય છે જ્યારે નવા પંખા 35 વોટનાં આવે છે.

(4) બલ્બ, ટ્યુબ લાઈટ વગેરે ઉપર ધૂળ જામી જાય છે એને નિયમિત સાફ કરો. ધૂળને કારણે પ્રકાશ ઓછો પડે છે જેના લીધે વધુ લાઈટ શરૂ કરવી પડે છે.

(5) ટી.વી, એ.સી, સેટટોપ બોકસ જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુને રીમોટ કંટ્રોલથી બંધ કરવાને બદલે ડાયરેકટ સ્વીચ દ્વારા બંધ કરો તો વર્ષે કમ સે કમ 2000 રૂપિયા સુધીની વીજળી બચત થશે.

(6) ગરમ ખોરાકને ઠંડો કર્યા બાદ ફ્રીઝમાં મુકો તેનાથી વીજળી ખર્ચ ઓછો થશે. ફ્રીજનો દરવાજો સરખી રીતે બંધ કરવો.

(7) વીજળીનો વપરાશ ઘટાડવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકો. જેમાં સૂર્ય કુકર, સૌર હિટર, સૌર ઉર્જાથી ચાલતી લાઈટનો ઉપયોગ કરી શકાય. આના માટે સરકાર સબસીડી પણ આપે છે.

(8) બે-ચાર કપડાં માટે વોશિંગ મશીન શરૂ ન કરો. જ્યારે કપડાં વધારે હોય ત્યારે જ મશીનનો ઉપયોગ કરો. મશીનમાં ટાઇમર સેટ કરો. પાણી અને વોશિંગ પાવડરનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો જોઈએ અને કપડાં મશીનમાં સુકવવાને બદલે બહાર તડકામાં સુકવવાથી વીજળીની બચત થશે.

(9) એનર્જી સેવિંગ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરો.

(10) મોબાઈલ કે કોઈપણ બેટરીને ચાર્જ કરતી વખતે ધ્યાન રાખો અને ચાર્જ થઈ જાય કે તરત સ્વીચ બંધ કરવાનું ભૂલશો નહી.

(11) જ્યારે વીજળીથી ચાલતા ઉપકરણોની જરૂર ન હોય ત્યારે પ્રોપર સ્વીચ બંધ કરો.

(12) કમ્પ્યુટર, ટીવી, મ્યુઝીક સિસ્ટમ વગેરેનો જ્યારે વપરાશ ન હોય ત્યારે પાવર સ્વીચ બંધ કરી દેવી જોઈએ.

(13) ઓવન, ગીઝર અને ઈસ્ત્રીનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરવો. આ બધા સાધનો જુના થઈ ગયા હોય અથવા બગડી ગયા હોય તો એનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે આ બધા સાધનોમાં વીજળી વધુ ખર્ચાય છે.

(14) કુદરતી હવા-ઉજાસનો ઉપયોગ વધારે કરો. બારી-બારણા ખુલ્લા રાખો અને ઘરને યોગ્ય રંગ દ્વારા પેઈન્ટ કરાવો.

(15) બાળકોને પણ વીજળીની બચત કરવાનું મહત્વ સમજાવો.

‘ ઉર્જાની બચત એ જ ઉર્જાનું ઉત્પાદન.’

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટને જરૂરથી શેર કરજો જેથી બીજા લોકોને મદદરૂપ થઇ શકે.

Leave a Reply

error: Content is protected !!