શરીરના વધારાના – અણગમતા વાળને દુર કરવાના ઘરગથ્થુ ઉપાયો

વાળ કુદરતે મનુષ્યને આપેલી અણમોલ ચીજ છે.દેહની સુંદરતા વાળ વગર છે જ નહી એમ કહો તો પણ ચાલે.આ વાતની ખાતરી એને જ થાય અથવા તો વાળની કિંમત તો એને જ સમજાય જેના માથા પર વાળ ના હોય!વાળ વગરનું માથું અને ચહેરો કેટલા બેડોળ લાગી શકે એનો તો જેને અનુભવ હોય એને જ ખબર હોય!

વાળ માટે વ્યક્તિ કાંઇ પણ કરી છૂટવા તૈયાર હોય છે.વાળની સારસંભાળ લેવા માટે ઘણો ખર્ચ પણ કરી નાખે છે.કોઇ નથી ઇચ્છતું કે ચહેરાની શાન સમાન વાળને કોઇ નુકસાન થાય.

પણ હરેક સિક્કાને બીજું બાજુ હોય છે તેમ વાળ જો માથા પર હોય તો જ સારા લાગે!શરીરના અન્ય ભાગો પર ઉગી નીકળતા વાળ લોકો માટે એટલા જ કષ્ટદાયક,મુંઝવનારા પણ હોય છે.શરીરના એવા હિસ્સા પર વાળ ઉગી નીકળે છે જેની ઇચ્છા કોઇને બિલકુલ હોતી નથી.હાથ-પગ પર ઉગી નીકળતા વાળ આનું ઉદાહરણ છે.એવી જ રીતે કોઇ સ્ત્રીના ચહેરા પર જો વાળ ફૂટી નીકળે તો એની તો શી દશા થાય?ચહેરાને સુંદર દેખાડવાના એક તો હજારો પ્રયત્નો ચાલુ હોય અને એમાં આ દશા આવી પડે!આવા નકામા વાળને દુર કરવા માટે લોકો અવનવા ઉપાયો કરતાં નજરે ચડે છે.

આજે અમે અહીં આ વિશે જ વાત કરી રહ્યાં છીએ.ટોપિક છે શરીર પરના અણગમતા વાળને દુર કરવા માટેની એકદમ બેસ્ટ અને ઘરગથ્થુ ટ્રીક વિશેનો.એકદમ સરળતાથી કઇ રીતે દુર કરી શકાય છે શરીરના વિવિધ ભાગો પર આવેલા નકામા વાળને?વાંચો નીચે :

સામાન્ય રીતે,યુવતીઓમાં શરીરના હાથ-પગ અને ચહેરા પરના વાળને દુર કરવા માટે દર અઠવાડિયે બ્યુટી પાર્લરમાં જતી હોય છે.એમ કરતાં એ ઘણા રૂપિયાનો ધૂમાડો કરી નાખે છે પણ સમસ્યા એની એ જ રહે છે.એ જ રીતે પુરુષો પણ શરીરના વિવિધ ભાગો પર ઉગી નીકળતા વાળને દુર કરવા અનેક નુસ્ખાઓ અજમાવતા હોય છે.પણ કમનસીબે કોઇ ઉપાય સચોટ પરીણામ નથી આપતો.સમય અને પૈસાનો બગાડ સિવાય કશું થતું નથી.

બ્યુટી પ્રોડક્ટ અણગમતા વાળને દુર કરી શકે ? –

અલબત્ત,નહી જ!વેક્સિંગ જેવી બ્રાન્ડનો મહિલાઓ ઉપયોગ કરતી નજરે પડે છે.પણ વેક્સિંગનો પ્રયોગ કરતી વખતે ઘણું દર્દ સહન કરવું પડે છે.આ દર્દને સહન કરીને પણ વાળને થોડા વખત માટે જ ચહેરા પરથી દુર કરી શકાય છે,નહી કે હંમેશ માટે!એવી કોઇ પ્રોડક્ટ નથી જે હંમેશ માટે આવા નકામા વાળને ચહેરા કે હાથ-પગમાંથી દુર કરી શકે.પણ એક એવો ઘરગથ્થુ ઉપાય છે જે કોઇ પણ પ્રોડક્ટ કરતા બેહદ જોરદાર પરીણામ આપે છે અને એ સાથે જ સમસ્યાને જડમૂળથી ઉખાડી ફેંકે છે.વાંચો નીચે શું છે આ ઉપાય :

કોલગેટ સર્જાવી શકે છે ચમત્કાર –

પહેલા તો એક કોલગેટની જરૂર પડશે.સફેદ કોલગેટ હોય તો વધુ યોગ્ય રહેશે.અને બીજી ચીજ જોશે એવરયુથનું પીલ માસ્ક.બંને ચીજ હાજર હશે તો ઉપાય થશે.

૧ ચમચી કોલગેટ અને ૨ ચમચી એવરયુથ પીલ માસ્કને એક કટોરામાં સારી રીતે મિશ્ર કરો.શરીરના જે ભાગના વાળને તમે દુર કરવા માંગો છો એ ભાગ પર આ મિશ્રણને લગાવો.પછી ૨૦ મિનીટ સુધી રહેવા દો.ત્યારબાદ ધીરે રહીને તેને ઉખેડી લો.આમ કરવાથી દર્દ પણ નહી થાય અને વાળને નાબૂદ થઇ જશે,હંમેશને માટે જ સ્તો!

આ ઘરગથ્થુ ઉપાય તમને પસંદ પડ્યો હોય તો આપના નજીકના મિત્રોને પણ અવશ્ય શેર કરજો.કદાચ એને કામ પણ લાગી જાય,ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!