5 અભિનેત્રીઓ જેમણે અંડરવર્લ્ડ ડોનનાં પ્રેમમાં પડી કારકિર્દી બરબાદ કરી – 3 નં. હિરોઈનનું નામ વાંચી આંચકો લાગશે

એક જમાનો હતો કે જ્યારે અંડરવર્લ્ડ અને બોલીવુડ વચ્ચે ઘણા ગાઢ સંબંધો હતાં. ઘણી વખત તો મોટા-મોટા અભિનેતાઓના નામ પણ ખુલ્લેઆમ દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાઈ ચુક્યા છે. બોલીવુડમાં અભિનેતા સિવાય ઘણી અભિનેત્રીઓના નામ પણ અંડરવર્લ્ડ સાથે જોડાયા હતાં. પરંતુ એમની સાથે કોઈ બિઝનેસ નહિ પણ પ્રેમ કહાનીનાં પોસ્ટરો છપાયા હતાં. આ અંડરવર્લ્ડ માફિયાઓનાં પ્રેમમાં ઘણી હિરોઈનોએ તો પોતાનું કરિયર પણ દાવ પર લગાવી દીધું હતું. બોલીવુડની 5 અભિનેત્રીઓ એવી હતી કે જેમણે અંડરવર્લ્ડ ડોનનાં પ્રેમમાં પડીને પોતાની સફળ કારકિર્દી બરબાદ કરી નાખી. આ ખૂબસૂરત અને હસીન હિરોઈનો જો અંડરવર્લ્ડ ડોનના સંપર્કમાં ન આવી હોત તો આજે એમના કરિયરની સ્થિતિ કંઈક અલગ હોત.

5 અભિનેત્રીઓ કે જેમણે અંડરવર્લ્ડ ડોનનાં પ્રેમમાં પડીને પોતાની કારકિર્દી બરબાદ કરી નાખી.

ખૂબ જ ટેલેન્ટેડ એવા નવા કલાકારોને પણ બોલીવુડમાં કામ મળવું મુશ્કેલ છે. ફિલ્મમાં એક નાનકડો રોલ મેળવવા માટે ઘણા પાપડ તળવા પડે છે. જ્યારે આજે અમે તમને એવી પાંચ અભિનેત્રીઓ વિશે જણાવવાના છીએ કે જેમણે પ્રેમનાં ચક્કરમાં પડીને પોતાની સફળ કારકિર્દીનો અંત આણ્યો.

(1) મંદાકિની :


ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ (1985) દ્વારા આ અભિનેત્રીને સૌથી વધુ ખ્યાતિ મળી. આ ફિલ્મ સુપરહિટ થયા પછી મંદાકિનીએ લોહા, ડાંસ-ડાંસ, જાલ, કમાન્ડો, તેજાબ, નાગ-નાગીન, આગ ઓર શોલા, શેષનાગ અને શૂરવીર જેવી ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મો દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરનાર મંદાકિનીએ વિશ્વના સૌથી ખતરનાક ડોન દાઉદ ઈબ્રાહિમના પ્રેમમાં પોતાની જીંદગી બરબાદ કરી નાખી. દાઉદ ઈબ્રાહીમને કારણે મંદાકિનીને બોલીવુડમાં ઘણી ફિલ્મો મળી હતી અને પછી બન્નેએ લગ્ન કરી લીધા, જોકે હવે તેઓના છૂટાછેડા થઈ ચુક્યા છે.

(2) મોનિકા બેદી :


એક્ટ્રેસ મોનિકા બેદી અને અંડરવર્લ્ડ ડોન અબુ સલેમનાં અફેરનાં સમાચારો પણ ખૂબ ચાલ્યા હતાં. એવું કહેવાય છે કે ફિલ્મોમાં રોલ મેળવવા માટે મોનીકા બેદી ફિલ્મ ડાયરેક્ટરને અબુ સલેમનાં નામની ધમકીઓ આપતી. પોલીસના ડરથી આ બન્ને દેશ છોડીને ચાલ્યા ગયા હતા પરંતુ ત્યારબાદ બન્ને પકડાઈ ગયા હતાં. ઘણા વર્ષ સુધી જેલની સજા ભોગવ્યા બાદ હવે મોનિકા બહાર છે અને ટીવી સિરિયલોમાં કામ કરી રહી છે પણ અબુ સલેમ હજુ જેલમાં જ છે.

(3) મમતા કુલકર્ણી :


ફિલ્મોમાં મમતા કુલકર્ણીનાં અભિનયથી તો બધા જ પરિચિત હશે. 90નાં દશકની ખૂબસૂરત હિરોઈનોમાં મમતાનું નામ પણ ઘણું લોકપ્રિય હતું. ત્યારબાદ એનું નામ ગેંગસ્ટર વિક્રમ ગૌસ્વામી સાથે જોડાઈ ગયું. આ બન્ને દુબઈમાં રહેવા લાગ્યા અને લગભગ 10 વર્ષ સુધી સાથે રહ્યા બાદ વર્ષ 2014માં કેન્યા પોલીસ દ્વારા આ બન્નેની ધરપકડ કરવામાં આવી.

(4) અનીતા અયુબ :


અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અભિનેત્રી અનીતા અયુબ વચ્ચે પણ પ્રેમ પ્રકરણ લખાયું છે. એવું કહેવાય છે કે દાઉદ ઈબ્રાહીમે ફિલ્મ નિર્માતા જાવેદ સિદ્દીકીનું મર્ડર એટલા માટે કર્યું હતું કે જાવેદે પોતાની ફિલ્મમાં અનીતા અયુબને કાસ્ટ કરવાની ના પાડી દિધી હતી.

(5) સોના :


દાઉદ ઈબ્રાહીમ પહેલા અંડરવર્લ્ડ જગતમાં હાજી મસ્તાનનું નામ ચાલતું. હાજી મસ્તાન અને એક્ટ્રેસ સોના વચ્ચેનાં પ્રેમ સંબંધો પણ ખૂબ જ ચર્ચિત બન્યા હતા. એમની પ્રેમ કહાની આધારિત એક ફિલ્મ પણ બની છે. તે ફિલ્મનું નામ છે : ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!