ફિલ્લમ ફિલ્લમ
આ એક્ટ્રેસે બોબી દેઓલના કેરિયરની વાત લગાવી દીધેલી – ક્લિક કરીને નામ વાંચો

આ એક્ટ્રેસે બોબી દેઓલના કેરિયરની વાત લગાવી દીધેલી – ક્લિક કરીને નામ વાંચો

માયાવી ક્ષેત્ર બોલિવૂડમાં હરેક એક્ટરનો એક જમાનો હોય છે,દાયકો હોય છે.એના સમયમાં એ પારાવાર સફળતા પામી જનારી ફિલ્મો આપે છે.જેના વડે તે સફળતાની ચોટી પર પહોંચી જાય છે.પણ જેવો તેનો સમય પુરો થાય છે કે તે જાણે ગાયબ જ થઇ જાય છે.પોતાના ડૂબતા ધંધાને બચાવવા રીતસર વલખાં પણ મારે છે.

બસ,કંઇક આવું થયું છે એક સમયના સફળત્તમ અભિનેતા બોબી દેઓલ સાથે!આ એ જ બોબી દેઓલ છે જેણે એક જમાનામાં ‘અજનબી’ અને ‘સોલ્જર’ જેવી જબરદસ્ત ફિલ્મો આપીને બોલિવૂડમાં અજાજૂડ પ્રસિધ્ધી હાંસલ કરી હતી.ફિલ્મ રસિયાઓના દિલ પર રાજ કર્યું હતું.

પણ આજે કહેવાય છે કે,તેમની કરિયર અંતિમ શ્વાસ લઇ રહી છે.બોલિવૂડમાં હવે તેના માટે જાણે કોઇ સ્થાન જ નથી.બોબી દેઓલે પોતાની ડૂબતી કરિયર માટે એક એક્ટ્રેસને જવાબદાર ઠેરવી છે જેની સાથે તેણે હિટ ફિલ્મો પણ આપી હતી!છે ને નવાઇ પમાડતી વાત.તો વાંચો આખરે કોણ છે એ અભિનેત્રી :

ઇમ્તિયાઝ અલીની ૨૦૦૭માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘જબ વી મેટ’ તો બધાએ જોઇ જ હશે.તેમાં મુખ્ય કિરદાર ભલે શાહિદ કપૂરે ભજવ્યો હોય પણ ઇમ્તિયાઝની પ્રથમ પસંદગી શાહિદ કપૂર નહી,બબી દેઓલ હતો!પણ કરીના કપૂરના કહેવાથી શાહિદ આ રોલ માટે સાઇન થયો હતો.અને આ વાત બોબી દેઓલે પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવી છે.

બોબી કહે છે કે,ઇમ્તિયાઝની ફિલ્મ ‘સોચા ના થા’ જોયાં બાદ તે તેમનો ફેન થઇ ચુકેલો અને બની શકે તો તેમની સાથે કામ કરવાની પણ ઇચ્છા દર્શાવેલી.એ પછી ઇમ્તિયાઝ બોબી પાસે એક ફિલ્મની સ્ક્રીપટ લઇ ગયાં અને ફિલ્મનું નામ ‘ગીત’ હોવાનું કહ્યું.પણ કઠણાઇ એ આવી કે ફિલ્મનો પ્રોડક્શન ખર્ચ વધી જતો હતો એટલે લગભગ બધાં પ્રોડક્શન હાઉસ પાસે જવા છતાં ઇમ્તિયાઝની ફિલ્મ પ્રોડક્ટ કરવા કોઇ તૈયાર ના થયું.અને પછી તો વાત પણ અટકી ગઇ.

છ મહિના બાદ બોબીને એક ખબરે ઝટકો આપ્યો.બોબીને વાવડ મળ્યાં કે,પોતાની સાથે ઇમ્તિયાઝે ચર્ચેલી ફિલ્મ ‘ગીત’ હવે તેના નવા નામ ‘જબ વી મેટ’ સાથે બની રહી છે!એણે તરત ઇમ્તિયાઝનો કોન્ટેક્ટ કર્યો કે ભાઇ આ શું છે?ઇમ્તિયાઝે જણાવ્યું કે,ફિલ્મમાં કરીના કપૂરના આગ્રહને કારણે શાહિદ કપૂરને લીધો છે!

આજે પણ બોબી કહે છે કે,આ ફિલ્મ તેને મળી હોત તો કદાચ તેની કારકીર્દી અનેરી ઉંચાઇ પર હોત.કેમ કે ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી.એમ તો બોબીએ કરીના સાથે ‘અજનબી’ અને ‘દોસ્તી’ ફિલ્મમાં કામ કરેલું.જેમાંથી ‘અજનબી’ હીટ,જ્યારે દોસ્તી ‘ફ્લોપ’ રહી હતી.

હવે બોબી દેઓલ માટે કંઇક સંયોગ બદલાયા હોય તેવી પરીસ્થિતી પણ ઉભી થઇ છે.કહેવાય છે કે,સલમાન ખાનના કહેવાથી તેમને ‘રેસ-૩’ ફિલ્મ મળી છે.જેમાં બોડી બનાવવા પાછળ બોબી દેઓલે ઘણી મહેનત કરી હોય તેવું જણાય રહ્યું છે.ફિલ્મના ટ્રેલરમાં બોબી અને સલમાન એક સાથે દેખાય છે.જેમાં દેખાય છે કે,બોબી દેઓલ સલમાન ખાનને ફિટનેસના મામલામાં ટક્કર આપી રહ્યો છે.એક બીજી પણ ખબર આવી રહી છે કે,બોબી સલમાન સાથે બીજી એક ફિલ્મમાં પણ દેખાશે.અલબત્ત,આની વિશે કોઇ વિશ્વસનીય જાહેરાત હજુ થઇ નથી.માટે અત્યારે કંઇ કહી શકાય નહી.ટૂંક સમયમાં જ ફિલ્મ વિશે અને તેમના નામ વિશે માહિતી મલી જશે.

અત્યારે તો જોવાનું એ છે કે,’રેસ-૩’માં બોબી દેઓલ પોતાની અભિનય ક્ષમતા સારી રીતે પ્રદર્શિત કરી શકે એમ છે કે નહી?બાય ધ વે,સમય જ આનો જવાબ આપશે.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

error: Content is protected !!