આરોગ્ય વેદ
અનેક રીતે ઉત્તમ છે આ પ્રાણીનું દૂધ! – વજન કે કોલેસ્ટ્રોલ વધવાનો ભય નથી

અનેક રીતે ઉત્તમ છે આ પ્રાણીનું દૂધ! – વજન કે કોલેસ્ટ્રોલ વધવાનો ભય નથી

હા, અહીં આપણે જે પ્રાણીના દૂધની વાત કરીએ છીએ એના એટલા તો ફાયદા છે કે એને સફેદ સોનું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. આપણે અહીં વાત કરીએ છીએ ઊંટડીના દૂધની. આમ તો આરબ દેશો તેમજ આપણા દેશમાં રાજસ્થાનમાં ઊંટડીનું દૂધ પ્રચલિત છે, પણ એવા અનેક દેશ છે જ્યાં ઊંટડીનું દૂધ ફક્ત પીવાતું જ નથી પણ દવા તરીકે પણ વપરાય છે અને હવે એના ચમત્કારીક ફાયદા પ્રકાશમાં આવ્યા પછી ભારતમાં પણ આ દૂધની માંગ ઘણા રાજ્યો અને શહેરોમાં નીકળી છે.

આમ તો આપણે રોજીંદા વપરાશમાં ગાયનું અથવા ભેંસનું દૂધ વાપરતા હોઇએ છીએ, ક્યારેક બકરીના દૂધને પણ સ્થાન મળે છે પણ આ વાંચ્યા પછી અને ઊંટડીના દૂધના ચમત્કારીક ઔષધિય ગુણો જાણ્યા પછી તમને એ દૂધને તમારા રોજીંદા ખોરાકમાં સ્થાન આપવાની ઈચ્છા થઈ જાય તો નવાઈ નહીં!

જે રોગોમાં ઊંટડીનું દૂધ ઔષધિનું કામ કરે છે એમાં આજનો સૌથી પ્રસારીત, અને આપણા દેશનો બહુ મોટો વર્ગ જેના સકંજામાં છે એ ડાયાબિટિસથી બચવા માટે ઊંટડીનું દૂધ બહુ અસરકારક રીતે કામ કરે છે. ઊંટડીના ઈન્શ્યૂલિન નું પ્રમાણ ઘણું ઓછું હોઇ આ દૂધના સેવનથી ડાયાબિટીસનો ખતરો ઘટી જાય છે. ઊંટડીના દૂધની રોગપ્રતિકારક શક્તિ પણ બેમિશાલ છે એટલે એક પ્રાકૃતિક એન્ટીબાયોટિક તરીકે રોગો સામે લડવામાં શરીરને મદદ કરે છે.વળી, ઊંટડીના દૂધમાં કેલ્શિયમ પ્રચૂર માત્રામાં હોઇ એનાથી હાડકા મજબૂત થાય છે એટલે સગર્ભા સ્ત્રીઓ, વિકાસ પામતા બાળકો અને પાછલી અવસ્થામાં જ્યારે હાડકાં નબળાં પડી જાય છે ત્યારે વૃદ્ધો માટે ઊંટડીનું દૂધ આશિર્વાદ સમાન છે. ઉપરાંત આ દૂધમાં લેક્ટોફેરિન નામનું તત્વ હોય છે જે કેન્સર જેવી ઘાતક બિમારી સામે લડવામાં મદદ કરે છે ઉપરાંત લિવરને પણ તંદુરસ્ત રાખે છે.

ઊંટડીના દૂધમાંથી પ્રાપ્ત થતાં આલ્ફા હાઈડ્રોક્સિલ નામના એસીડને લીધે આ દૂધ એક સૌંદર્ય પ્રસાધન  તરીકે કામ કરે છે જે ત્વચાને નિખારે છે, આ કારણે આ દૂધનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં પણ થાય છે. એક સંશોધન અનુસાર મંદબુદ્ધીના બાળકો માટે ઊંટડીનું દૂધ ખૂબજ ફાયદાકારક છે. પેટની અનેક પ્રકારની ગરબડમાં પણ આ દૂધ અમૃત સમાન છે.

ઊંટડીના દૂધમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન અને ખનીજ હોય છે જે શરીરને અનેક પ્રકારના ચેપી રોગોથી રક્ષણ આપે છે. આ દૂધ પચવામાં પણ ખૂબજ સહેલું છે. ઊંટડીના દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું હોય છે આનો મતલબ એ થયો કે આ દૂધથી વજન વધવાનો કે કોલેસ્ટ્રોલ વધવાનો ભય નથી.

બિકાનેર રાજસ્થાનમાં રાષ્ટ્રિય ઊંટ સંશોધન કેન્દ્ર આવેલું છે જ્યાં ઊટડીના દૂધથી જેમનો માનસિક વિકાસ ઓછો થયો હોય એવા અને કુપોષણનો ભોગ બનેલા હોય એવા લોકોનો ઈલાજ કરવામાં આવે છે. બિકાનેરમાં જ ઊંટડીના દૂધની બનાવટો અને મીઠાઈઓ જેમ કે આઈસ્ક્રીમ, ફ્લેવર્ડ મિલ્ક, કુલ્ફી, ચા, પેડા, બરફી, ગુલાબજાબું વગેરે બહુ લોકપ્રિય છે.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

શા માટે શિવજીની પરીક્રમા અડધી જ કરવામાં આવે છે? – આ છે અસલી કારણ

શા માટે શિવજીની પરીક્રમા અડધી જ કરવામાં આવે છે? – આ છે અસલી કારણ

error: Content is protected !!